પંચકુલા ખાતે નેશનલ ટીટીમાં માનુષને બ્રોન્ઝ મેડલ
ગાંધીધામ હરિયાણા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે પંચકુલા ખાતે યોજાયેલી યુટીટી ચોથી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025મા ભારતના મોખરાના મેન્સ ખેલાડી અને વડોદરાના માનુષ શાહ સેમિફાઇનલમાં હારી જતાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મોખરાના ક્રમનો તથા ટુર્નામેન્ટમાં ફેવરિટ મનાતો માનુષના અભિયાનનો સેમિફાઇનલમાં અનપેક્ષિત અંત આવી ગયો હતો જ્યારે તેનો આરએસપીબીના ચોથા ક્રમના આકાશ પાલ સામે પરાજય થયો…
