બરડા અભયારણ્યમાં વાઈલ્ડલાઈફ વિવિધતા સમૃદ્ધ બનાવવા વાનતારા – ગુજરાત વન વિભાગે હાથ મિલાવ્યા
પોરબંદર (ગુજરાત) બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે. આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઇકોલોજીકલ યોગ્યતા અને સહાયક…
