ગુજરાતને ટેબલ ટેનિસનું હબ બનાવવું એ અમારું મુખ્ય લક્ષ્યાંક છેઃ પ્રમોદ ચૌધરી

ભારતીય પુરુષ ટીમના 5 ખેલાડીઓમાંથી 3 ગુજરાતી હોવું રાજ્યમાં રમતના વિકાસનું પરિણામઃ જીએસટીટીએ પ્રમુખ પ્રમોદ ચૌધરી ગાંધીધામ ગુજરાત ટેબલ ટેનિસ ક્ષેત્રે દેશના મહત્વના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. એશિયન ગેમ્સ માટેની ભારતીય પુરુષ ટીમના 5 ખેલાડીઓમાંથી 3 ગુજરાતી હોવાની સિદ્ધિ અંગે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના પ્રમુખ પ્રમોદ ચૌધરી અને સેક્રેટરી…

એશિયન ગેમ્સ પહેલાં માનવ ઠક્કરનો આત્મવિશ્વાસઃ ‘ભારત હવે માત્ર ભાગ લેવા નહીં, મેડલ જીતવા ઉતરે છે’

સિંગલ્સમાં પહેલીવાર એશિયન ગેમ્સ રમશે ગુજરાતનો પેડલર; માનુષ શાહ સાથે પુરુષ ડબલ્સમાં પણ મેડલની આશા ગાંધીધામ ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર માટે આગામી એશિયન ગેમ્સ કારકિર્દીનો મહત્વપૂર્ણ પડાવ બની રહેશે. બે એશિયન ગેમ્સ અને પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો 26 વર્ષીય માનવ આ વખતે પ્રથમવાર એશિયન ગેમ્સની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે. વિશ્વના…

ટેબલ ટનિસ સ્ટાર હરમિત દેસાઈની પિતા બન્યા બાદ પહેલી મોટી પરીક્ષા, એશિયન ગેમ્સમાં મેડલ માટે સજ્જ

સતત ચોથી એશિયન ગેમ્સ રમવા જઈ રહેલા અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈએ તૈયારી, પિતા બનવાનો અનુભવ, યશસ્વિની ઘોરપડે સાથેની મિક્સ ડબલ્સ જોડી અને ભારતની મેડલની શક્યતાઓ અંગે દિલ ખોલીને વાત કરી સુરત: ભારતના અગ્રણી ટેબલ ટેનિસ ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના થવાના ગણતરીના દિવસો પહેલાં…

વિવાન દવેને ફિલિપાઇન્સની WTT યૂથ કન્ટેન્ડરમાં સિલ્વર મેડલ

અંડર-15 કેટેગરીમાં સતત ત્રણ જીત સાથે ફાઇનલમાં પહોંચ્યો; રોમાંચક મુકાબલામાં વત્સલ ડુકલાન સામે 2-3થી હાર ગાંધીધામ ગુજરાતના ઉભરતા ટેબલ ટેનિસ ખેલાડી વિવાન દવેએ ફિલિપાઇન્સના પ્યુઅર્ટો પ્રિન્સેસામાં યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતાં સિલ્વર મેડલ જીત્યો છે. એડવર્ડ એસ. હાગેડોર્ન કોલિસિયમ ખાતે 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિવાન આંતરરાષ્ટ્રીય…

ફિલઝાહફાતેમા કદરીએ મહિલા ટાઇટલ જીત્યો, દાનિયા ગોડિલ અને રેહાંશ સિંઘવીને ડબલ ક્રાઉન

તાપ્તી વેલી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતના ખેલાડીઓનો દબદબો; દાનિયાએ અંડર-17 અને અંડર-15 જ્યારે રેહાંશે અંડર-13 અને અંડર-11નો ખિતાબ જીત્યો સુરત ઘરઆંગણે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં સુરતની ફિલઝાહફાતેમા કદરીએ મહિલા વર્ગનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સુરતની જ દાનિયા ગોડિલ અને કચ્છના રેહાંશ સિંઘવીએ વયજૂથની ફાઇનલમાં બે-બે ખિતાબ જીતીને ડબલ ક્રાઉન મેળવ્યો…

મેન્સ ટાઇટલ જીતી જયનિલે અભિલાષની આગેકૂચ અટકાવી, અંડર-19માં જન્મેજય અજેય

જયનિલ મહેતાએ અભિલાષ રાવલને 4-1થી હરાવ્યો; જન્મેજય પટેલે સતત પાંચમું અંડર-19 ટાઇટલ જીત્યું સુરત તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી ‘તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ’માં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં રાજકોટના બીજા ક્રમાંકિત જયનિલ મહેતાએ અમદાવાદના ટોચના ક્રમાંકિત અભિલાષ રાવલને 4-1થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ…

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં મેન્સ અને વિમેન્સ ડ્રોમાં અપસેટ

અયાઝ, પ્રથમ, વેદ, ખનક અને નિયતીએ ક્રમાંકિત ખેલાડીઓને હરાવી ચોંકાવ્યા સુરત તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલી તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના બીજા દિવસે મેન્સ અને વિમેન્સ ડ્રોમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા. અમદાવાદની ખનક શાહ અને સુરતની નિયતી પાઠકે વિમેન્સ રાઉન્ડ ઓફ 32માં જ્યારે સુરતના…

નૂરજહાં જમાનીનો આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસમાં ડબલ ધમાકો, સિલ્વર-બ્રોન્ઝ સાથે વર્લ્ડ રેન્કિંગમાં 19મા ક્રમે

ફિનલેન્ડમાં ITTF વર્લ્ડ પેરા ફ્યુચર લાહતી-2026માં ક્લાસ-7 સિંગલ્સમાં સિલ્વર અને સ્ટેન્ડિંગ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો; ભારતની નંબર-1 ખેલાડીએ રેન્કિંગમાં 8 સ્થાનની છલાંગ લગાવી અમદાવાદ અમદાવાદની પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ભારતની નંબર-1 નૂરજહાં નૂરઅલી જમાનીએ ફિનલેન્ડમાં આયોજિત ITTF World Para Future Lahti 2026માં શાનદાર પ્રદર્શન કરી બે મેડલ પોતાના નામે કર્યા છે. પજુલાહતી ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર…

સુરત સ્ટેટ રેન્કિંગ ટીટીમાં સ્થાનિક પેડલર્સનો દબદબો, અયાઝ-પ્રતિક-હુસૈન સહિત ખેલાડીઓ મેઇન ડ્રોમાં

ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સુરતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, અંડર-19 બોયઝમાં પણ સ્થાનિક પ્રતિભાઓએ હાજરી નોંધાવી સુરત સુરતમાં ચાલી રહેલી તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાનિક ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ગુરુવારે યોજાયેલા ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સુરતના અયાઝ મુરાદ, પ્રતિક નારંગ અને હુસૈન ગોધરાવાલાએ પોતાના પ્રતિસ્પર્ધીઓને હરાવીને મેન્સ મેઇન ડ્રોમાં સ્થાન મેળવ્યું હતું. ત્રીજીથી…

સુરત ખાતે પાંચમી સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદના અભિલાષ અને પ્રથા ફેવરિટ

ચાર રેન્કિંગ ટુર્નામેન્ટમાં પાંચ ટાઇટલ જીતનારી અમદાવાદની જોડી પર નજર; 650 ખેલાડીઓ લેશે ભાગ સુરત સુરતની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટના ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી મોખરાના…

અંડર-17 ટેબલ ટેનિસમાં ગુજરાતના વિવાન દવેનો દબદબો, રોમાંચક ફાઇનલ જીતી ટાઇટલ જીત્યું

કાનપુરમાં યોજાયેલી UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વિવાને અથર્વ નવરંગેને 3-2થી હરાવ્યો; નિર્ણાયક ગેમમાં 11-4થી શાનદાર વિજય કાનપુર, ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત સ્પોર્ટ્સ હબ ખાતે યોજાયેલી UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026માં ગુજરાતના વિવાન દવેએ અંડર-17 બોયઝ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતાં ચેમ્પિયન બનવાનો ગૌરવ હાંસલ કર્યો છે. રોમાંચક પાંચ ગેમ સુધી ચાલેલી ફાઇનલમાં…

નિધિ પ્રજાપતિ અને ઝિનાલી પટેલનો ડબલ ક્રાઉન, ધૈર્ય પરમારે મેન્સ સિંગલ્સનો ખિતાબ જીતીને હેટ્રિક નોંધાવી

ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન : 17 કેટેગરીમાં 301 એન્ટ્રીઓ, ઓપન ડબલ્સમાં 16 જોડીઓએ લીધો ભાગ અમદાવાદ અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન (TTAA)ના ઉપક્રમે ટોપસ્પિન ક્લબ દ્વારા આયોજિત ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નું ટોપસ્પિન ક્લબ, એસ.જી. હાઈવે ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. ત્રણ દિવસીય ટુર્નામેન્ટમાં અન્ડર-9થી સિનિયર તથા વેટરન…

દસ વર્ષ બાદ અમદાવાદમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, 844 ખેલાડી ભાગ લેશે

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 12થી 15 જૂન સુધી સ્પર્ધા, 2.90 લાખ રૂપિયાની ઇનામી રકમ એસવીએન, અમદાવાદ ગુજરાતમાં ટેબલ ટેનિસને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. લગભગ દસ વર્ષ બાદ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ અમદાવાદ પરત ફરી રહી છે. 12થી 15 જૂન દરમિયાન નારણપુરા સ્થિત વીર સાવરકર…

અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો જોરદાર પ્રારંભ, ટોચના ખેલાડીઓ સેમિફાઇનલમાં પહોંચ્યા

325થી વધુ ખેલાડીઓની રેકોર્ડ ભાગીદારી; અંડર-13, અંડર-17 અને અંડર-19 બોયઝ વર્ગમાં રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મુકાબલા અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ (TTAA) દ્વારા આયોજિત પ્રથમ અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો ગુરુવારે શેલા સ્થિત ક્લબ O’7 ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. 325થી વધુ ખેલાડીઓની રેકોર્ડ ભાગીદારી સાથે યોજાઈ રહેલી આ સ્પર્ધાના પ્રથમ દિવસે અંડર-13, અંડર-17…

ગુજરાત સ્ટેટ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં દેવ અને નીયતી વિજેતા બન્યા

ગાંધીધામ રાજકોટના દેવ ભટ્ટ અને સુરતના નીયતી પાઠકે ૨૭ થી ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ગાંધીધામના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વ. એમ. પી. મિત્ર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫ના અંતિમ દિવસે અનુક્રમે અંડર-૧૫ બોયઝ અને અંડર-૧૫ બોયઝ કેટેગરીમાં ચેમ્પિયન બન્યા. અંડર-૧૫ બોયઝ ફાઇનલમાં, દેવ ભટ્ટે પાંચ ગેમના રોમાંચક મુકાબલામાં…

સબ જુનિયર્સ માટે ગુજરાત સ્ટેટ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના ઉપક્રમે 27 અને 28મી ડિસેમ્બર 2025 દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ગાંધીધામ ખાતે સબ જુનિયર્સ (અંડર-15) માટે ગુજરાત સ્ટેટ પ્રાઇઝમની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં રાજ્યના મોખરાના આઠ બોયઝ…

ગાંધીધામ ખાતે 14 ઓક્ટોબરથી પ્રતિષ્ઠિત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ શરૂ થશે

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નો મંગળવારથી આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે પ્રારંભ થશે. 14મી થી 18મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં વર્તમાન ટીટી કેલેન્ડરના મહત્તમ રેન્કિંગ પોઇન્ટ અહીંથી મળવાના…

ITTF વર્લ્ડ પેરા ચેલેન્જર 2025માં ટેબલ ટેનિસમાં ભારતનો દબદબો

કાઓહસુઇંગ, તાઇવાન કાઓહસુઇંગ, તાઇવાન ખાતે યોજાયેલી ITTF વર્લ્ડ પેરા ચેલેન્જર 2025માં મેડલ જીતનારા ભારતીયોની યાદી નીચે મુજબ છે. ભાવિના પટેલ વર્ગ -4-5 ગોલ્ડ મેડલ જેડી મદન વર્ગ 1 સિલ્વર મેડલ સંદીપ ડાંગી વર્ગ 1 બ્રોન્ઝ મેડલ સોનલ પટેલ વર્ગ 1-3 બ્રોન્ઝ મેડલ પ્રાચી પાંડે વર્ગ 7 બ્રોન્ઝ મેડલ દત્તપ્રસાદ ચૌગુલે વર્ગ 9 બ્રોન્ઝ મેડલ સ્પર્ધામાં…

નેશનલ ટેબલ ટેનિસમાં ગુજરાતનો માનુષ શાહ નવો મેન્સ ચેમ્પિયન

રિઝર્વ બેંકની 21 વર્ષીય દિયા ચિતાલેએ વિમેન્સ ટાઇટલ જીત્યું સુરત ગુજરાતના પ્રતિભાશાળી પેડલર માનુષ શાહે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)નું પ્રતિનિધિત્વ કરતાં ટેબલ ટેનિસમાં પોતાનું વર્ચસ્વ જમાવીને અહીં યોજાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયન્સનું ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે દિલ્હીના પાયસ જૈનને હરાવ્યો હતો. માનુષ માટે આ પ્રથમ નેશનલ ટાઇટલ…

ગુજરાતની આશા જીવંત રાખતાં ક્રિત્વિકા ક્વાર્ટર ફાઇનલમાં 

સિનિયર નેશનલ ટીટીમાં અપસેટની વણઝાર, મોખરાના ખેલાડીઓ હાર્યા સુરત ગુજરાતની અનુભવી ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયએ શનિવારે પીએસપીબીની છઠ્ઠા ક્રમની રિથ રિશ્યાને હરાવીને અહીના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટરન સ્ટેટ ટેબલ ચેમ્પિયનશિપ 2024ની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 30 વર્ષીય ક્રિત્વિકાએ 11-8, 8-11, 12-10, 8-11, 14-12ના સ્કોરના…