હીરામણિ પ્રાથમિક શાળામાં ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ માટી, ક્લે, પાંદડાંનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની વિવિધ મૂર્તિઓ બનાવી હતી, અને તેની સાથે-સાથે આસ્થા ભી સરંક્ષણ ભી ના સૂત્ર સાથે પર્યાવરણ બચાવવાનો સમાજને સંદેશો પાઠવ્યો હતો.

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ GLS દ્વારા યોજાયેલી યંગ તરંગ ૨૦૨૫સ્પર્ધામાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું

આજરોજGLS (ફેકલ્ટી ઓફ કોમર્સ) દ્વારા યોજાયેલ યંગ તરંગ ૨૦૨૫ સ્પર્ધામાં હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ના વિધાર્થીઓએ એડોમેનિયા સ્પર્ધા ( પ્રોડક્ટ એડવર્ટિઝ ની મૌલિક રજૂઆત) માં ભાગ લઈ ને પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું છે. જે બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન,અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ ભાગ્યેશ જોષી તથા કો ઓર્ડીનેટર્…

બરડા અભયારણ્યમાં વાઈલ્ડલાઈફ વિવિધતા સમૃદ્ધ બનાવવા વાનતારા – ગુજરાત વન વિભાગે હાથ મિલાવ્યા

પોરબંદર (ગુજરાત) બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે. આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઇકોલોજીકલ યોગ્યતા અને સહાયક…

સત્યઆર્ટગેલેરીમાં વિવેક દેસાઈનાં ફોટોગ્રાફીનું એક્ઝીબિશન – ‘લંબી કહાનિયાં’

એક્ઝીબિશન તા. 1 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે અમદાવાદ માનવીની દૈનિક જીવનશૈલીને સહજતાથી દર્શાવતા વિવેક દેસાઈનાં ફોટોગ્રાફી એક્ઝિબિશન- ‘લંબી કહાનીયાં’નો સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટમાં આરંભ થયો છે. આ પ્રદર્શનમાં કુલ ૫૦ ફોટોગ્રાફસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશન તા.1 સપ્ટેમ્બર, 2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન ખુલ્લું રહેશે. ‘લંબી કહાનીયાં’ ફોટોગ્રાફી…

બી.એ.પી.એસ. અક્ષરફાર્મ આણંદમાં ભારતનો ૭૯મો સ્વતંત્રતા દિવસ મનાવાયો

અમદાવાદ તા.૧૫ ઓગષ્ટ, ૨૦૨૫ બી.એ.પી.એસ. અક્ષરફાર્મ આણંદમાં ભારતનો ૭૯મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં, ચરોતર પ્રદેશ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રના આ આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર અક્ષરફાર્મ પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે…

હીરામણિ સ્કૂલકેમ્પસમાં 79 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન

અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણિ સ્કૂલ કેમ્પસમાં તારીખ 15 ઓગસ્ટ 2025 ના રોજ 79 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારૂલ યુનિવર્સિટીનાં ઉપપ્રમુખ પારૂલ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું .મુખ્યમહેમાન પારુલ પટેલે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે અહિંસા, પ્રેમ, કરુણા અને ભાઈચારાના…

ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂરનાં શૌર્ય અને પરાક્રમને બિરદાવવા ઓપરેશન સિંદૂર સ્વાભિમાન યાત્રાનું યોજાઈ

ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂરનાં શૌર્ય અને પરાક્રમને બિરદાવતા શ્રી હાર્દિકસિંહ ડોડીયા અને તેમની ટીમ દ્વારા તા. ૧૬ ઓગસ્ટ થી ૨૯ ઓગસ્ટ સુધી નડાબેટ થી દાંડી સુધી “ઓપરેશન સિંદૂર સ્વાભિમાન યાત્રા”નું  આયોજન કરવામાં આવ્યું છે.જેની ફ્લેગ ઓફ સેરેમની તા. ૧૫ ઓગસ્ટ ના રોજ રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ…

વનતારા દ્વારા કન્ઝર્વેશન મેડિસિન પર વિશેષ પશુચિકિત્સા તાલીમનું આયોજન

દેશભરમાંથી 54 પશુચિકિત્સકો વન્યજીવ આરોગ્ય અને સંરક્ષણને સુદીર્ઘ બનાવવા માટે તાલીમમાં જોડાયા જામનગર (ગુજરાત)  અનંત અંબાણી દ્વારા સ્થાપિત ભારતની અગ્રણી વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ એન્ડ કન્ઝર્વેશનની પહેલ ‘વનતારા’ દ્વારા આજે ગુજરાતના જામનગરમાં આવેલી પોતાની અત્યાધુનિક ફેસિલિટી ખાતે ‘ઇન્ટ્રોડક્શન ટુ કન્ઝર્વેશન મેડિસિન’ વિષય પર એક વિશેષ પશુચિકિત્સા તાલીમ અભ્યાસક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્દઘાટન સમારંભમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી, આઇએફએસ ડો. વી. ક્લેમેન્ટ બેન; ઉત્તરાખંડ સરકારના પૂર્વ પીસીસીએફ અને સીડબ્લ્યુએલડબ્લ્યુ દિગ્વિજયસિંહ ખાટી; વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ વરિષ્ઠ પ્રોફેસર અને વડા ડો. પ્રદીપ કે. મલિક; અને જીઝેડઆરઆરસીના ડાયરેક્ટર ડો. બ્રિજકિશોર ગુપ્તા સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોએ…

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગાંધીનગર ખાતે NEP-2020ની 5મી વર્ષગાંઠની ઉજવણીરૂપે ‘શિક્ષણ સપ્તાહ’ સંપન્ન

ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE)ના સેન્ટર ઓફ એજ્યુકેશન દ્વારા નવી શિક્ષણ નીતિ (NEP-2020)ના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 જુલાઈથી 2 ઓગસ્ટ, 2025 દરમિયાન એક સપ્તાહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય NEP-2020 દ્વારા શિક્ષણ ક્ષેત્રે થયેલા સુધારાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો અને ભવિષ્યની દિશા પર પ્રકાશ પાડવાનો હતો. આ…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં અભિનય કલા દ્વારા જાહેરખબરોની રજૂઆત કરવાની સ્પર્ધા યોજાઈ

       હીરામણી સેકન્ડરી સ્કુલ ઇંગ્લીશ મીડીયમ માં  ધોરણ 8 થી 12  મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અભિનય કલાનો વિકાસ થાય તે આશયથી  ક્રિએટિવ જાહેરખબરોની અભિનય કલા ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.  વિદ્યાર્થીઓએ ગ્રુપમાં એક ચોક્કસ સમય મર્યાદામાં કોઈપણ વસ્તુની જાહેર ખબર સ્ટેજ ઉપર રજૂ કરવાની હતી, જેમાં અભિનય, ડાયલોગ, કલાત્મક વેશભૂષા દ્વારા વિદ્યાર્થીઓએ સ્ટેજ ઉપર ક્રિએટિવ…

નરહરિ અમીનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સહપરિવાર શુભેચ્છા મુલાકાત

       નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા)એ આરરોજ સંસદના ચાલુ સત્ર દરમિયાન સંસદ પરિસરમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે સહપરિવાર શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નીતાબેન અમીન, વરૂણ અમીન, વિજૂલ અમીન, વિવાંશ અમીન, જિગ્નેશભાઈ પટેલ, પીનાબેન પટેલ અને સાનવી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

હીરામણિ પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવાની સ્પર્ધા યોજાઈ

       હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.1 થી 7 નાં બાળકો દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવાની સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓએ ટીલડી, મોતી, આભલાં, પિસ્તાંનાં ફોતરાં, કાર્ડપેપર, મોરપીંછ, કોડી, દોરો, રુ જેવી વિવિધ વસ્તુઓમાંથી સુંદર રાખડીઓ બનાવી હતી. ઘણા વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદુરને લગતી રાષ્ટ્રધ્વજના રંગની કલાત્મક રાખડીઓ બનાવી હતી.

હીરામણિ સ્કૂલમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

       હીરામણિ સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ) માં ધોરણ:- 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિશે જાગૃતિ આવે, તે માટે અમદાવાદ ગ્રામ્યની ડિસ્ટ્રિક્ટ સર્વિસીસ ઓથોરિટી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સંયુક્ત ઉપક્રમે 01 ઓગસ્ટ 2025 ના રોજ હિરામણિ સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી સર્વિસના ફુલ ટાઈમ સેક્રેટરી…

હીરામણિ પ્રાથમિક શાળામાં છાત્રોએ પદાર્થોની ઓળખ સ્વંય પ્રાયોગિક કાર્ય કરીને મળેવી

       હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.6 ના વિદ્યાર્થીઓએ પદાર્થોના ગુણધર્મોની માહિતી અને સમજ સ્વયં પ્રાયોગિક કાર્ય કરીને મેળવી હતી.

પુષ્પ આર્કેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રખિયાલમાં એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ

પુષ્પ આર્કેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રખિયાલમાં એક પેડ મા કે નામ અંતર્ગત ચેરમેન જતીન શાહ, સેક્રેટરી ચિરાગ સંઘવી તથા કમિટી મેમ્બર દ્વારા વૃક્ષારોપણ તથા ફ્રી મેડિકલ ચેકઅપ (દવાઓ સાથે)નું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રેરક શાહ (ભાજપ શહેર પ્રમુખ) ધારાસભ્ય દિનેશ કુશવાહ, હિતેશ પટેલ (પોચી) તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હીરામણિ શાળામાં ICAI દ્વારા Committee on career counsellingનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના ધો. 10 થી 12 ના વિદ્યાર્થીઓ આવનારા સમયમાં પોતાની કારકિર્દીને સમજદારીપૂર્વક ઉત્તમ રીતે કંડારી શકે તે માટે The Institute of Chartered Accounts of India  દ્વારા Committee on career counselling નું આયોજન કરવામાં આવ્યુ હતું. સુરેશ શાહ દ્વારા સી.એ.ના અભ્યાસક્રમનું સંપૂર્ણ અને સુચારું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગિરની સિંહ જોડી જય અને વીરુ ભલે વિખૂટી પડી પરંતુ તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે

જૂનાગઢ એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરીણામ મેળવી શક્યા નહીં. અત્યંત…

હીરામણિ પ્રાથમિક શાળામાં છત્રી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણીપ્રાથમિક શાળા(ગુજરાતી માધ્યમ)માં છત્રી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.  છત્રી સુશોભન કરવા માટે ચિત્ર શૈલીના ભાતીગળ ફોર્મ, અલ્પના આકરો, વર્લી કલા , મંડાલા ડિઝાઇન, પેપર કટીંગ તેમજ નકામી વસ્તુઓનો કલાત્મક ઉપયોગ કરી સુંદર છત્રી સુશોભન વિદ્યાર્થીઓએ કર્યું હતું. ભાગ લેનાર અને ઈનામ પ્રાપ્ત વિદ્યાર્થીઓને શાળાના આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા.

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ભાર વિનાનું ભણતર વિષય અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી

       હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ગુજરાત સરકાર દ્વ્રારા દર અઠવાડિકના શનિવારે ‘દફતર વગરનો દિવસ’ જાહેર કરવામાં આવ્યો એ અંતર્ગત વિવિધ રસપૂર્વક પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૭ના બાળકો એ ઉત્સાહભેર ભાગ લઇને વિવિધ-વિવિધ પ્રવૃત્તિ કરી જેવીકે બીજમાંથી છોડ અકુંરિત, આગ વગર ભોજન, પ્રાણીઓનું વર્ગિકરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરી.