પંજાબને મરિયમ નવાઝના રૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા

પંજાબના ઈતિહાસમાં પહેલી વખત કોઈ શિખને પણ મંત્રી બનાવવામાં આવ્યા ઈસ્લામાબાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સતત બે એવી ઘટના જોવા મળી છે જે અગાઉ ક્યારેય થઈ નથી. સૌથી પહેલા પંજાબને મરિયમ નવાઝના રૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા. હવે પંજાબના ઈતિહાસમાં પહેલી વખત કોઈ શિખને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. નારોવાલથી ધારાસભ્ય 48 વર્ષીય રમેશ સિંહ અરોરા…

મેક્સિકોમાં દેખાવકારોએ રાષ્ટ્રપતિભવનનો દરવાજો તોડી નાખ્યો

રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ રાષ્ટ્રપતિ ભવનની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા એ દરમિયાન ઘટના બની મેક્સિકો મેક્સિકોના રાષ્ટ્રપતિ ભવનમાં તે સમયે હોબાળો મચી ગયો હતો જ્યારે 43 ગુમ વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ સાથે વિરોધ કરી રહેલા દેખાવકારોએ રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો તોડી નાખ્યો હતો. અહેવાલ અનુસાર દેખાવકારો લગભગ એક દાયકા પહેલા ગુમ થયેલા 43 વિદ્યાર્થીઓ…

ચુકાદાના 45 વર્ષે પાક.ની સુપ્રીમ કોર્ટે ઝુલ્ફીકર ભુટ્ટોની ફાંસીને ગેરબંધારણીય ઠેરવી

નવ ન્યાયાધીશોની બેન્ચે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાખલ કરેલા રેફરન્સ પર આ ટિપ્પણી કરી ઈસ્લામાબાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને 1979માં હત્યા સંબંધિત કેસમાં ફાંસી આપવામાં આવી હતી. પરંતુ હવે 45 વર્ષ બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમની ફાંસી અંગે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે 1979માં પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી…

ટ્વીટરના પૂર્વ સીઈઓ પરાગ સહિતના અધિકારીઓનો મસ્ક સામે 128 મિલિયન ડોલરનો દાવો

મસ્ક વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલા અન્ય લોકોમાં ટ્વિટરના પૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર નેડ સેગલ, પૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગડ્ડે અને પૂર્વ જનરલ કાઉન્સેલ સીન એજેટના નામનો સમાવેશ વોશિંગ્ટન  ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ચાર પૂર્વ ટોચના અધિકારીઓએ ઈલોન મસ્ક સામે 128 મિલિયન ડૉલરથી વધુનો દાવો માંડ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઈલોન…

લેબનોનથી ઈઝરાયલ પર મિસાઈલ હુમલામાં ભારતીયનું મોત, બે ઘાયલ

લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગલિયોટ નજીકના બગીચામાં પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું જેરુસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. આ વચ્ચે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાહના…

લોકશાહી ઢબે સરકાર ચલાવવા માટે ભારત પાસેથી ઘણુ શીખવાની જરૂર છેઃ ગૌહર ખાન

શરીફ પરિવારનુ ધ્યાન પોતાના સબંધીઓને ફાયદો પહોંચાડવા માટે છે અને તેના કારણે જરૂર ના હોય તેવા વિભાગોની પણ વહેંચણી કરાઈ હોવાનો આક્ષેપ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ નેશનલ એસેમ્બલીનુ સેશન ચાલી રહ્યુ છે અને તેમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફના સાસંદો નવી સરકાર પર માછલા ધોઈ રહ્યા છે.   પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફના…

ચીનની મેગ્લેવ ટ્રેને પરીક્ષણમાં 623 કિલોમીટરની ઝડપ હાંસલ કરી

આ ટ્રેન સુપરકન્ડક્ટિંગ ટેકનોલોજીથી ચાલતી હોવાની જાણકારી ચાઈના એરોસ્પેસ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશને આપી બિજિંગ ભારતમાં મોટાભાગની સુપર ફાસ્ટ ટ્રેનોની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 120 થી 130 કિલોમીટર જ છે ત્યારે ચીન પોતાની ટ્રેનોની ઝડપ વધારવા માટે જે ઝડપથી કામ કરી રહ્યુ છે તે જોઈને દુનિયા ચોંકી ઉઠી છે. ચીનમાં ઘણી હાઈ સ્પીડ ટ્રેન અથવા બુલેટ…

10મે બાદ કોઈપણ ભારતીય સૈનિક માલદીવમાં જોવા નહીં મળેઃ મુઈજ્જુ

અમારી સરકાર દેશમાંથી ભારતીય સૈનિકોને બહાર કાઢવામાં સફળ થઈ હોવાથી લોકો સ્થિતિને બગાડવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ માલે ચીનના પીઠ્ઠુ બનેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ફરી વિવાદાસ્પદ નિવેદન કરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે ત્યાં એક સભાને સંબોધન કરી કહ્યું કે, 10 મે બાદ કોઈપણ ભારતીય સૈનિકો, એટલું જ નહીં નાગરિકો…

નિક્કી હેલીએ કોલંબિયામાં પ્રાઈમરી ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા

રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાં હવે ફક્ત નિક્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ બાકી રહ્યા છે એવામાં ટ્રમ્પને હરાવવા એ નિક્કી માટે મોટો વિજય મનાઈ રહ્યો છે વોશિંગ્ટન અમેરિકામાં ચાલુ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. જોકે તેના પહેલા દેશના બંને પ્રમુખ પક્ષો રિપબ્લિકન અને ડેમોક્રેટિક વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર ઉમેદવાર પસંદ કરવાની…

પાક.ના સિંધમાં 2019માં ધરપકડ કરાયેલા હિન્દુ શિક્ષકને નિર્દોષ છોડવા આદેશ

શિક્ષક પર જે આરોપ લાગ્યા હતા તેને સાબિત કરવા માટેના કોઈ પૂરાવા રજૂ કરાયા ન હોવાનું કોર્ટનું તારણ ઈસ્લામાબાદ સિંધના ઘોટકી નામના જિલ્લામાં 2019માં એક હિન્દુ શિક્ષકની ધાર્મિક અપમાન કરતી ટિપ્પણીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાંચ વર્ષ બાદ કોર્ટે આ શિક્ષકને નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાની અખબારના અહેવાલ અનુસાર કોર્ટે કહ્યુ હતુ…

હું પાકિસ્તાની છું તેથી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ મને ટાર્ગેટ બનાવી રહ્યા છેઃ સાદિક ખાન

કન્ઝર્વેટિવ પાર્ટીના સુએલા બ્રેવરમેન, લી એન્ડરસન, લિઝ ટ્રિસ તથા બીજા નેતાઓ દ્વારા બ્રિટિશ મુસ્લિમો સામે સાવ ખોટા અને ખતરનાક દાવા કરવામાં આવ્યા છે લંડન લંડનના મેયર સાદિક ખાન પર તાજેતરમાં વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટીના સાંસદે એક વાંધાજનક ટિપ્પણી કરી હતી અને તેના માટે માફી માંગવાનો પણ ઈનકાર કર્યો હતો. હવે સાદિક ખાને તેનો વળતો જવાબ…

નવેલનીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

નવેલનીના સમર્થકોએ પુતિન સામે નારાબાજી કરી હતી હતી અને પુતિન હત્યારા હોવાનો સૂત્રો પણ પોકાર્યા હતા મોસ્કો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર વિરોધી એલેક્સી નવેલનીનુ જેલમાં રહસ્મયસંજોગોમાં મોત થયા બાદ શુક્રવારે મોસ્કોમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રશિયન સરકારે  નવેલનીના પરિવારને દફનવિધિ ગુપ્ત રાખવાની શરતે મૃતદેહ સોંપ્યો હોવા છતા અને આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોવા…

લશ્કર-એ-તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમાનું પાક.માં મોત

ચીમાનું મૃત્યુ એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનું આશ્રયસ્થાન બની ગયું છે કરાચી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમાનું પાકિસ્તાનમાં મૃત્યુ થઈ ગયું છે. ફૈસલાબાદમાં હાર્ટ એટેકના કારણે 70 વર્ષની વયે તે મૃત્યુ પામ્યો હોવાનો ખુલાસો થયો છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં લશ્કરના ઘણા આતંકવાદીઓ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા, જેના કારણે…

થાઈલેન્ડને ડબલ્યુટીઓમાં તેના રાજદૂતને હટાવવાની ફરજ પડી

થાઈ એમ્બેસેડર પિમ્ચાનોક વોનકોર્પોન પિટફિલ્ડને ડબલ્યુટીઓ 13મી મંત્રી પરિષદમાંથી થાઈલેન્ડ પરત આવી જવાનો આદેશ આપી દેવામાં આવ્યો નવી દિલ્હી ભારતના ચોખા ખરીદી કાર્યક્રમ અંગે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ) માં થાઈલેન્ડના રાજદૂત તરફથી વિવાદાસ્પદ ટિપ્પણી કરાયા બાદ તેની સામે ભારત સરકારે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેના  બાદ થાઈલેન્ડે ડબલ્યુટીઓમાં થાઈલેન્ડના રાજદૂતને હટાવવાની ફરજ પડી હતી. એક…

ભારતની યુપીઆઈ સિસ્ટમને યુરોપિયન દેશ ગ્રીસની સ્વીકૃતિ

ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને કેનેડામાં તો પ્રચિલત છે નવી દિલ્હી ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની બોલબાલા દુનિયાભરમાં થઈ રહી છે. હવે યુરોપિયન દેશ ગ્રીસે પણ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને સ્વીકૃતિ આપી દીધી છે.  ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને…

ભારતની ચિંતા બાદ શ્રીલંકાએ ચીનના જહાજને રોકાણની મંજૂરી ન આપી

શ્રીલંકાએ તમામ દેશોના રિસર્ચ માટેના જહાજોને પોતાને ત્યાં નહીં રોકાવા દેવાનુ નક્કી કર્યુ, ચીનના પેટમાં તેલ રેડાયું કોલંબો ચીનના જહાજો રિસર્ચના નામે જાસૂસી કરવા માટે હિન્દ મહાસાગરમાં આંટાફેરા કરતા રહે છે અને ઘણી વખત શ્રીલંકાના બંદરો પર રોકાતા હોય છે. આ વખતે ભારતના દબાણ હેઠળ શ્રીલંકાએ ચીનના જહાજોને પોતાના બંદરો પર રોકાવા માટે મંજૂરી નહીં…

વિશ્વના અનેક દેશોમાં વસંત ઋતુનું વહેલું આગમન થયું

આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં અપેક્ષા કરતા વધારે ગરમી પડી છે અને તેના કારણે વસંત ઋતુના આગમનના એંધાણ પણ સમય કરતા વહેલા દેખાયા નવી દિલ્હી ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયામાં તાપમાન વધી રહ્યું છે, દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને ગ્લેશિયર પણ પીગળી રહ્યા છે.  હવે વિશ્વના લોકો એક નવો અનુભવ પણ કરી રહ્યા છે….

લોકતંત્રમાં ભીડ તંત્ર ન ચલાવી લેવાયઃ ઋષિ સુનક

દેખાવો ભીડમાં ફેરવાઈ ના જાય તે માટે પોલીસે તમામ અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ લંડન બ્રિટનમાં છાશવારે રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહેલા લોકોની સામે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કડક હાથે કામ લેવા માટે પોલીસને આદેશ આપ્યો છે.  સુનકે દેશના તમામ શહેરોના પોલીસ વડાઓની એક બેઠક બોલાવી હતી અને તેમાં તેમણે કહ્યુ હતુ કે, લોકતંત્રમાં ભીડતંત્ર…

ચૂંટણી પરિણામોમાં ધાંધલીને લીધે પાક.ને વૈશ્વિક ધિરાણકર્તા સહાય ટાળે

પીપીટીના પાર્ટીના અધ્યક્ષ ગોહર અલી ખાને પાર્ટીના મહાસચિવ ઓમર અયુબ ખાન સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પત્રની પુષ્ટિ કરી ઈસ્લામાબાદ પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આર્થિક તંગીનો સામનો કરી રહેલા દેશ સાથે વધુ કોઈ બેલઆઉટ વાટાઘાટો પર વિચાર કરવા પહેલા ઓછામાં ઓછા…

અબુધાબીમાં પાકિસ્તાનમાં પણ રામમંદિરનું નિર્માણ

મંદિર અયોધ્યા કે અબુ ધાબી જેટલું ભવ્ય નથી, પરંતુ તે પાકિસ્તાનના લઘુમતી હિંદુઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે નવી દિલ્હી તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. થોડા દિવસો બાદ યુએઈના અબુધાબીમાં પણ વિશાળ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનમાં પણ રામ મંદિર નિર્માણના સમાચાર સામે…