2029થી જૂનાં વાહનો ભંગારમાં નહીં જાય, BS-VII નિયમો માત્ર નવાં વાહનોને લાગુ પડશે

એપ્રિલ 2029થી પ્રદૂષણ નિયંત્રણના નવા માપદંડો લાગુ કરવાની તૈયારી; કાર, SUV અને ભારે વાહનોના ઉત્સર્જન પર વધશે નિયંત્રણ, ટાયર અને બ્રેકમાંથી નીકળતી ધૂળને પણ આવરી લેવાશે નવી દિલ્હી વાહનોમાંથી નીકળતા પ્રદૂષણને નિયંત્રિત કરવા અને હવાની ગુણવત્તામાં સુધારો લાવવાના હેતુથી કેન્દ્ર સરકાર ભારત સ્ટેજ-7 (BS-VII) ઉત્સર્જનના નવા માપદંડો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ નિયમો…

IITEમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન કાર્યક્રમ યોજાયો: 26 ભારતીય અને 2 આંતરરાષ્ટ્રીય પેટન્ટને સફળતા મળી

પદ્મશ્રી પ્રો. અનિલ ગુપ્તાએ સામાજિક પરિવર્તન અને માનવકલ્યાણને કેન્દ્રમાં રાખીને નવીનતા વિકસાવવા યુવાનોને પ્રેરિત કર્યા; 400થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સહભાગિતા ગાંધીનગર: ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થા (IITE), ગાંધીનગર અને ગુજરાત નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિકાસ સપ્તાહ-2026 અંતર્ગત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન કાર્યક્રમનું આયોજન 14 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડોક્ટરલ સ્ટડીઝ ઇનોવેશનના…

સરકારી હોસ્પિટલોમાં નેત્ર સારવારને મળશે આધુનિક ટેકનોલોજીનું બળ: 18 અદ્યતન ફેકો મશીનો મંજૂર

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય; અમદાવાદ, સુરત, ભાવનગર સહિત રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોને નવી સુવિધા મળશે, મોતિયાના ઓપરેશનમાં દર્દીઓને લાભ થશે અમદાવાદ રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં નેત્ર રોગોની આધુનિક સારવાર તથા મોતિયાના ઓપરેશન…

ઉત્તર ગુજરાતની બે GMERS હોસ્પિટલમાં MRI સુવિધાનું લોકાર્પણ, 14 સરકારી હોસ્પિટલોમાં મશીનો સ્થાપિત થશે

વડનગર અને ધારપુર-પાટણની હોસ્પિટલોમાં AI ટેકનોલોજીથી સજ્જ 1.5 ટેસ્લા MRI સિસ્ટમ શરૂ; દર્દીઓને સ્થાનિક સ્તરે સચોટ નિદાન અને સારવારમાં મળશે મદદ ગાંધીનગર ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ આધુનિક અને સુલભ બનાવવાના હેતુથી વડનગરની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા પાટણના ધારપુર ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અત્યાધુનિક MRI સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના…

એકતાનગરમાં રોશનીનો જાદુઈ મહોત્સવ: ‘એકતા પ્રકાશ પર્વ-2026’માં ભારતની સંસ્કૃતિ અને આધુનિક વિકાસની ઝાંખી

7.6 કિલોમીટરના વિસ્તારમાં 17 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધી પ્રકાશોત્સવનું આયોજન; ઇન્ડોરના ચાર પ્રાદેશિક ઝોન અને આઉટડોરના 11 મુખ્ય સેક્શન બનશે પ્રવાસીઓ માટે આકર્ષણ એકતાનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વારસો, રાષ્ટ્રીય ગૌરવ અને આધુનિક વિકાસને પ્રકાશની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા રજૂ કરતો ‘એકતા પ્રકાશ પર્વ-2026’ 17 ઓક્ટોબર, 2026થી 15 જાન્યુઆરી, 2027 સુધી યોજાશે….

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં પ્રવેશ, ‘જોયલેન્ડ’ ફ્લેવર્ડ મિલ્ક લોન્ચ

માત્ર ₹20માં સ્ટ્રોબેરી અને વનીલા ફ્લેવર્ડ મિલ્ક ઉપલબ્ધ; તમિલનાડુથી શરૂઆત બાદ તબક્કાવાર સમગ્ર ભારતમાં વિસ્તરણ કરવાની યોજના ચેન્નઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL)એ ‘જોયલેન્ડ’ (Joyland) ફ્લેવર્ડ મિલ્ક લોન્ચ કરીને રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં પ્રવેશ કર્યો છે. અસલ ડેરી સામગ્રીઓથી તૈયાર કરવામાં આવેલું આ પીણું સ્ટ્રોબેરી અને વનીલા જેવા સ્વાદમાં ઉપલબ્ધ છે….

રિલાયન્સ ફાઉન્ડેશન અને એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશનની લાંબાગાળાની ભાગીદારી

ભારતમાં 10 લાખ બાળકીઓ અને યુવતીઓને સશક્ત બનાવવાનું લક્ષ્ય, જીવન કૌશલ્યથી લઈને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા સુધીની તાલીમ અપાશે મુંબઈ / ન્યૂ યોર્ક ભારતમાં બાળકીઓ અને યુવતીઓને સશક્ત બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશને લાંબાગાળાની સહભાગિતાની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ સમગ્ર ભારતમાં 10 લાખ બાળકીઓ અને યુવતીઓને…

બેંગલુરુમાં ‘ઇન્ડિયન કોર્પોરેટ ઓલિમ્પિક્સ’ યોજાશે: 70થી વધુ કંપનીઓના 3,000થી વધુ કર્મચારીઓ લેશે ભાગ

સ્પોર્ટ્સસેન્ટ્રિકની અનોખી પહેલ: 14 રમતોમાં કર્મચારીઓને પ્રતિભા દર્શાવવાની તક, કંપનીઓ વચ્ચે મેડલ માટે સ્પર્ધા થશે બેંગલુરુ કાર્યસ્થળે કર્મચારીઓની તંદુરસ્તી, શારીરિક સક્રિયતા અને ટીમવર્કને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સસેન્ટ્રિક દ્વારા ‘ઇન્ડિયન કોર્પોરેટ ઓલિમ્પિક્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. બેંગલુરુના બેઝકેમ્પ બીસીયુ (Basecamp BCU) ખાતે 14થી 29 નવેમ્બર, 2026 દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં 70થી વધુ કંપનીઓના 3,000થી વધુ કર્મચારીઓ…

હીરામણિ સ્કૂલમાં ગરબા મહોત્સવની રંગેચંગે ઉજવણી

ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ થઈ ગરબાના તાલે ઝૂમ્યા; શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો અમદાવાદ: હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિ અને લોકકળાની રંગતને જીવંત બનાવી હતી. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં…

DRDO દ્વારા ESTIC-2026માં સેમિકન્ડક્ટર અને નેક્સ્ટ જનરેશન ચિપ્સ પર વિશેષ સત્ર યોજાશે

27થી 29 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા સંમેલનમાં સ્વદેશી ચિપ ટેક્નોલોજી, AI હાર્ડવેર અને સંરક્ષણ ક્ષેત્રમાં સેમિકન્ડક્ટરની ભૂમિકા પર થશે ચર્ચા; DRDOનાં અત્યાધુનિક સ્વદેશી સંશોધનોનું પણ પ્રદર્શન કરાશે અમદાવાદ/નવી દિલ્હી ભારતની વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવા તેમજ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને મજબૂત બનાવવા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા મહત્વપૂર્ણ પહેલ…

અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હી પબ્લિક સ્કૂલનો વી. આઈ. પટેલ સ્કૂલ સામે130 રનથી દમદાર વિજય

પહેલી ઇનિંગ્સમાં 115 અને બીજી ઇનિંગ્સમાં 199 રન બનાવી દિલ્હી પબ્લિક સ્કૂલે જીત મેળવી; પહલ વ્યાસની 7 વિકેટની શાનદાર બોલિંગ આકર્ષણનું કેન્દ્ર રહી અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ, અમદાવાદ દ્વારા આયોજિત એસ.એમ.ટી. કે. એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ અંડર-14 (મલ્ટિડે) રમતી ટીમ 2026-27ની સુપર નોકઆઉટ સ્પર્ધામાં દિલ્હી પબ્લિક સ્કૂલે શાનદાર પ્રદર્શન કરીને વી. આઈ. પટેલ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 13-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

નવરાત્રિ દરમિયાન રાજ્યભરમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન કાર્યરત રહેશે; 1,407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસમાં 328ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ, 5નાં લાયસન્સ સસ્પેન્ડ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રીદિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો…

“જીવનના કોઈ એક તબક્કે સપનાને વિરામ આપવો પડે, તો એનો અર્થ એ નથી કે સપનું પૂરું થઈ ગયું છે” – સોનલ દેસાઈ

લંડન ફેશન વીક સુધી પહોંચેલી ગુજરાતની દીકરીની પ્રેરણાદાયી સફર; FLAPPER6ના માધ્યમથી રબારી ભરતકામને વૈશ્વિક ઓળખ અપાવવાનો સંકલ્પ પરંપરાગત કળાનું સન્માન જાળવીને આધુનિક ફેશનની દુનિયામાં આગવી ઓળખ ઊભી કરવી એ જ મારી ડિઝાઇનની વિચારધારા છે – સોનલ દેસાઈ નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ ગુજરાતની પરંપરાગત હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ફેશનના મંચ સુધી પહોંચાડવાની સફર માત્ર સર્જનાત્મકતાની…

IITE ગાંધીનગર ખાતે ‘Gandhi Still Living in Us’ થીમ હેઠળ વિશેષ પ્રદર્શન યોજાયું

ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સર્જનાત્મક કૃતિઓ દ્વારા ગાંધીવિચારોને વાચા આપી; સહભાગીઓને પ્રશંસાપત્રો એનાયત કરાયા ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE), ગાંધીનગરના સેન્ટ્રલ લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ ડિવિઝન દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતીના પાવન અવસરે ‘Gandhi Still Living in Us’ થીમ હેઠળ તારીખ ૧ થી ૧૦ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન એક વિશેષ…

આણંદમાં નિર્માણ પામી રહેલી ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા

રાજ્યના છેવાડાના માનવી સુધી નિઃશુલ્ક અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા: બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરી લોકાર્પણ કરવા મંત્રીની સૂચના આણંદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ગ્રાન્ટ અને સહયોગથી આણંદ ખાતે નિર્માણ પામી રહેલી ૩૫૦ બેડ ક્ષમતા ધરાવતી અત્યાધુનિક સિવિલ હોસ્પિટલના બાંધકામની પ્રગતિની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્થળ મુલાકાત…

લંડનના નીસડન મંદિરમાં ‘અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા’નો શુભારંભ

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે ઉદ્ઘાટન: ડિજિટલ યુગમાં નવી પેઢીને ભારતીય જ્ઞાનપરંપરા અને સંસ્કૃત ભાષા સાથે જોડતી BAPS ની અનોખી પહેલ લંડન આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે નવી પેઢીનું ધ્યાન મોબાઇલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેક્નોલોજી તરફ સતત વધતું જાય છે, ત્યારે બ્રિટનની ધરતી પર બાળકો અને યુવાનોને પ્રાચીન તેમજ સમૃદ્ધ સંસ્કૃત ભાષાના…

લંડન ફેશન વીકમાં ગુજરાતની માલધારી દીકરી સોનલ દેસાઈની કારીગરીનો ડંકો

રબારી ભરતકામ અને પરંપરાગત હસ્તકલાથી તૈયાર થયેલાં 25 જેટલાં ડિઝાઇનર વસ્ત્રોનું ‘BECOMING’ કલેક્શન વૈશ્વિક મંચ પર રજૂ થયું “મને મળેલી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હું મારા સમગ્ર સમાજને અર્પણ કરું છું” – સોનલ દેસાઈ અમદાવાદ ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, માલધારી સમાજની પરંપરાગત હસ્તકલા અને રબારી ભરતકામને આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં નવી ઓળખ અપાવતી ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ગાંધીનગર જિલ્લાના…

અમદાવાદની GGIS સ્કૂલની રાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધામાં શાનદાર સિદ્ધિ: અંડર-14 ગર્લ્સ ટીમ ચેમ્પિયન

અંડર-17 ગર્લ્સ ટીમે મેળવ્યો રનર્સ-અપનો ખિતાબ, અંડર-17 બોયઝ ટીમ ત્રીજા સ્થાને; રાઘવી જજૂને ‘બેસ્ટ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’નો એવોર્ડ અમદાવાદ: ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (GGIS), અમદાવાદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે. ઇન્ડિયન સ્પોર્ટ્સ સ્કૂલ ઓર્ગેનાઇઝેશન (ISSO) દ્વારા આયોજિત રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટમાં GGISની વિવિધ ટીમોએ શાનદાર દેખાવ કરીને…

ધ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા મહિલાઓ માટે ભવ્ય ‘ગરબા મહોત્સવ’નું આયોજન

ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે પરંપરાગત ગરબા રમવા મહિલાઓ ઉત્સાહભેર ઉમટી પડી; સાંસ્કૃતિક વિરાસત અને એકતાનો સંદેશ આપ્યો અમદાવાદ: ધ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A.), ખાનપુર, અમદાવાદ દ્વારા તાજેતરમાં ૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાઇફલ ક્લબ પરિસરમાં મહિલાઓ માટે એક વિશેષ ‘લેડીઝ ગરબા પ્રોગ્રામ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનનો મુખ્ય હેતુ…

રિલાયન્સ ફાઉન્ડેશન દૃષ્ટિ બ્રેઇલ અખબાર હવે સાપ્તાહિક બનશે, દિવ્યાંગજનો સુધી સમાચાર પહોંચાડવાની પહેલને વેગ

હિન્દી અને મરાઠીમાં પ્રકાશિત થતા બ્રેઇલ અખબારોની આવૃત્તિમાં વધારો; દૃષ્ટિ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધી બે લાખથી વધુ લોકોને વિવિધ સેવાઓનો લાભ મુંબઈ દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો સુધી સમાચાર, વર્તમાન પ્રવાહો અને માહિતી વધુ સરળતાથી પહોંચે તે દિશામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ‘દૃષ્ટિ’ કાર્યક્રમ હેઠળ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ…