7 મે, વિશ્વ એથ્લેટિક્સ દિવસઃ ગુજરાતમાં ખેલ મહાકુંભની પહેલથી એથ્લેટિક્સને મળી નવી ઉડાન, ગ્રામ્યથી રાજ્યકક્ષા સુધી ખેલાડીઓની પ્રતિભા ખીલી
ખેલ મહાકુંભ 2025 અંતર્ગત નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 9,383 ખેલાડીઓ ઝળક્યા*રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, હેમર થ્રો સહિત 390 ઇવેન્ટનું આયોજન, વિજેતા ખેલાડીઓને મૅડલ, ટ્રેકસૂટ આપી કરાયું સન્માન ગાંધીનગર દર વર્ષે 7 મેએ વિશ્વ એથ્લેટિક્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ફિટનેસ, શિસ્ત અને રમતગમત…
