નાટો દેશોનો લિથુઆનિયામાં સંમેલન બાદ મોટો હવાઈ અભ્યાસ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે નાટો દેશોના લડાકુ વિમાનો રશિયાની સરહદ પાસે જ ગર્જયા હતા અને તેના કારણે રશિયાના કાન સરવા થઈ ગયા વિનિયસ(લિથુઆનિયા)નાટો દેશોએ રશિયાની સરહદને અડીને આવેલા લિથુઆનિયામાં નાટો દેશોના સંમેલન બાદ મોટો હવાઈ અભ્યાસ કર્યો છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે નાટો દેશોના લડાકુ વિમાનો રશિયાની સરહદ…

ઈરાનમાં લોકોની કિડની, લીવર અને બીજા અંગો વેચવા સોશિયલ મીડિયા પર જાહેરાત

પેટાઃ ઈરાનની ગલીઓમાં પણ આ પ્રકારના પોસ્ટરો સાથે બ્લડ ગ્રુપ, ઉેમર અને સંપર્ક માટે ફોન નંબરોનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે તહેરાનપાકિસ્તાનની જેમ તેનો પાડોશી દેશ ઈરાન પણ હવે આર્થિક રીતે કટોકટીનો સામનો કરી રહ્યો છે.એટલે સુધી કે લોકો હવે પોતાની કિડની, લીવર અને બીજા અંગો વેચવા માટે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી રહ્યા છે….

યશસ્વી જયસ્વાલના પિતા કાવડ યાત્રા પર નિકળ્યા

યશસ્વી જયસ્વાલના પિતાની આ કાવડ યાત્રાની સૌથી ખાસ વાત એ છે કે તેઓ ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ સુધી ચાલીને જશે લખનૌસોશ્યલ મીડિયા પર અવારનવાર ઘણી ફોટોસ અને વીડિયો વાયરલ થતા હોય છે. હાલ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટના હીરો યશસ્વી જયસ્વાલના પિતાની એક ફોટો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ…

હિમાચલમાં પૂરમાં ફસાયેલા 70000 પ્રવાસીઓને બચાવાયા

આપત્તિ પ્રભાવિત 80 ટકા વિસ્તારોમાં વીજળી, પાણી અને મોબાઈલ સેવાઓ અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કરવામાં આવી હોવાનો મુખ્યપ્રધાનનો દાવો સિમલાહિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલા પૂરમાં ફસાયેલા સ્થાનિકો અને પ્રવાસીઓને બચાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ આ અંગે આજે માહિતી આપી હતી.તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં લગભગ 70,000 પ્રવાસીઓની બચાવ કામગીરી કરવામાં આવી…

પંજાબમાં પૂરથી 2.40 લાખ હેક્ટર ડાંગરના પાકને નુકસાન, હરિયાણાના 13 જિલ્લામાં જળબંબાકાર

યમુનાનું જળસ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે જો કે હજુ પણ કેટલાય વિસ્તારોમાં ગળાડુબ પાણી ભરાયા છે નવી દિલ્હીઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે પંજાબ અને હરિયાણામાં તારાજી સર્જાઈ છે. પંજાબમાં પૂરને કારણે લગભગ 2.40 લાખ હેક્ટર ડાંગરના પાકને નુકસાન થયુ છે તો બીજી તરફ હરિયાણાના 13 જિલ્લામાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે. આ સિવાય…

એશિયન ગેમ્સમાં ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે

ટી20 ફોર્મેટ ઇવેન્ટ 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે નવી દિલ્હીભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતા મહિને ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી છે. આ ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જ્યારે ટી20 ફોર્મેટ ઇવેન્ટ 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આઈપીએલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ખેલાડી ઋતુરાજ ગાયકવાડને મોટી જવાબદારી સોંપવામાં…

રાજસ્થાનમાં માલગાડી પાટા પરથી ઊતરી જતા, રેલ સેવા પ્રભાવિત

આ અકસ્માત અસલપુર-જોબાર્ને અને હિરનોડા સ્ટેશન વચ્ચે અપ લાઇન પર થયો હતો જયપુરરાજસ્થાનના જયપુર-ફૂલેરા રેલ માર્ગ પર આજે સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત હિરનોડાથી જોબનેર રેલવે સ્ટેશન વચ્ચે થયો હતો. ઘટના સવારે 5 વાગ્યા આસપાસ બની હતી. અહેવાલ અનુસાર, માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માહિતી મળતાં જ…

ડાકોરના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ

ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં સ્ત્રી પુરષ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શક્સે નહીં, આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઈ ડાકોરરાજ્યમાં ગઈકાલે પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારે હવે દ્વારકા બાદ ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે…

અમે ગુંડાગીરી કર્યા વગર શાંતિપૂર્ણ ચૂંટણીમાં વિશ્વાસ રાખીએ છીએઃ માણિક સાહા

માણિક સાહાએ જુલાઈ બાડીમાં એક સંગઠનાત્મક બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ વાત કહી ત્રિપુરાત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને ટીએમસીની ખૂબ ટીકા કરી હતી. સાહાએ રાજ્ય સરકારને સલાહ આપતા કહ્યું કે, તેઓ પહેલા એ શીખે કે, લોકતંત્ર શું છે અને કેવી રીતે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવામાં…

સૌરાષ્ટ્ર, દ. ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બની રહ્યો છે અમદાવાદરાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સાથે આગામી તા. 17 અને 18 જુલાઈએ…

અમેરિકાના હવામાન વિભાગની 11.30 કરોડ લોકોને લૂની ચેતવણી

લોકોને જરૂર ન હોય ત્યારે ઘરની બહાર ન નીકળવાની સલાહ, લગભગ 2 કરોડ લોકો 43 ડિગ્રી સેલ્સિયસની ગરમીનો સામનો કરી રહ્યા છે વોશિંગ્ટનઅમેરિકાના લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીની સ્થિતિ એવી છે કે, લોકોને જરૂર ન હોય ત્યારે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણપશ્ચિમ યુએસથી લઈને વોશિંગ્ટન રાજ્ય પણ ગરમીનો…

એનડીએન બેઠક માટે ચિરાગ પાસવાન-જીતન રામ માંજીને ભાજપનું આમંત્રણ

એનડીએની બેઠકમાં ચિરાગ પાસવાન, જીતન રામ માંઝીની પાર્ટી એચએએમ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહાની આરએલજેડી અને મુકેશ સાહનીની પાર્ટી વીઆઈપી અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે નવી દિલ્હીભાજપે પણ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતાને ટક્કર આપવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે એનડીએથી અલગ થઈ ગયેલા સાથી પક્ષોને સાથે લાવવાની કવાયત પણ શરૂ કરી રહી છે. તે…

રાફેલે પીએમ મોદીને બેસ્ટિલ ડે પરેડ માટે ટિકિટ અપાવીઃ રાહુ ગાંધી

મોદી એવા સમયે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે મણિપુરમાં હિંસા થઈ રહી છે અને યુરોપિયન યુનિયન સંસદ ભારતના આંતરિક મામલાની ચર્ચા કરી રહી છે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટોણો માર્યો છે કે રાફેલે પીએમ મોદીને બેસ્ટિલ…

ભારત-યુએઈના બન્ને દેશની કરન્સીમાં વેપાર કરવાના મહત્વપૂર્ણ કરાર

આઈઆઈટી દિલ્હી તેના અબુ ધાબી કેમ્પસમાં જાન્યુઆરી 2024 થી માસ્ટર્સ અને આવતા વર્ષે સપ્ટેમ્બરથી બેચલર્સ શરૂ કરશે અબુ ધાબીવડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે અબુ ધાબીના કસર અલ વતન ખાતે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ વચ્ચે વાતચીત થઈ અને ઘણા…

હેટ સ્પિચ કેસમાં સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાનને બે વર્ષની સજા

ચૂંટણી પ્રચાર દરમિયાન આઝમ ખાને તેમની એક જાહેરસભામાં મુખ્યમંત્રી અને તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત અનેક અધિકારીઓ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું રામપુરસમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં દોષીત ઠેરવવામાં આવ્યા છે. રામપુરની કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. વર્ષ 2019માં રામપુરના શહઝાદનગર પોલીસ સ્ટેશનમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ…

સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં, આ તો ફક્ત ટ્રેલર છે પિક્ચર હજી બાકી છેઃ યુવરાજસિંહ

હું બહાર આવીશ ત્યારે ઘણું બધુ બહાર આવશે, અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે ચોક્કસપણે ન્યાય થશે, પોલીસે મુકેલા પુરાવા સામે અમે પણ મજબૂત પુરાવા મુક્યા હોવાનો દાવો ભાવનગરગુજરાતમાં બહુચર્ચિત તોડકાંડના આરોપી યુવરાજસિંહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ આ કેસમાં જેલમાં છે બાકીના પાંચ શખ્સોને જામીન મળી ગયાં છે. હવે યુવરાજસિંહની જામીન અરજીની…

મૃત માતાના અવાજમાં પિતા સાથે પુત્રએ 60 લાખની છેતરપિંડી કરી

યુવકે ઓછામાં ઓછા નવ વખત માતાના અવાજમાં ફોન કરીને વાત કરી હતી અને પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતુ, નવાઇની વાત એ છેકે,મહિનાઓ પહેલાં જ માતાનું મૃત્યુ થઇ ગયું હતું લંડનઆ ઘટના લંડનની છે, જ્યાં એક પુત્રએ પોતાની મૃત્યુ પામેલી મા ના અવાજ નિકાળીને પિતાની જીવનભરની કમાણી વાપરી લીધી છે. એક રિપોર્ટ પ્રમાણે 42 વર્ષીય…

પોલીસ વિભાગમાં બિન હથિયારધારી 63 પીએસઆઈ અને 22 પીઆઈની બદલીના આદેશ

અગાઉ 6 આઈપીએસ અને 2 ડીવાયએસપીની બદલી કરાઈ હતી, બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક લીમખેડા મોકલાયા અમદાવાદગુજરાતમાં ગૃહવિભાગમાં ફરીએક વાર પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. ગઈકાલે 6 આપીએસ અને 2 ડીવાયએસપીની બદલી કરાઈ છે. રાજ્ય પોલીસ દળમાં ફરજો બજાવતા સીધી ભરતીના આપીએસ અધિકારીઓની ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ…

માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર ન હોય તો પ્લોટ ખાલી સમજવોઃ મહિલાઓમાં આક્રોશ

અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાં ગુસ્સો વ્યક્ત કર્યો અને ટીકા પણ કરી હતી, કેટલાક યૂઝર્સે કહ્યું કે આવી વાતો કરનાર વ્યક્તિ ન તો સંત હોઈ શકે અને ન તો કથાવાચક બાગેશ્વરધામચર્ચામાં રહેતાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક નિવેદન આપી મોટો વિવાદ સર્જ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો…