વર્લ્ડ ટેસ્ટ બોલર રેન્કિંગમાં અશ્વિને બુમરાહનું નંબર-1 સ્થાન છીનવ્યું

બેટર રેન્કિંગમાં રોહિત શર્મા છઠ્ઠા નંબર પર પહોંચી ગયો, યશસ્વી જયસ્વાલે સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો દુબઈ આઈસીસી દ્વારા જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન આઈસીસી રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. તેણે જસપ્રીત બુમરાહ પાસેથી નંબર-1નું સ્થાન છીનવી લીધું છે. આ સાથે…

મહિલાઓને સરવે વગર જ અનામત અપાશેઃ રાહુલ ગાંધી

‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બહુ ધામધૂમથી આનામત આપી હતી, પરંતુ તમને કહેવામાં આવ્યું કે સરવે પછી જ અનામત આપવામાં આવશેઃ રાહુલ નવી દિલ્હી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે અને તેમની યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે,…

પેટીએમને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવાઈ

એનએચએઆઈએ ફાસ્ટટેગ સર્વિસ આપતી બેંક અને નોન- બેંકિંગ નાણાકીય કંપનીઓની યાદી અપડેટ કરી નવી દિલ્હી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પે ટીએમ પેમેન્ટ્સ બેંક (પીપીબીએલ)પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ પીપીબીએલને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવી દીધી છે….

શેરબજારમાં રોકાણકારોની સંપત્તીમાં 13 લાખ કરોડનો ઘટાડો નોંધાયો

બીએસઈ સેન્સેક્સ 906 પોઈન્ટ ઘટીને 72762 પોઈન્ટની સપાટીએ અને નિફ્ટી 338 પોઈન્ટની નબળાઈ સાથે 21997 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો મુંબઈ બુધવારે ઘણા ઉતાર-ચઢાવ બાદ બીએસઈ સેન્સેક્સ 906 પોઈન્ટ ઘટીને 72762 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 338 પોઈન્ટની નબળાઈ સાથે 21997 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. દિવસભર શેરબજારની કામગીરીમાં ઘણો ઉતાર-ચઢાવ…

રશિયાએ યુક્રેન પર પરમાણુ હુમલો ટાળ્યો

અમેરિકાના રિપોર્ટમાં માહિતી સામે આવી, પુતિને કહ્યું, તેવું કરવાની અમારે કોઈ જરૂર નથી મોસ્કો થોડા દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વૈશ્વિક નેતાઓના કારણે રશિયાએ યુક્રેન પર પરમાણુ હુમલો ટાળ્યો હોવાનો અમેરિકી રિપોર્ટ સામે આવ્યો હતો. જોકે હવે રશિયાના રાષ્ટ્રપતિએ પણ કહી દીધું છે કે, ‘તેવું કરવાની અમારે કોઈ જરૂર નથી.’ આ સાથે યુક્રેન…

દેશમાં સેમીકન્ડક્ટર નિર્માણથી ભારત વૈશ્વિક કેન્દ્ર બની શકશેઃ મોદી

મોદીએ જે ત્રણ સેમિકન્ડક્ટર એકમ શિલાન્યાસ કર્યો તેમાં, ગુજરાતનાં સાણંદ અને ધોલેરામાં એક-એક અને આસામમાં એક એકમનો સમાવેશ થાય છે નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજારો-કરોડોની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરી રહ્યા છે, ત્યારે તેમણે આજે ત્રણ સેમિકન્ડક્ટર એકમોની ભેટ આપી છે. તેમણે આજે (13 માર્ચે) વર્ચુઅલ માધ્યમથી લગભગ 1.25 લાખ…

કેન્સરની નવ નકલી દવા સાથે સાત લોકોની ધરપકડ કરાઈ

આરોપીઓ હોસ્પિટલમાં દર્દીઓને કીમોથેરાપીમાં અપાતા ઈન્જેક્શનની ખાલી શીશીઓ ભેગી કરતા હતા, પછી તે શીશીઓમાં એન્ટી ફંગલ દવાઓ ભરીને વેચતા હતા નવી દિલ્હી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નકલી દવાઓના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં સામેલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે આરોપી દિલ્હીની એક જાણીતી કેન્સર હોસ્પિટલના કર્મચારી છે. પોલીસે આરોપીઓ પાસેથી…

ભાજપને પછાડવા કોંગ્રેસ દલિત અને પછાત ચહેરાઓના સહારે

  યાદીમાં સામેલ 43 ઉમેદવારોમાં 10 જનરલ કેટેગરીના, 13 ઓબીસી, 10 SC, 9 એસટી અને 2 મુસ્લિમ ઉમેદવારો છે નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. યાદીમાં કુલ 43 ઉમેદવારોના નામ છે. આ યાદીની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 76 ટકા ઉમેદવારો દલિત અને પછાત છે. યાદીમાં…

ગાંધીનગરના કુડાસણની ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલ સામે ગુનો દાખલ

અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં કુલ 17 જગ્યાએ સીઆઈડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ 3571 ડુપ્લીકેટ દસ્તાવેજ મળી આવ્યા હતા અમદાવાદ ગુજરાતમાંથી વિદેશ ભણવા અને ત્યાં જ સ્થાયી થવા માટે હાલ યુવાનોમાં ક્રેઝ વધી ગયો છે અને વિદેશ જવાના મોહમાં અનેક યુવકો સાથે છેતરપિંડી થઈ રહી છે. વિદેશોમાં નોકરી સહિતની લાલચો આપીને ઘણા…

યુક્રેનના દિમિત્રો હ્રુન્સકીએ પોતાની દાઢી, દાંત અને ગરદન દ્વારા 3 ગિનિસ બુક રેકોર્ડ તોડ્યા

દિમિત્રોએ પોતાની દાઢી વડે 2580 કિલો વજનનું વાહન ખેંચ્યું, 7759 કિલો વજનની ટ્રકને લગભગ 5 મીટરના અંતરે ખેંચી અને દાંતથી 7 ટેક્સી કાર ખેંચીને રોકોર્ડ કર્યો કીવ યુક્રેનના એક યુવકે પોતાની તાકાતથી એક નહીં પરંતુ ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેના અદ્ભુત પરાક્રમથી લોકો દંગ રહી ગયા છે. દિમિત્રો હ્રુન્સકી નામના આ વ્યક્તિએ પોતાની દાઢી,…

તમે આઈપીએલ પહેલાં કેવી રીતે ફિટ થઈ જાઓ છોઃ પ્રવિણ કુમારનો હાર્દિકને સવાલ

પ્રવીણ કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે, “તમે દેશ માટે-ડોમેસ્ટિક ક્રિકેટમાં નથી રમતા અને આઈપીએલ પહેલા તમે ફિટ થઈ જાઓ છો નવી દિલ્હી ઇન્ડિયન પ્રીમિયર લીગ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત લીગમાંની એક છે. આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ આઈપીએલ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ…

માતાની તબિયત જોવા રોહિતે મારા માટે ચાર્ડડ પ્લેનની વ્યવસ્થા કરાવીઃ અશ્વિન

ડૉક્ટરે માતાને વીડિયો પર જોઈ શકાય એવી સ્થિતિ ન હોઈ ટીમ ઈન્ડિયાનો સ્પિનર ભાંગી પડ્યો હતો અને રાજકોટથી વિમાન ન હોઈ રોહિતે અશ્વિન માટે તમામ વ્વસ્થા કારાવી આપી નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની ટેસ્ટ સીરિઝ ભારતીય ટીમે 4-1થી જીતી હતી. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમે પછીની ચાર મેચ જીતી અને…

જસદણના બાખલવડ ગામ પાસે કારે બાઈકને ટક્કર મારતા મામા-બે ભાણેજનાં મોત

મામા અને એક ભાણેજનું ઘટનાસ્થળે જ મોત જ્યારે અન્ય એક ભાણેજને માથામાં ઈજા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ભાવનગર ગુજરાતમાં માર્ગ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે છાશવારે થતા અકસ્માતના બનાવમાં અનેક લોકો જીવ ગુમાવે છે ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના જસદણના બાખલવડ ગામ નજીક બની છે જેમાં કારે…

કોરોના મહામારીને લીધે લોકોના જીવનમાં 1.6 વર્ષનો ઘટાડો

ધ લેન્સેટ જર્નલના તાજેતરના સંશોધનમાં આ માહિતી સામે આવી નવી દિલ્હી આનંદ ફિલ્મનો એક ખૂબ જ પ્રખ્યાત ડાયલોગ છે. “જિંદગી બડી હોની ચાહિયે, જહાંપનાહ, લંબી નહીં”. તેમનો અંદાજો દાર્શનિક હતો પરંતુ વાસ્તવિકતા પર નજર કરીએ તો આજે દુનિયામાં લોકો પહેલા કરતા લાંબુ જીવે છે. લગભગ 73 વર્ષ સુધી. પરંતુ કોરોના મહામારીના કારણે જીવનમાં 1.6 વર્ષનો…

ચાઈનીઝ એપથી યુએસની ચૂંટણીમાં ચેડાની શક્યતા

એપ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે, આ અંગે એક બિલ થોડા દિવસ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું જેના પર હવે મતદાન કરાશે વોશિંગ્ટન ભારત બાદ હવે અમેરિકામાં પણ ચાઈનીઝ એપ ટીકટોક માટે ખરાબ દિવસો શરૂ થવાના છે. કારણ કે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ અંગે એક બિલ થોડા દિવસ પહેલા રજૂ…

કુલદીપે એન્ડરસનને કહ્યું હતું, હુંજ તારી 700મી વિકેટ બનીશ

એન્ડરસને કહ્યું, કુલદીપ યાદવે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર આવ્યો અને હું રનઅપ માટે મારા માર્ક પર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે મને કહ્યું કે હું જ તારી 700મી વિકેટ બનીશ નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતે ઇંગ્લેન્ડને 4-1થી હરાવી સીરિઝ પોતાના નામે કરી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ…

ભારતીય મુસ્લિમોને સીએએ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી, તેમને હિંદુઓ જેટલો જ અધિકાર છે

સીએએ કાયદો લાગુ થવાથી કોઈપણ ભારતીયને તેની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં નહીં આવે નવી દિલ્હી સીએએ પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમાજને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય મુસ્લિમોને…

સંયુક્ત રાષ્ટ્રએ ભારતના સીએએને મૌલિક રીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો

સીએએ હેઠળ આવા દેશોના શિયા મુસ્લિમો જેવા મુસ્લિમ લઘુમતીઓને સ્થાન આપવામાં આવ્યું ન હોવાનો હ્યુમન રાઈટ્સ વૉચ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનો આક્ષેપ વોશિંગ્ટન અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રએ ભારતના વિવાદિત નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ ભારતના આ કાયદાને મૌલિક રીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે 31…

15 માર્ચ બાદ પેટીએમની અનેક સેવાઓ બંધ થઈ જશે

પેટીએમ પેમેન્ટ્સ બેંક પર 15 માર્ચ 2024 બાદ કોઈ પણ ટ્રાન્જેક્શન એક્સેપ્ટ કરવામાં નહીં આવે નવી દિલ્હી પેટીએમની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. આરબીઆઈના પ્રતિબંધ બાદ પેટીએમના પેમેન્ટ્સ બેંકની ડેડલાઈન હવે બે દિવસમાં સમાપ્ત થઈ જશે. ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકની સેવા માટે 15 માર્ચની સમયમર્યાદા નક્કી કરી હતી જે 15 માર્ચ બાદ…

નિજ્જર હત્યાના પુરાવા ક્યાં છેઃ કેનેડાના દાવા પર ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પીએમનો સવાલ

ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકયો હતો અને ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પીએમ વિન્સટન પીટર્સે આ દાવાની હવા કાઢી નાંખતુ નિવેદન આપ્યું વેલિંગ્ટન ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે આપેલા નિવેદનના કારણે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની ઉંઘ ઉડી ગઈ છે. ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકયો હતો અને ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી…