આપ ઈન્ડિયા સાથે પણ પંજાબ પોલીસની કાર્યવાહી નહીં અટકેઃ કેજરીવાલ

કોંગ્રેસના નેતાની ધરપકડ બાદ ઈન્ડિયા ગઠબંધન પર સવાલના જવાબમાં દિલ્હીના સીએમએ ગઠબંધન સાથે રહેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી નવી દિલ્હી પંજાબમાં ડ્રગ્સ મામલે કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ કરવામાં આવી છે. ખૈરા ગુરુવારે ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, તે દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી છે. હવે આ મામલે મોટો હંગામો જોવા મળી રહ્યો છે અને…

નેધરલેન્ડની રોટરડેમ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણનાં મોત

આ આંકડો હજી વધી શકે તેવી શક્યતા, બંદુકધારી વ્યક્તિએ યુનિવર્સિટીના ક્લાસરૂમો અને નજીકના ઘરો પર અઁધાધૂધ ગોળીઓ વરસાવી રોટરડેમ યુરોપિયન દેશ નેધરલેન્ડની રોટરડેમ યુનિવર્સિટીમાં થયેલા અંધાધૂધ ફાયરિંગ બાદ આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે પણ આ આંકડો હજી વધી શકે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બંદુકધારી વ્યક્તિએ…

આતંકી પન્નુના વાયરલ ઓડિયો સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

પ્રીરેકોર્ડેડ વોઇસ કોલ વિદેશમાં રહી ગુનાહીત પ્રવ્રુતી આચરતા ઇસમોએ ભારતના નાગરીકોમાં ભય ફેલાવવા માટે કરાતા હોવાની ફરિયાદ અમદાવાદ શહેરમાં રમાનારી વર્લ્ડકપની મેચોને લઈને ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ ધમકીઓ આપી હતી. તેણે ધમકી આપતાં કહ્યું હતું કે, પાંચ ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપની પણ ટેરર વર્લ્ડ કપ શરૂ થશે.  નાગરીકોને ભયભીત કરવા માટે ધમકીભર્યા કોલ કરાતા હતાં. પન્નુના…

ભારતે દોલત બેગ ઓલ્ડી સુધી નવો રોડ બનાવવા 2000 લોકોને કામે લગાડ્યા

નુબ્રા ખીણમાં સસોમાથી કારાકોરમ પાસથી નજીક ડીબીઓ સુધી 130 કિ.મી. લાંબો રોડ અંતિમ અને સૌથી પડકારજનક તબક્કામાં નવી દિલ્હી ભારત લદ્દાખમાં ખુદને મજબૂત કરવા માગે છે. એટલા માટે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ચોકી તૈયાર કરવાના પ્રોજેક્ટનો પૂરો કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તેની મદદથી એલએસી પર આવેલા આ વિસ્તારની કનેક્ટિવિટી…

સાવલી પથ્થરમારા ઘટનામાં પોલીસે 18 શખ્સ સામે ગુનો દાખલ કર્યો

ગણેશ વિસર્જન દરમિયાન થયેલા પથ્થરમારામાં પોલીસે પાંચ વ્યક્તિઓને કસ્ટડીમાં ધકેલી દીધા, અન્યોને ઝડપવા ચક્રો ગતિમાન વડોદરા સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગઈકાલે રાત્રે ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ ઘટનામાં અસામાજિક તત્વો દ્વારા ધાબા પરથી પત્થરમારો…

બાંગ્લાદેશે કેનેડાની ઝાટકણી કાઢતા પ્રત્યાર્પણ નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો

હાલ સ્થિતિ એવી છે કે હત્યારાઓ કેનેડા જઈને શરણ લઈ શકે છે અને એક શાનદાર જીવન જીવી શકે છેઃ બાંગ્લાદેશના વિદેશમંત્રીનો આક્ષેપ ટોરેન્ટો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે તે ચારેય બાજુએથી ઘેરાયા છે. ભારત પર લગાવેલા પાયાવિહોણા આરોપ બાદ વિશ્વના દેશોએ કેનેડિયન…

કેનેડા હજુ ભારત સાથેના સબંધ મજબૂત કરવા સમર્પિતઃ ટ્રૂડો

ટ્રુડોએ એ પણ સ્વીકાર્યું કે ભારત એક વિકસતી આર્થિક સત્તા છે અને તેની અવગણના ન કરી શકાય ટોરેન્ટો કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર)ની હત્યા બાદ કેનેડાએ ભારત વિરુદ્ધ નિવેદન આપતાં ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો હતો.  જોકે આ રાજકીય વિવાદ વચ્ચે કેનેડાનો સૂર બદલાતો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે…

ભારતના વિદેશ મંત્રીની અમેરિકાના વિદેશ મંત્રી સાથે મુલાકાત

ભારત અને કેનેડા વિવાદની ચર્ચા થઈ હતી કે નહીં તે અંગે કોઈ ટિપ્પણી કરાઈ નથી વોશિંગ્ટન ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારત-કેનેડા વચ્ચે વકરેલા વિવાદ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓએ વોશિંગ્ટનમાં બેઠક યોજી હતી. જોકે, તેમાં ભારત અને કેનેડા વિવાદની ચર્ચા થઈ હતી કે…

જવાહરલાલ નહીં સુભાષચંદ્ર દેશના પહેલા વડાપ્રધાન હતાઃ બાસનગૌડા

કર્ણાટકમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપના ધારાસભ્યએ આ નિવેદન આપ્યું બેંગલુરૂ ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. રેલ્વે અને ટેક્સટાઈલના પૂર્વ  રાજ્ય મંત્રી અને ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટીલ યતનાલે કહ્યું કે જવાહરલાલ નેહરુ ભારતના પહેલા વડાપ્રધાન ન હતા પરંતુ સુભાષ ચંદ્ર બોઝ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. કર્ણાટકમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે…

અફઘાનિસ્તાને ભારતમાં વાણિજ્ય દૂતાવાસમાં કામકાજ બંધ કરી દીધું

દૂતાવાસનું નેતૃત્વ રાજદૂત ફરીદ મામુન્ડઝે કરી રહ્યા હતા અને તેઓ હાલમાં લંડનમાં છે નવી દિલ્હી અફઘાનિસ્તાને ભારતમાં પોતાના વાણિજ્ય દૂતાવાસમાં કામકાજ બંધ કરી દીધું છે. આ અંગે અફઘાન દૂતાવાસ દ્વારા એક નોટિફિકેશન પણ જારી કરવામાં આવી છે. જો કે ભારત સરકાર દ્વારા તેને વેરિફાઈ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દૂતાવાસનું નેતૃત્વ…

દેશમાં 40થી 70 ટકા દર્દી પર એન્ટિબાયોટિક્સ કામ નથી કરતી

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના રિપોર્ટમાં ખુલાસો, દેશની 21 હોસ્પિટલોમાંથી ગત વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનો ડેટા મેળવાયો નવી દિલ્હી ભારતમાં એન્ટીબાયોટિક દવાઓ બેઅસર થવામાં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (આઈસીએમઆર)ના તાજેતરના રિપોર્ટ મુજબ, ભારતમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓએ એન્ટીબાયોટિક દવા લીધા બાદ તેની કોઈ અસર ન થઈ હોવાની સંખ્યામાં…

યુપીની એક શાળામાં શિક્ષિકાએ સાથી છાત્રને વિદ્યાર્થીને થપ્પડ મારવા કહ્યું

વીડિયો વાયરલ થયા બાદ હોબાળો, વિદ્યાર્થીએ પરિવારને જાણ કરતા પરિવારની ફરિયાદ બાદ પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી સંભલ ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરની શાળામાં થપ્પડની ઘટના બાદ ગઈકાલે સંભલ જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક મહિલા શક્ષિકાએ સવાલનો જવાબ ન આપવા પર સાથી વિદ્યાર્થી દ્વારા પાંચમા ધોરણના વિદ્યાર્થીને થપ્પડ મરવા કહ્યું હતું. હવે આ…

અમેરિકામાં કંઈક ઘાતક થઈ રહ્યું છે જે લોકશાહી માટે ખતરો છેઃ બાયડેન

દેશમાં એક કટ્ટરપંથી અભિયાન ચલાવાઈ રહ્યું છે જે લોકશાહીને અનુરૂપ ન હોવાનું અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને તેમના હરીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે કહ્યું કે અમેરિકામાં કંઇક અત્યંત ઘાતક થઈ રહ્યું છે જે દેશના લોકતંત્ર સામે ગંભીર ખતરો પેદા કરશે. અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિ પદની…

તો હું ઈલ્હાનની પાક. અધિકૃત કાશ્મીરના પ્રવાસની તપાસ માટે વિનંતી કરીશઃ પ્રિયંકા ચતુર્વેદી

ભારત દ્વારા હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ચિંતાજનક, અમેરિકાએ કેનેડાની તપાસને સંપૂર્ણ સમર્થન આપવા યુએસના રાજનેતાની માગ નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકન રાજનેતા ઈલ્હાન ઓમરે એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેનો સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આક્રમક રીતે જવાબ આપ્યો છે. ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની…

ગાંધીધામમાંથી 800 કરોડનું 80 કિલો ડ્રગ્સ પકડાયું

ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરતાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો, અનેક લોકોની ધરપકડ થવાના ભણકારા ગાંધીધામ ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થઈ રહ્યો છે.  અનેક વખત કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના બનાવો સામે આવ્યાં છે. ત્યારે ગુજરાત પોલીસના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ ઝડપાયું છે. (80 કિલો ડ્રગ્સ)કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડની કિંમતનું 80 કિલોથી વધુ…

સેન્સેક્સમાં 610, નિફ્ટીમાં 165 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના 2.77 લાખ કરોડનું ધોવાણ

બજારમાં ભારે વેચવાલીને કારણે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી છેલ્લા સત્રમાં રૂ. 319.69 લાખ કરોડ હતી જે ઘટીને રૂ. 316.92 લાખ કરોડ થઈ મુંબઈ આજનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક હતું. એફએમસીજી, આઈટી, બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર ધડામ દઈને પટકાયું. આજના સેશનમાં મિડ કેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી…

ભારતીય હોર્સ રાઈડર અનુશ અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો

અનુશ અને તેનો ઘોડો એટ્રો વ્યક્તિગત ડ્રેસેજમાં ત્રીજા સ્થાને રહ્યો હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023માં આજે પાંચમાં દિવસની શરૂઆત ભારતે 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને વૂશુ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને કરી હતી. હવે હોર્ડ રાઇડિંગમાં ભારતે વધુ એક મેડલ જીત્યો છે. ભારતીય હોર્સ રાઈડર અનુશ અગ્રવાલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. અનુશ…

વિદેશમાં જતા પાક. નાગરિકો મોટાભાગે ભીખ માગે છે

પાકિસ્તાની સરકારની સેનેટેની સ્ટેન્ડિંગ કમિટિમાં અપાયેલી જાણકારી, ભીખ માગવાને લીધે તેમને જેલમાં જવું પડે છે ઈસ્લામાબાદ કંગાળ આર્થિક હાલતના કારણે દુનિયામાં ભીખારી દેશ તરીકે ઓળખાવા માંડેલા પાકિસ્તાનના નાગરિકોને લઈને પણ આ જ પ્રકારનો એક ઘટસ્ફોટ થયો છે. પાકિસ્તાની સરકારની સેનેટેની સ્ટેન્ડિંગ કમિટિમાં અપાયેલી જાણકારી અનુસાર વિદેશોમાં જતા પાકિસ્તાની નાગરિકો પૈકી મોટી સંખ્યામાં લોકો ભીખ માંગવાનુ…

ટ્રુડોના નિવેદનથી કેનેડામાં હિન્દુ-શિખોની શાંતિ વચ્ચે પલીતો ચંપાયો

ટ્રુડોના નિવેદનથી એ પ્રકારનો માહોલ ઉભો થયો હતો કે ભારત સરકારે જ નિ્જજરની હત્યા કરાવી હોય ઓટાવા ખાલિસ્તાની આંતકી નિજજરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવનારા કેનેડાના પીએમ ટ્રુડો પર ત્યાં રહેતા ભારતીય મૂળના વ્યવસાયીઓ પણ માછલા ધોઈ રહ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે ટ્રુડોના આરોપો બાદ વધી રહેલા વિવાદના પગલે ભારતીય મૂળના કેનેડેના ટોચના…

પૂર્વીય ભારતમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા

આ સાથે આગામી 24 કલાકમાં મધ્ય પૂર્વ અને પૂર્વોત્તર બંગાળની ખીણમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ શકે નવી દિલ્હી ભારતમાં ચોમાસું તેના અંતિમ ચરણમાં છે. ભારતીય હવામાન વિભાગે દેશના ઘણાં ભાગોમાં ચોમાસાની વિદાયની સંભાવના દર્શાવી છે. જો કે આ દરમિયાન દેશના કેટલાંક એવા રાજ્યો પણ છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા…