કોરોનાના નવા વેરિયન્ટ જેએન-1ના કેસની સંખ્યા 109, ગુજરાતમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાંથી 36, કર્ણાટકમાંથી 34, ગોવામાંથી 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાન અને તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી બે કેસ મળી આવ્યા નવી દિલ્હીદેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે અને ખાસ કરીને તેના નવા સબ વેરિઅન્ટ જેએન.1નો ખતરો સતત વધી રહ્યો છે. જેએન.1નું સંક્રમણ દેશના સાત રાજ્યોમાં ફેલાયું છે અને સંક્રમિત લોકોની સંખ્યા પણ…

ફ્રાન્સમાં અટકાવેલું 276 મુસાફરો સાથેનું વિમાન મુંબઈ પહોંચ્યું

ટેકઓફ કર્યું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા, જોકે, બે સગીર સહિત 25 લોકોએ આશ્રય માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી નવી દિલ્હીમાનવ તસ્કરીની આશંકા હેઠળ ફ્રાન્સમાં ચાર દિવસથી અટકાવેલું વિમાન 276 મુસાફરો સાથે મુંબઈ આવી પહોંચ્યું છે. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે 276 મુસાફરોને લઈને આ વિમાન મંગળવારે વહેલી સવારે…

હિંદુ ધર્મ ધર્મ નહીં, એક દગો છેઃ સ્વામી પ્રસાદ મૌર્ય

નવી દિલ્હીના જંતર મંતર પર મિશન જય ભીમના બેનર હેઠળ રાષ્ટ્રીય બૌદ્ધ અને બહુજન અધિકાર સંમેલનમાં આપેલા નિવેદનથી વિવાદ નવી દિલ્હીસમાજવાદી પાર્ટી (સપા) નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર એવું ઝેરી નિવેદન આપ્યું છે જેને હિન્દુ સમાજ કદાચ ક્યારેય સ્વીકારી નહીં શકે. ખરેખર તો સ્વામી પ્રસાદ મૌર્યએ હિન્દુ ધર્મને લઈને ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું…

આતંકીઓ સામે લડતા જમ્મુ-કાશ્મીરમાં 31 જવાનો શહીદ થયા

જમ્મુના પુંચ અને રાજૌરીમાં થયેલા એન્કાઉન્ટરમાં આ વર્ષે 21 જવાન શહીદ થયા, કુપવાડામાં ઓપરેશન દરમિયાન એક જેસીઓ અને બે જવાનોનું ઊંડી ખીણમાં પડી જતા મોત નવી દિલ્હીજમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકીઓ સામે લડતા લડતા ભારતીય સૈન્યના 31 જવાનોએ શહીદી વહોરી હતી. તેમાંથી ત્રણ જવાન પેટ્રોલિંગ મિશન દરમિયાન શહીદ થયા છે જ્યારે જમ્મુ કાશ્મીરના અલગ અલગ…

હવામાનની માહિતી આપતી એપ્સ જાસૂસી કરે છે

2017, 2018 અને 2019માં વેધર એપ્સમાંથી લાખો યુઝર્સના ડેટા લીક થયા હતા, જેના કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો નવી દિલ્હીતમે અવારનવાર આવા સમાચાર સાંભળ્યા હશે કે કોઈ વેબસાઈટ અથવા એપનો ડેટા લીક થઈ ગયો છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે પ્રાઈવસી સૌથી મોટો પડકાર છે. ડેટાએ કોઈપણ વેબસાઈટ કે એપનો પર્સનલ ડેટા નથી પરંતુ…

ભારતીય રેલવેનો કલાર્ક આતંકવાદી નિકળ્યો, સઘન તપાસ જારી

એનઆઈએને જાણવા મળ્યું કે, સામાન્ય સ્રોતમાંથી તેમના ખાતામાં નિયમિતપણે ભંડોળ સ્થાનાંતરિત કરવામાં આવતું હતું નવી દિલ્હી9મી ડિસેમ્બરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા 44 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ તપાસ એજન્સીએ આઈએસઆઈએસના 15 આતંકીઓની ધરપકડ કરી હતી. મોડ્યુલની વધુ તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું કે એક…

બાગેશ્વર ધામ પીઠ ક્રિસમસ અને સાન્તાક્લોઝની ઉજવણીનો ખુલ્લેઆમ વિરોધ કરશે

આ પશ્ચિમી સંસ્કૃતિ છે, જે ભારતીય અને સનાતની પરંપરાઓ અને સંસ્કૃતિ સાથે સુસંગત નથીઃ ધીરેન્દ્ર શાસ્ત્રી નવી દિલ્હીબાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા જાહેરાત કરી હતી કે બાગેશ્વર ધામ પીઠ ક્રિસમસ અને સાન્તાક્લોઝની ઉજવણીનો ખુલ્લેઆમ વિરોધ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પશ્ચિમી સંસ્કૃતિ છે, જે ભારતીય અને સનાતની પરંપરાઓ…

અલ્ટ ન્યૂઝ અને એચટીને કોર્ટમાં ઢસડી જવા બિટ્ટુ બજરંગીનો નિર્ધાર

13મી ડિસેમ્બરે બિટ્ટુ બજરંગીના ભાઈ મહેશના જીવન પર એક પ્રયાસ કરવામાં આવ્યો હતો., જેમાં તે 60 ટકા દાઝી ગયો હતો નવી દિલ્હીરવિવારે (24 ડિસેમ્બર) ગૌ રક્ષા બજરંગ દળના પ્રમુખ બિટ્ટુ બજરંગીએ એક વીડિયો જાહેર કરીને અલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈર અને હિન્દુસ્તાન ટાઇમ્સ (એચટી) પર પોતાના ભાઈ વિરુદ્ધ નકલી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.એચટીએ એક…

ભારતે વર્ષમાં 3000 કરોડથી વધુના શસ્ત્રોની નિકાસ કરી

દેશમાં એક લાખ કરોડ રૂપિયાના સુરક્ષા સરંજામનું ઉત્પાદન થયું નવી દિલ્હીભારતીય સુરક્ષા મંત્રાલય જણાવ્યું હતું કે આ વર્ષે ગત વર્ષે સરખામણીમાં 3000 કરોડ રૂપિયાથી પણ વધુના શસ્ત્ર સરંજામની નિકાસ થઈ છે. આ સાથે જ દેશમાં એક લાખ કરોડ રૂપિયાના સુરક્ષા સરંજામનું ઉત્પાદન થયું છે. આ વર્ષે સમગ્ર દુનિયામાંથી એલસીએ તેજસ, હળવા લડાકુ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયર…

રાહુલ કે પ્રિયંકા ગાંધીમાંથી એક વડાપ્રધાન બનશેઃ સંજય રાઉત

અમારી લડાઈ સરમુખત્યારશાહી સામે છે. અમારી પાસે પીએમ પદ માટે ઘણા ઉમેદવારો છેઃ ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતાનો દાવો મુંબઈમહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના નેતા સંજય રાઉત અવારનવાર પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. તેમણે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ઈન્ડિયાગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે તેના…

ફ્રાન્સથી પરત ફરેલા મુસાફરોની સીઆઈએસએફ દ્વારા પુછપરછ કરાઈ

તો ઘણા લોકો મીડિયાના સવાલોનો જવાબ આપવાથી બચવાનો પ્રયાસ કરી ભાગતા જોવા મળ્યા, મોટાભાગના લોકો ગુજરાત પંજાબ અને દક્ષિણ ભારતના મુંબઈમાનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સ 4 દિવસથી અટકાવાયેલી ફ્લાઈટ આજે સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચી છે. મીડિયા અહેવાલો મુજબ સવારે લગભગ 4.30 કલાકે 276 લોકો ફ્લાઈટમાં પરત આવ્યા છે. એરપોર્ટ પહોંચતા જ સીઆઈએસએફએ તેમની પૂછપરછ કરી…

વારણસી,મથુરા-વૃંદાવનમાં મંદિરની પાસે ઊંચી ઈમારતો નહીં બાંધી શકાય

યોગી આદિત્યનાથે ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ જીઆઈએસ આધારિત મહાયોજના-2031ની સમીક્ષા કરી વારાણસી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ગોરખપુર, વારાણસી, મથુરા-વૃંદાવનના આયોજિત વિકાસ માટે સંબંધિત ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ જીઆઈએસ આધારિત મહાયોજના-2031ની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. આ…

વાતચીતથી સમસ્યા નહીં ઉકેલાય તો સ્થિતિ ગાઝા-પેલેસ્ટાઈન જેવી થશેઃ ફારુક

આજે એટલી નફરત વધી ગઈ છે કે મુસ્લિમ અને હિન્દુને લાગે છે કે તેઓ એકબીજાના શત્રુ છેઃ ફારૂક અબ્દુલ્લાહ જમ્મુજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેને લઈને સૈન્યની કાર્યવાહી પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવશે, નહીંતર આપણી સ્થિતિ પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થઈ જશે.તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં…

દેશના છ રાજ્યોમાં કરોનાના નવા વેરિયન્ટનો પગપેસરો, ત્રણનાં મોત

જેએન.1ના કેસમાં ઊછાળો, ગોવા-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં 69 દર્દી, કર્ણાટકમાં 34, મહારાષ્ટ્રમાં 9, ગોવમાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4, તેલંગણામાં 2 કેસ નવી દિલ્હીદેશમાં એકતરફ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે, તો બીજીતરફ કોરોના વાયરસના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.1નો પગપેસારો થઈ ગયો છે, જેના…

પ.યુપીના 62 ગામોમાં ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ કોંગ્રેસ – ટીએમસીના પ્રવેશ પર પ્રતિબંધ

બાગપતના ફૈઝપુર નિનાના ગામમાં આ પંચાયતની બેઠક બોલાવવામાં આવી હતી, જ્યાં સમુદાયના આગેવાનો અને રહેવાસીઓએ આ ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી ફૈઝપુરઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અપમાન કરવા બદલ સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસ અને ટીએમસીના નેતાઓને પશ્ચિમ યુપીના 62 ગામોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જે નોંધપાત્ર ધનખર ગોત્ર વસ્તી ધરાવતા પ્રદેશ…

કોંગ્રેસના 12 મહાસચિવ-12 પ્રભારીમાં અડધાથી વધુ ઉચ્ચ જ્ઞાતિના

રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં જાતિ ગણતરી અને ઓબીસીની ભાગીદારી પર આપવામાં આવેલા નિવેદનોનો ઉલ્લેખ કરીને ટીકા કરવામાં આવી નવી દિલ્હીકોંગ્રેસે શનિવારે સંગઠનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસે 12 મહાસચિવ અને 12 પ્રભારી નિયુક્ત કર્યા છે. આમાંથી અડધાથી વધુ ઉચ્ચ જાતિના નેતાઓ છે.કોંગ્રેસ પાર્ટીમાં નિયુક્ત નવા 12 મહાસચિવોમાં અન્ય પછાત વર્ગના માત્ર એક નેતાને સ્થાન…

દહેજમાં ક્રેટા કાર માગનારા વરરાજા અને જાનનું સરઘસ કાઢવામાં આવ્યું

લગ્નના ખર્ચ પરત આપવામાં આવ્યા બાદ વરરાજા અને જાનને મુક્ત કરવામાં આવી બુલંદશહેરદહેજમાં ક્રેટા ન મળવાથી નારાજ વરરાજાએ લગ્ન કરવાની ના પાડી. કન્યા પક્ષે વરરાજાને દહેજમાં બ્રેઝા કાર આપી હતી પરંતુ વરરાજા ક્રેટા કારની માંગ પર અડગ હતો. કન્યા પક્ષે લગ્નની આખી જાનને બંધક બનાવી લગ્નની જાનનો વીડિયો વાઈરલ કર્યો હતો. અંતે લગ્ન પાછળ ખર્ચેલા…

બાલોતરાના સમદડી સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેન્ પાટા પરથી ખડી પડી

ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો ગભરાઈ ગયા હતા, ટ્રેન રોકાયા પછી તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતર્યા હતા જયપુરરાજસ્થાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. બાલોતરાના સમદડી રેલ્વે સ્ટેશન પાસે ગઈકાલે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરતા અરાજકતા સર્જાઈ હતી. મળેલી માહિતી મુજબ જોધપુરથી પાલનપુર જતી ડેમો પેસેન્જર ટ્રેન સમદડી સ્ટેશનથી થોડી નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી….

રામલલા દેશની અસ્મિતા, કોઈની ખાનગી માલિકી નથીઃ સંજય રાઉત

ભાજપ રામલલાના નામે વારંવાર વોટ માગી રહી છે, શિવસેના પહેલી એવી પાર્ટી છે જેણે ટ્રસ્ટની સ્થાપના બાદ સૌથી પહેલાં 1 કરોડ રૂપિયા દાન આપ્યાનો દાવો મુંબઈશિવસેના સાંસદ સંજય રાઉતે રામમંદિર અને જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અંગે કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ રામલલાના નામે વારંવાર વોટ માગી રહી છે. રામલલા દેશની અસ્મિતા…

દેશમાં કોરોનાના 628 નવી કેસ, અમદાવાદમાં વધુ પાંચ કેસ

ગુજરાતમાં 54 એક્ટિવ કેસ છે, જે દેશમાં પાંચમાં ક્રમે, સૌથી વધુ કેરળમાં 128 એક્ટિવ કેસ નવી દિલ્હીભારતમાં આજે કોરોનાના 628 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસ વધીને 4,054 થઈ ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં પણ કોરોના ધીરે ધીરે મોટું સ્વરૂપ લઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં 54 એક્ટિવ કેસ છે. જે દેશમાં પાંચમાં ક્રમે છે….