ધ્યેયને હરાવીને હિમાંશ દહિયા ચેમ્પિયનઅમદાવાદના હિમાંશે સ્ટેટ ટીટીમાં અંડર-17 બોયઝ ટાઇટલ જીત્યું

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં અમદાવાદના હિમાંશ દહિયાએ શનિવારે અંડર-17 બોયઝ ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે બીજા ક્રમના ધ્યેય જાનીને હરાવીને વર્તમાન સિઝનનું પોતાનું બીજું ટાઇટલ જીત્યું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા (ટીટીએબી)ના ઉપક્રમે અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ત્રીજીથી છઠ્ઠી…

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં વેદ, વંશ અને યાજત મેઇન ડ્રોમાં

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023નો અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ગુરુવારે યાદગાર પ્રારંભ થયો હતો કેમ કે કેટલાક સ્થાનિક ખેલાડીઓએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું. પ્રથમ દિવસે યોજાયેલા ક્વલિફાઈંગ રાઉન્ડમાં વેદ પંચાલ, વંશ મોદી અને યાજત રાવલે અંડર-17 અને અંડર-15 કેટેગરીમાં મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ…

બરોડામાં મેન્સ કેટેગરીમાં રોમાંચક મુકાબલો જામશે

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, વડોદરા ખાતે પ્રારંભ થશે ત્યારે સૌની નજર ટેબલ પર જ રહેશે અને આ ટુર્નામેન્ટ બ્લોકબસ્ટર બની રહે તેની ખાતરી છે. મેન્સ અને વિમેન્સ વિભાગમાં જે રીતે સ્પર્ધા થનારી છે અને જેટલી સંખ્યામાં ઇવેન્ટ માટે એન્ટ્રી મળી છે તે જોતાં કોઈ બોક્સ ઓફિસ…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગીચેમ્પિયનશિપ-2023

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના નેજા હેઠળ ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન 5.8.2023 અને 6.8.2023ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 5.8.2023 ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 100 થી વધુ ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા રાખવામાં આવશે. દરેક કેટેગરીમાં…

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા “આંતરરાષ્ટ્રીય ચેસ ડે” (20મી જુલાઈ)ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત “આંતરરાષ્ટ્રીય ચેસ ડે” (20મી જુલાઈ) નિમિત્તે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટીના સહયોગથી 4 થી 18 વર્ષના બાળકો માટે ઓનલાઈન ફ્રી કોચિંગ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ખેલાડીઓ નીચેની લિંક પર ક્લિક કરીને 15મી ઓગસ્ટ, 2023 સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. https://web.cugujarat.ac.in/Tournament ગુજરાતના જાણીતા ચેસ કોચ દ્વારા 16મી…

અક્ષિતે મેન્સ ટાઇટલ જીત્યું, ઓઇશિકાએ બે ટાઇટલ જીત્યાં

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં અમદાવાદના અક્ષિત સાવલાએ અત્યંત રોમાંચક બનેલી ફાઇનલમાં મોખરાના ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈને 4-3થી હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો…

ગુલમહોર ગ્રીન્સ મલ્ટીસિટી ગુજરાત સ્ટેટ ઓપનરેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2023

8 જિલ્લાઓને આવરી લેતી ગત વર્ષની મલ્ટીસિટી સ્ટેટ ટુર્નામેન્ટની શાનદાર સફળતા બાદ, ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિએશન આ વર્ષે રાજ્યના 6 મુખ્ય શહેરોને આવરી લેતી બિલિયર્ડ્સ અને સ્નૂકર સ્ટેટ ચેમ્પિયનશિપ શરૂ કરવા માટે તૈયાર છે. ગયા વર્ષે ભારતમાં પ્રથમ વખત બિલિયર્ડ્સ અને સ્નૂકર માટે મલ્ટીસિટી સ્ટેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો હેતુ સ્થાનિક ખેલાડીઓને તેમના…

માલવની નજર સિઝનના સતત ત્રીજા ટાઇટલ પર

અભિલાક્ષે મોટા અપસેટ સર્જ્યા ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આયોજિત અને એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ભાવનગર ખાતે ચાલી રહેલી માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023 ના બીજા દિવસે ટોચ ક્રમાંકિત અને અમદાવાદના માલવ પંચાલએ સબ જુનિયર બોયઝ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઈનલમાં પહોંચતા પહેલા સેમી ફાઈનલમાં માલવે પાંચમાં ક્રમાંકિત અને સુરતના સમર્થ શેખાવતને 3-1 (6-11, 11-8, 11-4, 11-4) થી હરાવ્યો હતો. જો કે આજ નો દિવસ સાતમાં ક્રમાંકિત અને અમદાવાદના અભિલાક્ષ પટેલનો રહ્યો હતો. કારણ કે આજે તેણે સેમિફાઇનલમાં સુરતના ત્રીજા ક્રમાંકિત પવન કુમારને 3-0…

ભાવનગરના સુજલ, પૂજન, મહિરાજ અને નીરજ બોયઝ અંડર-19ના મેઇન ડ્રોમાં

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ભાવનગર ખાતે આયોજિત માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં ગુરુવારે સ્થાનિક ખેલાડી અને દસમો ક્રમાંક ધરાવતા સુજલ કુકડિયાએ શાનદાર પ્રદર્શન કરીને બોયઝ અંડર-19ના મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો. આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ…

ભાવનગર ટીટી ટુર્નામેન્ટમાં બુરહાનુદ્દીન, મૌબિની મોખરાના ક્રમાંકિત

ઘરઆંગણે જયસ્વાલ પરિવાર શક્તિશાળી પ્રદર્શન કરવા આતુર ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે 13થી 16મી જુલાઈ દરમિયાન ભાવનગરના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાનારી માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતના બુરહાનુદ્દીન માલુભાઈ મેન્સ અને અંડર-19માં મોખરાના ક્રમાંકિત તરીકે રમશે. આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો…

જીત અને શાઇની વર્લ્ડ બધિર ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગાંધીધામ ચીની તાઇપેઈ ખાતે આઠમી જુલાઈથી 20મી જુલાઈ દરમિયાન યોજાનારી પ્રથમ વર્લ્ડ બધિર યૂથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ તથા ચોથી વર્લ્ડ બધિર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના બે ખેલાડી જીત પંડ્યા અને શાઇની ગોમ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમની ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદની ઉમંગ બધિર શિક્ષણ સંકુલનો સાતમા ધોરણનો વિદ્યાર્થી વર્ષીય જીત…

44 વર્ષીય જિજ્ઞેશે બીજા ક્રમના ખેલાડીને હરાવીને મેન્સ ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો

બિનક્રમંકિત હ્રિદાને મોખરાના ક્રમના સુજલને હરાવ્યો, અંડર-15ની ફાઇનલમાં પ્રવેશ ગાંધીધામ ઇડિયન ઓઇલ ત્રીજી ગુજરાત સ્ટેટ  રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં શનિવારનો દિવસ અપસેટથી ભરેલો રહ્યો હતો જેમાં 44 વર્ષના જિજ્ઞેશ જયસ્વાલ (ભાવનગર) આકર્ષણનુ કેન્દ્ર રહ્યા હતા કેમ કે આ પીઢ ખેલાડીએ બીજા ક્રમના સોહમ ભટ્ટાચાર્યને 3-2થી હરાવીને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો….

હરમિત અને માનવ વર્લ્ડ ટેબલ ટેનિસ કન્ટેન્ડર લાગોસ, નાઈજીરિયાની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં

ગાંધીધામ સુરતના સ્ટાર પેડલર હરમિત દેસાઈ અને માનવ ઠક્કરે દેશનું નામ રોશન કરતા શુક્રવારે ડબ્લ્યૂટીટી કન્ટેન્ડર લાગોસ, નાઈજીરિયા 2023ની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું.વર્લ્ડ નંબર-134 હરમિતે વર્લ્ડ નંબર-73 સ્લોવાકિયાના લુબોમીર પિસ્તેજને 3-1થી હરાવી અપસેટ સર્જ્યો. હરમિતે લુબોમીરને 11-5, 13-15, 11-7, 11-6થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.વર્લ્ડ નંબર-122 માનવે પણ પોતાનું જાદૂ દેખાડતા પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન…

12 વર્ષના ગાળા બાદ ભરૂચમાં ટેબલ ટેનિસનું પુનરાગમન, રાધાપ્રિયા અને ચિત્રાક્ષ ફેવરિટ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ 15થી 18મી જૂન દરમિયાન ભરૂચમાં જીએનએફસી બીજી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે જેમાં સિઝનની પ્રારંભિક ટુર્નામેન્ટના મેન્સ અને વિમેન્સમાં વિજેતા ચિત્રાક્ષ ભટ્ટ અને રાધાપ્રિયા ગોએલ ફેવરિટ રહેશે. ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે યોજાનારી આ ટુર્નામેન્ટને એસ એન્ડ આર ક્લબ જીએનએફસીનો સહકાર મળેલો છે. આ…

હૈદરાબાદ નેશનલ રેન્કિંગ જીતીને માનવે સિઝનનો શાનદાર પ્રારંભ કર્યો

ગાંધીધામ સુરતના માનવ ઠક્કરે તેલંગણાના હૈદરાબાદ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023 જીતીને વર્તમાન સિઝનનો શાનદાર પ્રારંભ કર્યો હતો. શુક્રવારે ફાઇનલમાં તેણે એફ આર સ્નેહિતને 4-2 (5-11,13-11, 8-11,11-3,11-4,12-10)થી હરાવ્યો હતો. તે એક ગેમથી પાછળ હતો પરંતુ ત્યાંથી તેણે વળતો પ્રહાર કર્યો હતો. આ ટુર્નામેન્ટ ટેબલ ટેનિસ ફેડરેશનના નેજા હેઠળ તેલંગણા સ્ટેટ ટેબલ…

ગુજરાત માટે પદાર્પણ કરનારા રાધાપ્રિયાએ વિમેન્સ, ચિત્રાક્ષ ભટ્ટે મેન્સ ટાઇટલ જીત્યાં

રાજકોટ, ભારતની 19મા ક્રમની ખેલાડી અને તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલી રાધાપ્રિયા ગોએલે અપેક્ષા મુજબનું જ પ્રદર્શન કરીને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે ભાવનગરની નામના જયસ્વાલને 4-1થી હરાવી હતી. જ્યારે ચિત્રાક્ષ ભટ્ટે મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ…

FIRST TIME IN THE HISTORY OF INDIAN CHESS GUJARAT STATE CHESS ASSOCIATION SIGNS MoU WITH CHILDREN’S UNIVERSITY

GANDHINAGAR Chess, a game which developes player’s perspective, improves memory, deepens focus, elevates creativity, boots planning skills. It also increases selfawareness and protects against dementia. Considering these facts in mind, first time in the history of Indian Chess, Gujarat State Chess Association and Children’s University, Gandhinagar signed Memorandum of Understanding for betterment of Chess game…

મોખરાના ક્રમની મૌબિનીને હરાવીને જિયાએ અંડર-15 ટાઇટલ જીત્યું

આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા પ્રાયોજિત છે અને તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સહકાર સાંપડેલો છે રાજકોટ પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની જિયા ત્રિવેદીએ ગુરુવારે શાનદાર પ્રદર્શન કરીને મોખરાના ક્રમની તેના જ શહેરની મૌબિની ચેટરજીને હરાવીને સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ…

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ 31 મે 2023ગર્લ્સ ફૂટસાલમાં એ.આર.એ.ફૂટબોલ ક્લબે શાર્પશૂટર ફૂટબોલ ક્લબને ચાર વિરુદ્ધ ત્રણ ગોલથી હરાવી ચેમ્પિયન ટ્રોફી મેળવી

પુરૂષ વર્ગમાં બરોડા ફૂટબોલ એકેડેમી અને એ.આર.એ.ફૂટબોલ ક્લબ વચ્ચેની ફાઇનલમાં બરોડા ફૂટબોલ એકેડેમી ત્રણ વિરુદ્ધ બે ગોલથી વિજેતાઃ ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાના હસ્તે ટ્રોફી અને મેડલ વિતરણ થયું વડોદરાઃઅત્રે વડોદરાના આંગણે ભવ્ય સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ચેમ્પિયનશીપમની બે ફાઇનલ મેચો 31 મે બુધવારે રમાઇ જતાં 24 મેથી શરૂ થયેલી આ…

બોયઝ અંડર-15 ટાઇટલ માટે આર્ય અને સુજલ વચ્ચે મુકાબલો

અમદાવાદના આર્ય કટારિયાએ સુરતના યથાર્થ કેડિયાને સીધી ગેમમાં હરાવ્યો રાજકોટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બુધવારે મોખરાના ક્રમના સુજલ કૂકડિયા (ભાવનગર)એ ચોથા ક્રમના સમર્થ શેખાવતને હરાવીને સબ જુનિયર બોયઝ (અંડર15)ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં તેનો મુકાબલો સાતમા ક્રમના આર્ય કટારિયા સામે થશે. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ…