સિનેમા જગતમાં ધાર્મિક ફિલ્મોનું વધતું વલણ

મુંબઈ ‘હનુમાન અંશની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધાર્મિક અને ભક્તિસભર ફિલ્મો માટે એક નવો રાહ ખોલી નાખ્યો છે. અગાઉ લાલો – કૃષ્ણ સદા સહાયતે ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો હતો. આ ફિલ્મોની સફળતા પછી હવે નિર્માતાઓનું ધ્યાન પૌરાણિક અને આધ્યાત્મિક વિષયો તરફ વળ્યું છે, જેના પરિણામે આગામી સમયમાં ઘણી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ: દિલ્હી બહાર પ્રથમવાર યોજાશે ભવ્ય આયોજન

દિલ્હીની બહાર પ્રથમ વખત ગુજરાતના કેવડિયા ખાતે યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે તંત્ર સજ્જ; 22 સપ્ટેમ્બરે 92 પ્રતિભાઓનું થશે સન્માન. રાજપીપલા: નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2024નો ભવ્ય સમારોહ આગામી તા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનાર છે. રાષ્ટ્રીય…

અસંભાઉઉઉ – માનવ અને શ્વાનનો અતૂટ સંબંધ દર્શાવતી ગુજરાતી ફિલ્મ જન્માષ્ટમીએ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે

‘અસંભાઉઉઉ’માં પહેલીવાર શ્વાન સાથે ગુજરાતી ફિલ્મો માટે નવો અધ્યાય; અમદાવાદમાં ફિલ્મના કલાકારોની હાજરીમાં ભવ્ય ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો અમદાવાદ ગુજરાતી સિનેમાની બહુપ્રતિક્ષિત ફિલ્મ અસંભાઉઉઉનો ભવ્ય ગ્રાન્ડ પ્રીમિયર અમદાવાદમાં યોજાયો હતો. આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જૅનૉક ફિલ્મ્સ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં ફિલ્મ જગત સાથે જોડાયેલા કલાકારો, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મની અનોખી વાર્તા અને શ્વાન…

હનુમાન અંશ: લીડ હીરો પડ્યો બીમાર, શોભિનવ સત્ય નહોતા એક્ટર, કહ્યું- રાતોરાત મળી ગયો નીમ કરોલી બાબાનો રોલ

મુંબઈ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘હનુમાન અંશ’માં નીમ કરોલી બાબાનું પાત્ર ભજવનાર અભિનેતા શોભિનવ સત્ય વિશે દર્શકોમાં જાણવાની ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તેમણે ખુલાસો કર્યો છે કે કેવી રીતે પડદા પાછળ કામ કરતા આ કલાકારને ચમત્કારિક રીતે આ ફિલ્મમાં લીડ રોલ મળી ગયો. ‘હનુમાન અંશ’ના અભિનેતા શોભિનવ સત્ય કોણ છે? સિનેમાઘરોમાં હાલમાં…

આર. માધવનની છતનો 70% હિસ્સો શાકભાજીથી ભરેલો, ભીંડા-રીંગણથી બ્રોકોલી સુધી જાતે જ ઉગાડે છે

2014માં શરૂ કર્યો હતો ઓર્ગેનિક ગાર્ડનિંગનો શોખ; પાણીની બચતથી લઈને સારા બીજ અને પૂરતા સૂર્યપ્રકાશ સુધી ખેતીની 7 સરળ ટિપ્સ પણ જણાવી મુંબઈ મુંબઈમાં રહેતા અભિનેતા આર. માધવને અભિનયની સાથે ખેતી અને ઓર્ગેનિક ગાર્ડનિંગને પણ પોતાના જીવનનો મહત્વનો હિસ્સો બનાવી દીધો છે. તેમના ઘરની છતનો લગભગ 70 ટકા હિસ્સો શાકભાજીના છોડથી ભરેલો છે. ભીંડા, રીંગણ,…

‘અસંભાઉઉઉ’ની ટીમે પેટ પેરેન્ટ્સ સાથે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય ડોગ ડે

ગુજરાતી સિનેમામાં શ્વાન અને માણસના અતૂટ સંબંધોની અનોખી સફર અમદાવાદ આંતરરાષ્ટ્રીય ડોગ ડે નિમિત્તે તાજેતરમાં ગોટીલો ગાર્ડન ખાતે એક વિશેષ અને આનંદદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચર્ચાસ્પદ ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’ ની સમગ્ર સ્ટારકાસ્ટે પેટ પેરેન્ટ્સ અને તેમના વ્હાલા શ્વાન મિત્રો સાથે આ દિવસની અદભુત ઉજવણી કરી હતી. આ વિશેષ ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારો…

રિલીઝ પહેલા જ યશની ‘ટોક્સિક’નો બોક્સ ઓફિસ પર દબદબો: 72 કલાકમાં 6.41 લાખ ટિકિટ્સ વેચાઈ, ₹120 કરોડની કમાણીનો અંદાજ

સૌથી વધુ એડવાન્સ બુકિંગ કરનાર ફિલ્મોની ટોપ 10 યાદીમાં સામેલ થઈ ગઈ ‘ટોક્સિક’, હિન્દી અને કન્નડ વર્ઝનમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે મુંબઈ રોકિંગ સ્ટાર યશની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ (Toxic: A Fairy Tale for Grown-Ups) બોક્સ ઓફિસ પર ધમાકો મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ગીતુ મોહનદાસના ડિરેક્શનમાં બનેલી…

‘અસંભાઉઉઉ’નું ગીત ‘ભાઉ ભાઉ’ લોન્ચ, ગુજરાતી સિનેમામાં મનોરંજનનો નવો રંગ

અમદાવાદમાં PVR Acropolis ખાતે ભવ્ય કાર્યક્રમ; આનંદ પંડિત, વૈશલ શાહ અને દિગ્દર્શક પાર્થ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ગીતનું અનાવરણ, ૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમીના અવસરે ફિલ્મ થશે રિલીઝ અમદાવાદ ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’નું બહુચર્ચિત ગીત ‘ભાઉ ભાઉ’ આજે અમદાવાદના PVR Acropolis ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના દિગ્દર્શક પાર્થ ત્રિવેદી, નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહની ઉપસ્થિતિમાં…

ગોવિંદાના પુત્ર યશવર્ધન આહૂજાનું હોરર-કોમેડીથી બોલિવૂડ ડેબ્યૂ, ‘લાપતા લેડીઝ’ ફેમ નિતાંશી ગોયલ સાથે કરશે રોમાન્સ

‘હીરો કી હોરરઇન’માં યશવર્ધન લીડ એક્ટર તરીકે જોવા મળશે; સાજિદ ખાન પણ 12 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે પરત ફરશે મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાના પુત્ર યશવર્ધન આહૂજા હવે ફિલ્મી દુનિયામાં લીડ એક્ટર તરીકે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. યશવર્ધન ફિલ્મ ‘હીરો કી હોરરઇન’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે ‘લાપતા…

અભિનેતા સુરેશ ઓબેરોયનો મોટો ખુલાસો: ‘બીજેપીમાં મોટાભાગના લોકો પૈસા કમાઈ રહ્યા હતા’

મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુરેશ ઓબેરોયે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાજકારણને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજકારણે તેમને ભારે નિરાશા આપી છે. રાજકારણ અને બીજેપી વિશે નિવેદન આરએસએસ (RSS) અને મોહન ભાગવતની પ્રશંસા અભિનેતાએ અંતમાં કહ્યું કે તેઓ હવે સમજી ચૂક્યા છે કે રાજકારણની દુનિયા…

શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’માં નાગપંચમીના દિવસે નીકળ્યો સાપ, એક સાપ થયો ફરાર

મુંબઈ શ્રાાવણ મહિનાની પંચમી એટલે કે નાગપંચમીના પાવન અવસરે દેશભરમાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે જ બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત પ્રખ્યાત બંગલા ‘મન્નત’માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. નાગપંચમીની રાત્રે શાહરૂખ ખાનના ઘરના પરિસરમાં સાપ જોવા મળતા ભારે હલચલ મચી ગઈ હતી. ‘મન્નત’ના આંગણામાં સીડીઓ નીચે કુંડળી મારીને બેઠો હતો સાપ…

રાજીવ ખંડેલવાલ ‘વંદે ભારતમ્’ના હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા

અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા શોમાં દેશભરની ઉદ્યોગસાહસિક પ્રતિભાને મળશે રાષ્ટ્રીય મંચ અમદાવાદ: જાણીતા અભિનેતા અને લોકપ્રિય હોસ્ટ રાજીવ ખંડેલવાલ હવે અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા શો ‘વંદે ભારતમ્’ સાથે નવી અને હેતુલક્ષી સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમને આ શોના હોસ્ટ તેમજ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શોનો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ વિસ્તારોમાં…

કંગના રણાવતનું Gen Z વિવાદ પર નવું નિવેદન: શબાના આઝમીનું નામ ઘસડીને સવાલ કર્યો- આ કેવું પ્રદર્શન હતું?

મુંબઈ બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણાવત પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે Gen Z (જનરેશન ઝેડ) અને વિરોધ પ્રદર્શનોને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પર ભારે હોબાળો મચ્યો હતો. હવે કંગનાએ આ મામલે એક નવો વીડિયો જારી કરીને પોતાનો બચાવ કર્યો છે, પરંતુ સાથે જ વેટરન અભિનેત્રી…

નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ‘કસુંબીનો રંગ’ કાર્યક્રમ યોજાશે

દેશભક્તિના રંગે રંગાશે એકતાનગર : જાણીતા કલાકારોની સંગીતમય રજૂઆતો સાથે ઉજવાશે રાષ્ટ્રભાવનાનો ઉત્સવ રાજપીપળા ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને અને દેશભક્તિના રંગ સાથે સાંસ્કૃતિક ઉત્સવની અનુભૂતિ થાય તેવા હેતુથી ‘કસુંબીનો રંગ’ નામે વિશેષ…

અમિતાભ બચ્ચને 4.48 કરોડ ફોલોઅર્સ સમક્ષ સ્વીકારી પોતાની ભૂલ, ફેન્સે જંતર-મંતરના વિરોધ પ્રદર્શન સાથે કરી સરખામણી

X પર પોસ્ટ નંબરિંગમાં થઈ નાની ભૂલ, મેગાસ્ટારે માફી માગી અને ભૂલ સુધારનાર ફેનનો માન્યો આભાર; સોશિયલ મીડિયા પર ફેન્સે લગાવ્યા રમૂજી કોમેન્ટ્સ મુંબઈ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની સક્રિયતા માટે જાણીતા છે. તેઓ નિયમિત રીતે X પર પોસ્ટ શેર કરે છે અને દરેક પોસ્ટને ‘T’ નંબરથી ઓળખાવે છે. જોકે, તાજેતરમાં તેમની…

‘કેસી યે યારિયાં’ ફેમ ચાર્લી ચૌહાણે ક્રિકેટર રમનદીપ સિંહ સાથે ગુરુદ્વારામાં કરી ગુપ્ત લગ્ન, વીડિયો વાયરલ

ચાર્લી ચૌહાણ અને રમનદીપ સિંહના લગ્ન: ફેન્સને મળ્યો મોટો ઝટકો, સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો છવાયા મુંબઈ પ્રખ્યાત યુવા ડ્રામા શો ‘કેસી યે યારિયાં’ ફેમ અભિનેત્રી ચાર્લી ચૌહાણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ક્રિકેટર રમનદીપ સિંહ સાથે ગુરુદ્વારામાં લગ્ન કરી લીધા છે. આ કપલે અત્યાર સુધી પોતાના સંબંધોને મીડિયા અને લાઈમલાઈટથી બિલકુલ છુપાવીને રાખ્યા…

થલપતિ વિજય અને પત્ની સંગીતાના છૂટાછેડાના કેસમાં મોટો ટ્વિસ્ટ: અરજી પાછી ખેંચી, પારિવારિક વિવાદ ઉકેલાયો

થલપતિ વિજય અને સંગીતા હવે અલગ નહીં થાય, કોર્ટે કેસનો કર્યો નિકાલ ચેન્નઈ: તમિળનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા થલપતિ વિજય (સી. જોસેફ વિજય) તથા તેમના પત્ની સંગીતાના છૂટાછેડાના વિવાદમાં એક મોટો વળાંક આવ્યો છે. સંગીતાએ તમિળનાડુની ચેંગલપટ્ટુ જિલ્લા કોર્ટમાંથી પોતાની છૂટાછેડાની અરજી સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. આ અરજી પાછી ખેંચાતાની સાથે જ કોર્ટે આ…

બૈજુ બાવરા: એક ભજન માટે મુસ્લિમ સંગીતકારે સ્ટુડિયોને ‘મંદિર’બનાવ્યું, ઓમ લખાવ્યું, ત્યારે મોહમ્મદ રફીએ ગાઈને અમર કરી દીધું

મન તડપત હરિ દર્શન કો આજ: ફિલ્મના આ ભજનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને એક મુસ્લિમ સંગીતકાર નૌશાદ, એક મુસ્લિમ ગીતકાર શકીલ બદાઉની અને એક મુસ્લિમ પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીએ મળીને પૂરી તન્મયતાથી સર્જ્યું હતું, જે ભારતની સામાજિક-સાંસ્કૃતિક એકતાનું પ્રતીક માનવામાં આવે છે નવી દિલ્હી: બોલિવૂડ ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ભજનોમાંનું એક ભજન છે…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 03-08-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે.

શ્રુતિ હાસન એઆઈ ડીપફેક સામે કોર્ટમાં પહોંચી, અભિનેતાઓ સાથે રોમેન્ટિક સંબંધો દર્શાવવાનો ગંભીર આરોપ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

પેજન્ટ માત્ર સૌંદર્યની સ્પર્ધા નથી, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને મહિલા સશક્તિકરણનું શક્તિશાળી પ્લેટફોર્મ છેઃ ઊર્મિમાલા

આસામથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર: ભૂમિકા શજવાનીના વિજય પાછળના મેન્ટર ઊર્મિમાલા બરુઆની પ્રેરણાદાયી કહાની, મિસિસિ અર્થ એલાઈટ 2026માં ભારતની સફળતા પાછળની તૈયારી અને પોતાના સંઘર્ષની સફર પણ શેર કરી અમદાવાદ “સૌંદર્ય માત્ર ચહેરામાં નથી, પરંતુ આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને સમાજ માટે કંઈક બદલવાની ક્ષમતામાં છે.” આ વિચારને હકીકતમાં ઉતારનાર નામ છે ઊર્મિમાલા બરુઆ. આસામના એક નાના…