ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે
રાજ્યમાં 2,20,504 મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભાવના નવી દિલ્હી 31 જુલાઈ, 2025 સુધીમાં કુલ 38,219.18 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે, ગુજરાત દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની દૃષ્ટીએ પહેલા ક્રમે છે. આમાં સૌથી મોટો હિસ્સો સૌર ઉર્જાનો 21,904.55 મેગાવોટ, ત્યારબાદ પવન ઉર્જાનો 14,081.48 મેગાવોટ અને બાકીનો હિસ્સો મોટા અને નાના હાઇડ્રો પાવર તથા બાયો-પાવરનો છે. આ ઉપરાંત, ગુજરાતમાં 2,20,504.51 મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભવના રહેલી છે, જેમાં સૌથી વધુ સંભાવના 1,80,790 મેગાવોટ…
