ઝારખંડના પૂર્વ સીએમ સામે ઈડી ચાર્જશીટ દાખલ કરી

એજન્સીએ આ કેસમાં તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે, હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી રાંચી  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) રાંચીના બાર્ગેન વિસ્તારમાં 8.46 એકર જમીન કૌભાંડમાં ઝારખંડના ભૂતપૂર્વ સીએમ હેમંત સોરેન વિરુદ્ધ 30 માર્ચે વિશેષ પીએમએલએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ આ કેસમાં તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે. સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ…

માનહાનિના કેસમાં કૉંગ્રેસના નેતાઓને અદાલતનું સમન્સ

રાહુલ ગાંધીને 1 જૂને હાજર થવાનો નિર્દેશ, સિદ્ધારમૈયા અને શિવકુમારને 29 એપ્રિલે હાજર થવા માટે સમન્સ બેંગલૂરુ માનહાનિના કેસના સંબંધમાં કૉંગ્રેસના નેતાઓને વિશેષ અદાલતે સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે 2023 માં ભાજપે 40% કમિશન લીધું હતું અને પાર્ટી પાસે આરોપોને સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજો…

આચારસંહિતાની જાહેરાત બાદ પંચને 79,000 ફરિયાદ મળી

આમાંથી 99% થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરાયું અને તેમાંથી લગભગ 89% ફરિયાદો 100 મિનિટમાં ઉકેલાઈ નવી દિલ્હી ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેને 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે તેની સીવિજિલ એપ્લિકેશન દ્વારા 79,000 થી વધુ ફરિયાદો મળી છે.ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું હતું કે આમાંથી 99%…

પૂર્વ કેન્દ્રીયમંત્રીનાં પૂત્રવધૂ અર્ચના પાટીલ ભાજપમાં જોડાયા

અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાય છે મુંબઈ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલની પુત્રવધૂ અર્ચના પાટિલ ચાકુરકરે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. મુંબઈમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અર્ચના પાટિલ ચાકુરકર ભાજપમાં જોડાયા…

વડોદરામાં ડૉ. હેમાંગ જોશી સામે પણ પક્ષમાં જ વિરોધ

રંજન ભટ્ટના સ્થાને ટિકિટ મેળવનારા જોશી સામે યુવા મોરચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહે રોષ ઠાલવ્યો વડોદરા લોકસભાની વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં પક્ષના આંતરિક જૂથબંધીનો અંત આવી રહ્યો નથી. ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને બદલીને ડૉ. હેમાંગ જોશીને ટિકિટ આપી હતી. પરંતુ તેમની સામે પણ વોર્ડ નંબર પાંચના યુવા મોરચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહે…

કોંગ્રેસ પાસેથી આવકવેરા ખાતાએ 135 કરોડ રૂપિયા વસૂલ કર્યા

રોકડના ઉપયોગને કારણે કોંગ્રેસે વર્ષ 2018-19માં આવકવેરા છૂટ ગુમાવી દીધી હતી, એપ્રિલ 2019માં સર્ચ ઓપરેશનમાં બાબત સામે આવી હતી નવી દિલ્હી આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી 135 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. અહેવાલો અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ રૂપિયાના ઉપયોગને કારણે કોંગ્રેસ પાસેથી આ આવકવેરો વસૂલવામાં આવ્યો હતો. રોકડના ઉપયોગને કારણે કોંગ્રેસે વર્ષ 2018-19માં આવકવેરા છૂટ…

બનાસકાંઠા બેઠક પર ફરી ઉમેદવાર બદલવાની શક્યતા

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને નેતાઓની ત્રણ કલાક બેઠક ગાંધીનગર લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ રહી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર નામ જાહેર કરી ચૂકી છે. જેમાં ગુજરાતની બે બેઠકો પર ભાજપે ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી…

ઓડિશાના બીજેડીના સાંસદ અનુભવ મહાંતિનું રાજીનામું

ઓડિશામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળને મોટો ઝટકો ભૂવનેશ્વર લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ માટે જાણે પક્ષપલટાની ઋતુ આવી ગઈ છે. આ સૌની વચ્ચે એક રાજ્યમાં સત્તાધારી પાર્ટી બીજેડી મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. ઓડિશામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળ (બીજેડી) ને શનિવારે મોટો ઝટકો લાગ્યો.  પાર્ટીના કેન્દ્રાપડા લોકસભા…

યુએસ કોમિક્સે ભારતીય ક્રૂની મજાક કરતું કાર્ટૂન બનાવ્યું

આ કાર્ટૂન ‘એક્સ’ પર શેર કરાયું છે, જેનો ભારતીયો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે બાલ્ટિમોર બાલ્ટીમોરમાં ‘ફ્રાન્સિસ સ્કૉટ બ્રિજ’ સાથે માલવાહક જહાજ ‘ડાલી’ ટકરાતા તે ધરાશાયી થઈ ગયો હતો. માલવાહક જહાજના 22 સભ્યોની ટીમની તાત્કાલિક કાર્યવાહીના અમેરિકન પ્રમુખ જો બાઈડને પણ વખાણ કર્યા હતા, પરંતુ ફોક્સફોર્ડ કોમિક્સે બાલ્ટીમોર દુર્ઘટનાને લઈને જાતિવાદી કાર્ટૂન બનાવીને…

ટોરેન્ટો એરપોર્ટ પર PAIની એર હોસ્ટેસની ધરપકડ કરાઈ

એર હોસ્ટેસ પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા, મહિલા અગાઉ પણ પકડાઈ હતી ટોરેન્ટો પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ પીએઆઈ(પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)ની એક એર હોસ્ટેસની ટોરન્ટો એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા છે. પાકિસ્તાની અખબારના અહેવાલ પ્રમાણે હીના સાની નામની  પીએઆઈની એર…

માત્ર છ માસનો ડોગ કાર નીચે વિસ્ફોટક શોધવામાં માહેર

ચાર મહિના પહેલા જ ડોગને પોલીસ ફોર્સમાં સામેલ કરાયો પણ હવે તે ચીનનો સૌથી લોકપ્રિય પોલીસ અધિકારી બેઈજિંગ ચીનમાં 6 મહિનાનો પોલીસ ડોગ રાતોરાત સેલિબ્રિટી બની ગયો છે. ચીનના લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતા થાકી રહ્યા નથી. આમ તો ચીનની પોલીસ કોમ્યુનિસ્ટ સરકારના આદેશોનુ ક્રુરતા પૂર્વક પાલન કરવા માટે નામચીન છે પણ આ…

હાર્દિક પંડ્યા પર હૂટિંગથી અશ્વિન દર્શકોથી નારાજ

શું તમે અન્ય કોઈ દેશમાં આવું થતું જોયું છે? શું તમે જો રૂટ અને ઝેક ક્રોલીના ચાહકોને લડતા જોયા છે?-અશ્વિન મુંબઈ આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બંને મેચ દરમિયાન હાર્દિકને મેદાનમાં દર્શકો દ્વારા હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ તેને ખૂબ…

યુસુફને ભારતીય ક્રિકેટ ટીમની તસવીરના ઉપયોગ બદલ ઠપકો

પંચ તરફથી યુસુફને સૂચના અપાઈ કે તે ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રીય ટીમની તસવીરનો ઉપયોગ કરી શકશે નહીં કોલકાતા ચૂંટણી પંચે બહરમપુરથી તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ચૂંટણી પ્રચારમાં ભારતીય ક્રિકેટ ટીમની કોઈ પણ તસવીર કે વીડિયોનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. તેના વિરુદ્ધ કોંગ્રેસે પંચને ફરિયાદ કરી હતી, જેની પર આ કાર્યવાહી કરવામાં…

રાજ્યમાં ગરમાવો, કોંગ્રેસ-ભાજપમાં ટિકિટની ખેંચતાણ

ભાજપ માટે રાજકોટ, સાબરકાંઠાની બેઠક માથાનો દુખાવો, કોંગ્રેસમાં વણથંભ્યા રાજીનામાના દોરથી ચિંતા ગાંધીનગર લોકસભા 2024ની ચૂંટણીના પહેલા તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રાજકીય વિવાદથી ગરમાવો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટને લઈને આંતરિક ડખા ચાલી રહ્યા છે. ભાજપમાં તો બે બેઠક પર ઉમેદવારોને બદલ્યા છતાં સ્થિતિ ઠેરના ઠેર જ છે….

રાજનાથના અધ્યક્ષપદે ભાજપની 27 સભ્યોની મેનિફેસ્ટો કમિટી

નાણા મંત્રી સીતારમણ સંયોજક અને ગોયલ સહ-સંયોજક, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને મહત્વની જવાબદારી નવી દિલ્હી ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષ પદે રચાયેલી આ સમિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને સંયોજક અને…

ટિકિટ ન મળવા છતાં પારસની એનડીએ સાથે જ રહેવા જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમારા નેતા છે અને તેમના નિર્ણય અમારા માટે સર્વોપરી છેઃ પશુપતિ પારસ પટના બિહારમાં એનડીએની બેઠકોની વહેંચણીમાં આરએલજેપીના વડા પશુપતિ પારસ ખાલી હાથે રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એક પણ બેઠક મળી નથી. ત્યારે એવા અહેવાલો વહેતા થયા હતા કે,પશુપતિ પારસ હવે એનડીએ સામે બળવો કરી શકે છે અને તે ઈન્ડિયા ગઠબંધનમાં…

ભારતીય ટીમની જાહેરાત એપ્રિલના છેલ્લા સપ્તાહમાં જાહેર થશે

મેગા ટૂર્નામેન્ટની આયોજક આઇસીસીએ તમામ દેશોને ટીમ જાહેર કરવા માટે પહેલી મેની કટ-ઑફ ડેટ આપી છે નવી દિલ્હી હમણાં તો ક્રિકેટજગતની સૌથી મોટી ટી-20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ચાલી રહી છે એટલે બીજી બધી ટૂર્નામેન્ટો કે સિરીઝોનું ખાસ કંઈ મહત્ત્વ રહેતું નથી, પરંતુ રવિવાર, 26મી મેએ ફાઇનલ રમાઈ જશે ત્યાર બાદ ગણતરીના જ દિવસોમાં…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એનાલિસ્ટ ડે 2024માં તેની ટેક ક્ષમતાઓ દર્શાવી

ગ્રાહકના ઇન્શ્યોરન્સ અનુભવને સરળ બનાવે તેવી એઆઈ/એમએલ આધારિત મહત્વના પ્રોડક્ટ ફિચર્સ રજૂ કર્યા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એનાલિસ્ટ ડે 2024ના પ્રસંગે કંપનીએ તમામ પ્રોડક્ટ કેટેગરીઝમાં ટેક ક્ષમતાઓ સહિતની તેની ડિજિટલ ઇકોસિસ્ટમ રજૂ કરી હતી. કંપનીએ ગ્રાહકોને સર્વિસ ડિલિવરીની ચપળતા, કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને સુરક્ષા વધારે તેવા ક્લાઉડ, ડેટા, એઆઈ/એમએલ, આઈઓટી આધારિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ભાર મૂક્યો હતો. આ…

શ્રીનગર-જમ્મુ હાઈવેના રામબન પાસે અકસ્માતમાં 10નાં મોત

પોલીસ, એસડીઆરએફ અને રામબન સિવિલની ક્યુઆરટી ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી જમ્મુ દેશમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મૂ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક એક ભયાનક માર્ગ…

લિમ્પોપોના મમતલાકાલા નજીક બસ અકસ્માતમાં 45નાં મોત

આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ, બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો ડરબન દક્ષિણ આફ્રિકામાં એક ભયાનક કરુણાંતિકા સર્જાયાના અહેવાલ છે. અહીં પરિવહન વિભાગે જણાવ્યું હતું કે લિમ્પોપોના ઉત્તર પ્રાંતમાં મમતલાકાલા નજીક એક ભીષણ બસ અકસ્માતમાં 45 લોકોને કાળ ભરખી ગયો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાની પણ માહિતી છે. …