કારણ વિના જ અચાનક મૃત્યુ પામનારાના કેસ પર આઈસીએમઆરની ઝીણવટપૂર્વક નજર

આ અભ્યાસ કોરોના મહામારીના કહેરના પરિણામોને સમજવામાં મદદ કરશે અને ભવિષ્યમાં થનારા મૃત્યુઓને રોકવામાં મદદ કરશે ગાંધીનગરભારતની ટોચની મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ આઈસીએમઆરએ કોરોના બાદ દુનિયામાં યુવાઓના વધી ગયેલા અચાનક મૃત્યુ પાછળના કારણોને જાણવા અને સમજવા માટે બે મહત્ત્વપૂર્ણ અભ્યાસ શરૂ કર્યા છે. આસીએમઆરના જનરલ ડિરેક્ટર ડૉ. રાજીવ બહલ 18 થી 45 વર્ષની વયે થનારા મૃત્યુની…

ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિયેશનની ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાથે મુલાકાત

અમદાવાદ ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા PMJAY યોજના હેઠળ ઘટાડેલા દરના વિરોધમાં તા.14 થી 16 ઓગસ્ટ PMJAY યોજના અંતર્ગત ડાયાલિસીસ બંધ રાખવામાં આવેલા. તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી. ગુજરાતના લાખો ડાયાલિસીસ દર્દીઓના પ્રશ્નને સરકાર ગંભીરતાથી લેતી નથી. ડાયાલિસીસ એ ખુબ જ જટિલ પ્રોસેસ છે. તેમાં નેફ્રોલોજિસ્ટનું માર્ગદર્શન અને દેખરેખ ખુબ…

મતદારોને રિઝવવા કોંગ્રેસ 20 ઓગસ્ટથી રાજ્યમાં પદયાત્રા યોજશે

પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જોડાશે અને મતદારો સાથે સંપર્ક કરશે, જિલ્લા દીઠ અને લોકસભાની બેઠક પ્રમાણે જનસંપર્ક કરવામાં આવશે અમદાવાદગુજરાત કોંગ્રેસમાં હવે નવા પ્રાણ ફૂંકવા માટે હાઈકમાન્ડે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી…

રાઇફલ ક્લબ અમદાવાદ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

“આપણે જે સ્વતંત્રતાની કદર કરીએ છીએ અને જે યાદોને આપણે સાથે બનાવીએ છીએ તેની ઉજવણી કરો. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!” “આ ખાસ દિવસે, ચાલો આપણા ભૂતકાળને યાદ કરીએ, આપણા વર્તમાનની ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન કરીએ. દર વર્ષની જેમ આ વખતે પણ A.M&R.T.A (રાઇફલ ક્લબ) અમદાવાદ દ્વારા સંપૂર્ણ દેશભક્તિ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

હીરામણિ સ્કૂલમાં 15મી ઓગસ્ટે 77 મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પી.કે.લહેરીના મુખ્ય મહેમાન પદે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલમાં 15મી ઓગસ્ટે 77 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પી.કે.લહેરી (નિવૃત્ત ચીફ સેક્રેટરી, ગુજરાત રાજ્ય)ના મુખ્ય મહેમાન પદે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

નેફ્રોલોજી એસો.ની હડતાલ દરમિયાન 4000થી વધુનાં મફત ડાયાલિસિસ

હડતાલ હોવા છતાં સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ કેન્દ્રોએ આ જવાબદારી ઉપાડી લીધી હોવાનો સરકાર જુઠ્ઠો પ્રચાર કરતી હોવાનો આક્ષેપ અમદાવાદગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા પીએમજેએવાય યોજના હેઠળ ડાયાલીસીસના ઘટાડેલા દરના વિરોધમાં તારીખ ૧૪ થી ૧૬ ઓગસ્ટ પીએમજેએવાય અંતર્ગત ડાયાલીસીસ બંધ રાખવામાં આવેલા.સોમવારના દિવસે મોટી સંખ્યામાં દર્દીઓ પણ આ મુદ્દાની રજૂઆત કરવા માટે બધા જ શહેરોમાં કલેક્ટર ઓફિસ…

હીરમણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના બાળકોએ વિવિધ પ્રકારના સુંદર તિરંગા બનાવ્યા

હીરમણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના બાળકોએ વિવિધ પ્રકારના સુંદર તિરંગા બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સ્વાંત્ર્ય દિન નિમિત્તે ક્રાફ્ટ દ્વારા વિવિધ પ્રકારના રાષ્ટ્રધ્વજ બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સ્વાંત્ર્ય દિન નિમિત્તે ક્રાફ્ટ દ્વારા વિવિધ પ્રકારના રાષ્ટ્રધ્વજ બનાવ્યા

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન હેઠળ શૌર્યગીત સ્પર્ધાનું આયોજન

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન હેઠળ શૌર્યગીત સ્પર્ધાનું આયોજન

ખાનગી હોસ્પિટલ્સ 14થી 16 ઓગસ્ટ સુધી પીએમજેએવાય ડાયાલિસિસ બંધ કરશે

ડાયાલિસિસના ભાવમાં કાપ મૂકવામાં આવતા નારાજ ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશને રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી અમદાવાદગુજરાતની સરકારે પીએમજેએવાય યોજના અંતર્ગત ચાલતા ડાયાલિસિસ માટે મળતી રકમ અચાનક જ 2000 માંથી 1650 કરી નાખી છે. તેઓએ છેલ્લા 8 વર્ષમાં દરમાં વધારો કર્યો નથી પરંતુ તેનાથી વિપરીત 17% ટકા ઘટાડો થયો છે. જેના સામે રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆત…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવનની મુલાકાત લીધી

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવન (અમદાવાદ)ની મુલાકાત લીધી

સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદના 523 વિદ્યાર્થી પાસ થયા

સમગ્ર ભારતમાં 1,03,517 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 25,860 વિદ્યાર્થીઓ પાસ થયા અમદાવાદધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જૂન, 2023માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. જૂન 2023માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 2277 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 523 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 22.97ની…

હીરામણિ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ પર્ણનો ઉપયોગ કરી પક્ષીઓ તેમજ પ્રાણીઓના વિવિધ ચિત્રો બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ પર્ણનો ઉપયોગ કરી પક્ષીઓ તેમજ પ્રાણીઓના વિવિધ ચિત્રો બનાવ્યા

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએI nstitute for Plasma Researchની મુલાકાત લીધી

જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીનની પ્રેરણાથી હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનાં ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં ૩ શિક્ષકોની સાથે ૫૫ વિદ્યાર્થીઓ, આચાર્યા ભારતીબેન મિશ્રા શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક મુલાકાત માટે તારીખ:- ૦૭/૦૮/૨૦૨૩ ના રોજ Institute for Plasma Research… ખાતે ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ Plasma Research વિશે સમજાવવામાં આવ્યાં હતાં.

મુંબઈથી સફારી કારમાં આવેલા બે શખ્સ 39 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયા

પોલીસે પાર્સલ ચેક કરતાં તેમાંથી 376 ગ્રામ 600 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો, પોલીસને શંકા ના જાય તે માટે એક મુસ્લિમ મહિલાને સાથે રખાઈ હતી અમદાવાદ  તાજેતરમાં જ અમદાવાદમાંથી એસઓજી ક્રાઈમે 6.69 લાખની કિંમતના 69 ગ્રામ 670 મિલીગ્રામ ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. ત્યારબાદ સારંગપુરમાંથી વધુ એક મહિલા 10.39 લાખના 103…

રાજ્યમાં સિઝનનો 79.83 ટકા વરસાદ, કચ્છમાં સૌથી વધુ 135.80 ટકા

સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ અમદાવાદ  ગુજરાતમાં બીપરજોય વાવાઝોડા બાદ ચોમાસાની જબરદસ્ત એન્ટ્રી થઈ હતી. વરસાદના ત્રણ રાઉન્ડમાં રાજ્યના નદી નાળા છલકાઈ ગયા હતાં અને જળાશયોમાં નવા નીર આવ્યા હતાં. ત્યારે કેટલાક દિવસથી શાંત થયેલા મેઘરાજા હવે ફરીવાર પધારવાની તૈયારીમાં છે….

ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું

કમલમમાંથી વનવાસ- પ્રતિબંધની ચાલેલી ચર્ચા વચ્ચે પ્રદેશ અધ્યક્ષની સુચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનો ખુલાસો ગાંધીનગરગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. હવે ભાજપમાંથી પાટીલ જૂથના નેતાઓ ટાર્ગેટ બની રહ્યાં છે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. છેલ્લા…

રેલવે કોરિડોરની કામગીરી સમયે ક્રેન ધરાશાયી થતાં એકનું મોત, સાતને ઈજા

એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, તો અન્ય સાત શ્રમિકને ઇજા પહોંચતા કરજણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં વડોદરા વડોદરાના કંબોલામાં રેલવે કોરિડોરની કામગીર સમયે ભંયકર દુર્ઘટના ઘટી હતી. જેમાં એકનું મોત થયું છે અને સાત લોકોને ઇજા પહોંચી છે. અહીં રેલવે કોરિડોરની કામગીરી દરિયાન અચાનક વિશાળ ક્રેન ધરાશાયી થતાં તેની નીચે…

ભદ્રકાળી મંદિર પર હવે કોઈ પણ ધ્વજા ચઢાવી શકશે

મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા ચઢાવવા માટે પોલ તૈયાર કરવામાં આવ્યો, ધ્વજા ચઢાવવા પેટે ભાવિકે 1100 ચુકવવા પડશે અમદાવાદશહેરમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ધજા ચઢાવવાને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ભક્તો માતાજીના મંદિરે ધજા ચઢાવી શકશે. 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા…

સુરતમાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા

પોક્સો કેસોની ખાસ અદાલતે એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવી પેન્ડીંગ રાખેલો ચૂકાદો જાહેર કર્યો સુરતમાર્ચ-2023માં સુરતના ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામની માત્ર દોઢેક વર્ષની બાળકીને બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને હત્યા કરનાર 23 વર્ષીય આરોપી ઈસ્માઈલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં…