GLS યુનિવર્સિટીએ 9માં દીક્ષાંત સમારોહમાં 5000+ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરી

 અમદાવાદ  GLS યુનિવર્સિટી દ્વારા 9માં દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહ ખરેખર, શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી સમાન હતો, જેમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓને UG, PG અને ડોક્ટરેટ સ્તરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી.  GLS કેમ્પસ, લો ગાર્ડન સામે, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના જાણીતા ક્રિકેટર,  સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની સાથે GLS યુનિવર્સિટીના પ્રમુખ  સુધીર નાણાવટી, ગુજરાત લો સોસાયટીના પ્રમુખ પંકજ પટેલ અને GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સમાજમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ, બે અગ્રણી વ્યક્તિઓ, વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલે અને પ્રખ્યાત ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક અને લેખક સિદ્ધાર્થ રાંદેરિયાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.                આ સમારોહમાં મુખ્ય અતિથિ  સૂર્યકુમાર યાદવે શિસ્ત, સખત મહેનત અને શ્રેષ્ઠતાની શોધ પરના પોતાના વિચારોથી સ્નાતકોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “સફળતા મેળવવા માટે પ્રતિભા સાથે ધૈર્યવાન અને પ્રતિબદ્ધ હોવું પણ જરૂરી છે. તમે હવે એવી દુનિયામાં પગ મૂકી રહ્યા છો જ્યાં મેદાનની અંદર અને બહાર, બન્ને જગ્યાએ લીડરશીપની જરૂર હોય છે. તમારી વ્યાવસાયિક યાત્રામાં આગળ વધતાં તમારું સમર્પણ તમારી માટે માર્ગદર્શક બને તેવી શુભકામનાઓ આપું છું.”             GLS યુનિવર્સિટીના પ્રમુખ  સુધીર નાણાવટીએ એક પ્રેરક ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે સ્નાતકોને સતત બદલાતી દુનિયામાં પરિવર્તનને અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “વાસ્તવિક દુનિયા તમારી એવી રીતે કસોટી કરશે, જેની તમે હજુ સુધી કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ સતત શીખવાની અને આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરવાની ક્ષમતા તમારી સૌથી મોટી તાકાત હશે.”  ગુજરાત લો સોસાયટીના પ્રમુખ પંકજ પટેલે સ્નાતકોને હૃદયપૂર્વક અભિનંદન આપતાં કહ્યું હતું કે, “તમે આ સંસ્થામાંથી ફક્ત જ્ઞાન સાથે જ નહીં, પરંતુ નવી જવાબદારી લઈને બહાર નીકળી રહ્યા છો. તમારી પહેલી નોકરી તમારી કારકિર્દી નથી અને તમારી પહેલી ભૂલ, એ તમારી ઓળખ નથી. ”     GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ વિદ્યાર્થીઓની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ તમારો સમય છે, પણ આ તો ફક્ત શરૂઆત છે. જ્યારે તમે આ કેમ્પસની બહાર નીકળો, ત્યારે યાદ રાખજો કે,  સમય હંમેશા તમારા નિયંત્રણમાં નથી હોતો, પરંતુ તૈયારી તમારા નિયંત્રણમાં હોય છે. ”          GLS યુનિવર્સિટીએ  વિજય ચૌથાઈવાલે અને  સિદ્ધાર્થ રાંદેરિયાને રાષ્ટ્રનિર્માણ, કૂટનીતિ અને કલામાં તેમના અસાધારણ યોગદાનને બિરદાવતા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.  વિજય ચૌથાઈવાલેને વિદેશ બાબતોમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે  સિદ્ધાર્થ રાંદેરિયાને ગુજરાતી રંગભૂમિ અને સિનેમા પર તેમના પ્રભાવ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહ અનેક ગૌરવપૂર્ણ ક્ષણોથી ભરપૂર હતો. 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન માટે ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 37 ડોક્ટરલ વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમણે કઠોર સંશોધન અને સમર્પણની એક ઉલ્લેખનીય શૈક્ષણિક સફર પૂર્ણ કરી હતી. આ ઉપરાંત, 40 વિદ્યાર્થીઓને લો(કાયદો), કમ્પ્યુટર એપ્લિકેશન્સ, આઇટી, કોમર્સ,  મેનેજમેન્ટ અને ડિઝાઇન સહિત વિવિધ શાખાઓમાં ‘બેસ્ટ સ્ટુડન્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો (DAU SoL) એ ‘IndusAcX સમિટ 2025’નું આયોજન કર્યું

આ સમિટ, ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં 15 જેટલી શૈક્ષણિક અને ઉદ્યોગ પેનલ ચર્ચાઓ થઈ હતી અને ઉપયોગી રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું ગાંધીનગર ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો (DAU SoL) એ શનિવારે તેના ગાંધીનગર કેમ્પસમાં ‘IndusAcX સમિટ 2025 : ધ ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા એક્સચેન્જ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું….

હીરામણિ સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ અંગ્રેજી માધ્યમમાં ‘આનંદમ્’ શીર્ષક હેઠળ ઉજવાયેલ આ વાર્ષિકોત્સવમાં વિવિધતામાં એકતાના દર્શન કરાવતા વિવિધ ડાન્સ, માઈમ, સ્કીટ વગેરે રજૂ કરવામાં આવ્યા. કાશ્મીર થી લઈ કન્યાકુમારી તથા ગુજરાતથી લઈ આસામ સુધીના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ પ્રોગ્રામને લગભગ 3500 પ્રેક્ષકો જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આમંત્રિત મહેમાનોએ માણ્યો. શિવસ્તુતિ, ગરબા, ભાંગડા, લાવણી, ઘુમર તથા પહાડી ડાન્સે…

મોરબી જિલ્લાના બોરિયાપાટી શાળામાં એનિમિયા નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ યોજાયો

મોરબી મોરબી જિલ્લાના બોરિયાપાટી શાળામાં એનિમિયા નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એનિમિયા મુક્ત ભારત અભિયાનના સમર્થનમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની પરિયોજના હેઠળ આશ્વિનભાઈ ટીમના સક્રિય સભ્ય તરીકે જોડાયા હતા તેમજ UHC લિલાપર રોડ ટીમ દ્વારા સફળ આરોગ્ય તપાસ અને પોષણ કાર્યક્રમ યોજાયો આ કામગીરી દરમિયાન મેડિકલ ઓફિસર ડૉ. અરવિંદ ચૌધરી, ભાવીકાબેન (લેબ ટેક્નિશિયન),…

હીરામણિ પ્રાથમિક શાળામાં આર્ટ અને ક્રાફ્ટ દ્વારા વિવિધ મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. 5 થી 7 ના વિદ્યાર્થીઓ વચ્ચે આર્ટ અને ક્રાફ્ટ દ્વારા વિવિધ મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સુંદર અને આકર્ષક મોડેલ બનાવ્યા હતાં.

3 વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના ૪.૫ કરોડથી વધુ બાળકોએ લાભ લીધો

છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોના આરોગ્યની સમસ્યાઓ શોધીને ૧૭.૫ હજારથી વધુ હૃદય સંબંધિત સર્જરી-સારવાર, ૪,૧૪૯ કીડની સારવાર, ૨,૩૩૬ કલબફૂટ, ૧,૪૦૮ ક્લેફ્ટ લીપ પેલેટ તેમજ ૬૯૨ કેન્સર રોગની સારવાર અપાઈ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભા પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા,…

2047 સુધીમાં વિકાસ ભારત બનાવવાનું યુવાનોના હાથમાં છેઃ સુજન આર.ચિનોય

અમદાવાદ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (SVGU)ના કેમ્પસમાં પ્રથમ દીક્ષાંત સમારોહમાં 340 અનુસ્નાતક વિદ્યાર્થીઓમાંથી, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ અને પત્રકારત્વ અને સંદેશાવ્યવહારના 25 સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન દ્વારા ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. રાજકોટના કાઠિયાડમાં જન્મેલા અને ઉછરેલા ચિનોયે સ્નાતક વિદ્યાર્થીઓની પ્રથમ બેચને સંબોધતા કહ્યું કે “દીક્ષાંત સમાપન એક અંત તેમજ શરૂઆત છે કારણ કે…

14 ડિસેમ્બરે સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ

અમદાવાદ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (SVGU) 14 ડિસેમ્બર, 2025 ના રોજ તેના પ્રથમ દીક્ષાંત સમારોહનું આયોજન કરી રહી છે. મુખ્ય મહેમાન રાજદૂત સુજન આર. ચિનોય – SVGU પ્રમુખ સિદ્ધાર્થ પટેલ (MBA, ડલ્લાસ યુનિવર્સિટી, USA), પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) સુભાષ બ્રહ્મા ભટ્ટ (પીએચડી – ઇન્ડોલોજી અને IKS), રજિસ્ટ્રાર ડૉ. મયુર શાહનીની હાજરીમાં – ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ…

પૂર્વ IAS અધિકારીને ગુજરાત સરકારને 1.20 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ 5 વર્ષની સજા

1.20 કરોડનું નુકસાન પહોંચાડવા બદલ સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ( PMLA) કોર્ટે ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટરને પાંચ વર્ષની જેલ અને ₹ 50,000 દંડની સજા ફટકારી હતી. તેઓ 2003 થી 2006 દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા જમીન કિંમત સમિતિ ( DLPC) ના અધ્યક્ષ હતા. એસવીએન, અમદાવાદ  1.20 કરોડનું નુકસાન પહોંચાડવા બદલ એક ખાસ પ્રિવેન્શન…

હીરામણિ પ્રાથમિક શાળામાં ન્યુઝ પેપરમાંથી મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ન્યુઝ પેપરમાંથી મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ. ધો. 1 થી 4 ના વિદ્યાર્થીઓએ ન્યુઝપેપરમાંથી સાઈકલ, કપ-રકાબી, હિંડોળા, ઝૂંપડી, ફોટોફ્રેમ, ફ્લાવર પોટ, ટોપી, પતંગિયા જેવા વિવિધ મૉડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓ ભણવાની સાથે-સાથે અન્ય એક્ટિવિટિમાં પણ પોતે આગળ વધે તે હેતુ થી આવી વિવિધ સ્પર્ધાઓનું હીરામણિમાં આયોજન કરવામાં આવે છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કચ્છમાં સામુદાયિક-ધોરણે લીલો ઘાસચારો ઉગાડવાની પહેલનો પ્રારંભ

અમદાવાદ કચ્છના દુર્ગમ પ્રદેશમાં જ્યાં પાણીનું દરેક ટીપુંય અત્યંત મહત્વનું છે, ત્યાં હવે હરિયાળી આશાની લહેરકી પ્રસરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સામુદાયિક-ધોરણે સંચાલિત લીલો ઘાસચારો ઉગાડવા માટેની એક નવી પહેલનું આ સપ્તાહે અબડાસા તાલુકાના આરીખણા ગામમાં ઉદ્દઘાટન કરાયું છે. આશરે 4.5 હેક્ટર જેટલી સામાન્ય જમીન પર શરૂ કરાયેલી આ પહેલ થકી આશરે 1100 પશુઓને ફાયદો થવાની અપેક્ષા છે. જેના…

વનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું કાયદેસરનું વૈશ્વિક હબની યુએન સાથે સંકળાયેલા વાઈલ્ડલાઈફ કન્વેન્શને પુષ્ટિ કરી

જામનગર  ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ CITESની વીસમી બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટાભાગના દેશોએ પ્રાણીઓની આયાતના સંદર્ભમાં ભારત સામે કોઈપણ પગલાં લેવા પર્યાપ્ત પૂરાવા કે આધાર નથી તેવી પુષ્ટિ કરવાની સાથે જ આ મામલે ભારતના વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે. આ પરિણામ થકી વન્યજીવ સંભાળ માટે કાયદેસરતા, પારદર્શકતા અને વિજ્ઞાન-આધારિત વનતારાના મોડેલને…

ગાંધીનગર મેડિકલ કોલેજ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં દોષિત વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા

ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષનાવિદ્યાર્થીઓને છ માસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા : તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાહોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર્યવાહી કરાઇ ગાંધીનગર ગાંધીનગર મેડિકલ કોલેજ (GMERS) બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ…

SIR અભિયાનમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કામરેજ વિધાનસભાની ઉત્તમ કામગીરી

SIR ની આ શુદ્ધિકરણ મતદારની કામગીરીમાં સહયોગ કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં આપણું યોગદાન આપીએ :- પ્રફુલ પાનશેરીયા અમદાવાદચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) ની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ રહી છે, વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત કામરેજ વિધાનસભામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે ટીમ કામરેજના હોદ્દેદારો, કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા અત્યંત…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા HEALTH IS WEALTH ની થીમ પર સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ) ફેવીસ્ટીકદ્વારા શરીરનાં આંતરિક અવયવ (ડાઈજેસ્ટીવ સિસ્ટમ), સંતુલિત આહાર, ખોરાકનાં ઘટકો, આરોગ્ય સંપતિ, આપણું અતુલ્ય શરીર,યોગ અને આર્યુવેદનું જીવનમાં મહત્વ,અને લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે “મોડેલ બનાવવાની સ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ. જેમાં ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થીઅને વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

હીરામણિ નર્સરી-કે.જી. સ્કૂલ વિભાગમાં ભૂલકાંઓની FANCY DRESS COMPETATION યોજાઈ

આજરોજ હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના ભૂલકાંઓ માટે ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં આશરે 150 કરતા વધારે ભૂલકાંઓએ ભાગ લીધો હતો. ભૂલકાંઓ દ્વારા ટીચર, ડોક્ટર, સૈનિક, રાધા, ક્રિષ્ણ, બનાના, ફૂલવાળી, ફળવાળો, ટ્રાફિગ સિગ્નલ, હનુમાન, રામ, ખેડૂત, રાજકીય નેતા, ક્રિકેટર વગેરે સુંદર પાત્રો ભજવ્યા હતાં. કોમ્પિટિશનના અંતે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતાં.

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા કેમલ કલર કોન્ટેક્ટ વર્લ્ડ લાર્જેસ્ટ આર્ટ કોમ્પિટિશનમાં ઈનામો પ્રાપ્ત કર્યા

હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએકેમલ ગ્રુપ દ્વારા ઓલ ઇન્ડિયા કેમલ કલર કોન્ટેક્ટમાં વર્લ્ડ લાર્જેસ્ટ આર્ટ કોમ્પિટિશનમાં હીરામણી  પ્રાઇમરી સ્કુલ (ઇંગ્લીશ મીડીયમ) ના વિદ્યાર્થીઓના ચિત્રો મોકલવામાં આવ્યા હતા. જેમાં હીરામણી સ્કૂલના ઝોનલ લેવલે (રાષ્ટ્રીય કક્ષાએ) પાંચ વિદ્યાર્થીઓ અને ગ્રાન્ડ ફિનાલે લેવલે (આંતરરાષ્ટ્રીય કક્ષાએ)  ત્રણ વિદ્યાર્થીઓએ ઇનામ પ્રાપ્ત કર્યા છે. દ્વિતીય ઈનામ – ધ્વનિ પટેલ-…

વર્લ્ડ ડાયાબિટીસ ડે – અમદાવાદ શહેરમાં 103 કેન્દ્રો પર ડાયાબિટીસ અંગે જાગૃતિ અભિયાન યોજાયું

અમદાવાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનસાઉથ ઇસ્ટ એશિયા(IDFSEA)ના સહયોગથી અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (AFPA) ના સમર્થનથી, વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સવારના સમયે જે સ્થળોએ જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય તેવા સમગ્ર અમદાવાદના ૧૦૩ સ્થળોએ સવારના ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન ડાયાબિટીસ સ્ક્રીનીંગ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિમલ ગાર્ડન ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં નાગરિકોએ મફત બ્લડ સુગર સ્ક્રીનીંગ, બ્લડ પ્રેશર ચેક-અપ, વરિષ્ઠ ડોકટરો દ્વારા ડાયાબિટીસ જાગૃતિ સંદેશ, ફિટનેસ પાર્ટનર્સ દ્વારા ઝુમ્બા/ફિટનેસ સત્ર અને નિષ્ણાત ડોકટરો દ્વારા જીવનશૈલી અને આહાર અંગે સલાહ જેવી સેવાઓનો લાભ લીધો હતો. વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે મુખ્ય કાર્યક્રમ પરિમલ ગાર્ડન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના માનનીય મેયર  પ્રતિભા જૈન, અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ, AMCના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. ભાવિન સોલંકી, AMCના  ઉચ્ચ અધિકારીઓ જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) તેમજ હેલ્થ કમિટીના ચેરમેન સહિત  ડૉ. બન્સી સબૂ, AFPAના ડૉ. પ્રિતેશ શાહ અને ડૉ. મેહુલ શેલત, ક્યોર સાઇટ હોસ્પિટલના ડૉ. પરિમલ દેસાઈ, ડૉ. મોના દેસાઈ અને ડૉ. આદિત દેસાઈ સહિત અમદાવાદ મેડિકલ એસોસીએસનની વર્કિંગ કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.  તમામ 103 કેન્દ્રોમાં ઉત્તમ વ્યવસ્થાપન, સંકલન અને શહેરીજનોમાં જાગૃતિ લાવવા અંગેનું કાર્ય ડૉ. પ્રજ્ઞેશ વછરાજાણીએ સંભાળ્યું હતું.

હીરામણિ પ્રાથમિક શાળામાં ચાચા નહેરુના જન્મદિવસ નિમિત્તે બાળદિનની ઉજવણી કરવામાં આવી

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં બાળદિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ બાળદિન ઉજવણી નિમિત્તે બાળગીત, અભિનયગીત, વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી તેમજ બાળકો દેશની આઝાદીના લડવૈયા એવા મહાન દેશભક્તોને ઓળખે અને તેમનામાંથી પ્રેરણા લે તે હેતુંથી વિદ્યાર્થીએ આઝાદીના લડવૈયાના પાત્રો ખુબ જ સારી રીતે પાત્રો ભજવ્યા હતાં અને…

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા “ક્રિએટર્સ સંગા” ઇન્ફ્લુએન્સર્સ મીટનું સફળ આયોજન

અમદાવાદ યુવા પેઢીમાં સકારાત્મકતા, જાગૃતિ અને સર્જનાત્મક જવાબદારી વધારવા હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા 11 અને 12 નવેમ્બરે “ક્રિએટર્સ સંગા” ઇન્ફ્લુએન્સર્સ મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું. દેશભરના 50 કરતાં વધુ લોકપ્રિય ડિજિટલ ક્રિએટર્સ, કલાકાર અને કન્ટેન્ટ મેકર્સ એક સ્થળે ભેગા થયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ-સમાજમાં સકારાત્મક બદલાવ કેવી રીતે લાવી શકાય તેના પર ચર્ચા-વિચારણા…