હમાસના હુમલામાં ભૂમિકા બદલ યુએનઆરડબલ્યુએ એ કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી

ઈઝરાયલે એવો પણ દાવો કર્યો હતો કે અમને આ લોકોની ભૂમિકા વિશેની માહિતી ધરપકડ કરાયેલા હમાસના આતંકીએ જ આપી હતી જેરૂસલેમપેલેસ્ટાઈનના શરણાર્થીઓ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની રાહત અને બચાવની કામગીરી કરતી એજન્સી યુએનઆરડબલ્યુએ એ તેના કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. આ કર્મચારીઓ પર આરોપ હતો કે તેમણે ઈઝરાયલ પર 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા…

ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગ્સમાં 246 સામે ભારતના એક વિકેટે 119 રન

અશ્વિન-જાડેજાની 3-3, અક્ષર-બુમરાહની 2-2 વિકેટ, યશસ્વીના તોફાની અણનમ 76 રન, ભારત 127 રનથી પાછળ, ભારતીય સ્પિનર્સે ઈંગ્લેન્ડની બેઝબોલ વ્યૂહરચનાને ભેદી નાખી હૈદરાબાદઈંગ્લેન્ડ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પહેલા દિવસે ગુરુવારે ભારતનો દિવસ દરમિયાન દબદબો રહ્યો હતો. પહેલા સ્પિનરોના જોરદાર પ્રદર્શનના જોરે ઈંગ્લેન્ડને 246 રનમાં ઓલઆઉટ કર્યા પછી પ્રથમ દાવમાં એક વિકેટે 119 રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલે…

ભારતની નિત્યા મણિ WTT સ્ટાર સ્પર્ધક ગોવા 2024ના મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય

મુખ્ય ડ્રો આવતીકાલથી ગોવાના માપુસામાં પેડેમ ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થશે માપુસા (ગોવા) ગોવાના માપુસામાં પેડડેમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બુધવારે તેણીની અંતિમ ક્વોલિફાઇંગ રાઉન્ડ મેચ જીત્યા બાદ ભારતની નિત્યા મણિએ ચાલુ WTT સ્ટાર સ્પર્ધક ગોવા 2024 ના મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય કર્યું. ચેન્નાઈ સ્થિત નિત્યાએ વિમેન્સ સિંગલ્સમાં ઈંગ્લેન્ડની ટીન-ટીન હો સામે 3-2 (11-7, 6-11, 5-11, 11-9,…

ડેલોઇટ ઇન્ડિયા દ્વારા 2023માં બેસ્ટ મેનેજ્ડ કંપની તરીકે ક્રોમ્પ્ટનને સતત બીજા વર્ષે ઓળખી કાઢવામાં આવી

મુંબઇ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડને સતત બીજા વર્ષે વ્યાવસાયિક શ્રેષ્ઠતાને આગળ ધપાવવા બદલ ડેલોઇટ દ્વારા 2023માં ભારતની અનેક શ્રેષ્ઠ વ્યવસ્થાપિત કંપનીઓમાંની એક તરીકે સન્માનિત કરવામાં આવી છે. ભારતની “બેસ્ટ મેનેજ્ડ કંપની” (“શ્રેષ્ઠ વ્યવસ્થાપિત કંપની”)ની વિજેતા કંપનીઓમાં ભારતની શ્રેષ્ઠ કંપનીઓનો સમાવેશ થાય છે, જે ટકાઉ વૃદ્ધિ હાંસલ કરવા માટે વ્યૂહરચના, ક્ષમતાઓ, નવીનતા, સંસ્કૃતિ, પ્રતિબદ્ધતા અને…

વિડિઓ: યુરોપિયન ‘સુપર લીગ’નો ઉદ્દેશ થોડા લોકોના હાથમાં સત્તા રાખવાનો છે

કહેવાતી ‘સુપર લીગ’ એક ખુલ્લી અને યોગ્ય સ્પર્ધા તરીકે માસ્કરેડ કરે છે, પરંતુ આ ખોટું છે. કોઈપણ વસ્તુ જે સંપૂર્ણ રીતે ખુલ્લી ન હોય, ફક્ત સ્થાનિક લીગ દ્વારા સીઝન પ્રમાણે સીઝનમાં પ્રવેશ સાથે, તે બંધ ફોર્મેટ છે. તે ફૂટબોલની ઇકોસિસ્ટમને જે નુકસાન કરશે તે ભરપાઈ ન થઈ શકે તેવું હશે. તે યુરોપિયન ફૂટબોલમાં ટોચ પર…

ખ્વાઈશ લોટિયા-પ્રથા પવારે કતારમાં ગોલ્ડ મેડલ જીત્યા

ગાંધીધામ ગુજરાતી ખેલાડીઓ ખ્વાઈશ લોટિયા અને પ્રથા પવારે હાલ ચાલી રહેલ WTT યુથ કન્ટેન્ડર દોહા 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા હતા. અંડર-13 ગર્લ્સ ઈવેન્ટમાં ખ્વાઈશે શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઈનલમાં સાઉદી અરબની લીન સેગરને 3-0થી હરાવી ફાઈનલમાં પહોંચી હતી. જે પછી ફાઈનલમાં પણ ખ્વાઈશે વધુ મહેનત ના કરવી પડી અને તેણે સરળતાથી બેહરેનની કેન્ડા…

વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાં ન્યૂયોર્ક ટોચ પર, મુંબઈ 12મા ક્રમે

ટોપ-50 દેશોની આ યાદીમાં ભારતનું માત્ર મુંબઈ શહેર જ સ્થાન મેળવવામાં સફળ રહ્યું ન્યૂયોર્કગ્લોબલ મીડિયા અને હોસ્પિટાલિટી બિઝનેસ ગ્રુપ ‘ટાઈમ આઉટ’ એ વર્ષ 2024માં વિશ્વના શ્રેષ્ઠ શહેરોની યાદી બહાર પાડી છે. જેમાં આ યાદીમાં અમેરિકાનું ન્યુયોર્ક શહેર ટોપ પર રહ્યું છે. જ્યારે ટોપ-50 દેશોની આ યાદીમાં ભારતનું માત્ર મુંબઈ શહેર જ સ્થાન મેળવવામાં સફળ રહ્યું…

છોડનો એકબીજા સાથે વાતચીત કરતો વીડિયો કેમેરામાં કેદ

જાપાની વૈજ્ઞાનિકો દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોથી જાણ થઈ કે છોડ આ હવાઈ સંકેતને કેવી રીતે મેળવે છે અને તેના પર રિએક્ટ કરે છે ટોક્યોજાપાનના વૈજ્ઞાનિકોની એક ટીમે અવિશ્વસનીય શોધ કરી છે. જેમાં છોડનો એકબીજા સાથે વાતચીત કરતો વીડિયો કેમેરામાં કેદ કર્યો છે. સાયન્સ એલર્ટ અનુસાર છોડ એરબોર્ન કમ્પાઉન્ડનો એક જાળથી ઘેરાયેલા હોય છે જેનો ઉપયોગ…

તેલંગણાના અધિકારીના ત્યાંથી 100 કરોડથી વધુની બેનામી સંપત્તી મળી

એસીબીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓની પરમિટ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે હૈદ્રાબાદતેલંગાણામાં એક સરકારી અધિકારીના ઘરે બુધવારે દરોડા પાડવા આવેલી એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમને ખજાનો મળ્યો હતો. સૂત્રોના અહેવાલ મુજબ એસીબીના અધિકારીઓએ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઓથોરિટી (ટીએસઆરઈઆરએ)ના સચિવ અને મેટ્રો રેલ પ્લાનિંગના…

ફિલિપ આઈલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જતાં મોત

એક અજાણ્યા બીચ પર આ ઘટના બની, ત્રણનાં ઘટનાસ્થળે એકનું હોસ્પિટલમાં મોત થયું સિડનીઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ફિલિપ ટાપુ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ. જ્યાં એક અજાણ્યાં બીચ પર ડૂબી જતાં 4 ભારતીયો મૃત્યુ પામ્યા. કેનબેરામાં આવેલા ભારતીય હાઈ કમીશને આ માહિતી આપી હતી. ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 3 મહિલા અને 1 પુરુષ સામેલ હતા.આ દુર્ઘટના વિશે જાણકારી…

ધર્મપુરીમાં ફ્લાયઓવર પર ગાડીઓ અથડાતાં આગથી 4નાં મોત

અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, જેનો વીડિયો સામે આવ્યો ધર્મપુરીતમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં એક ફ્લાયઓવર પર ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા. એક પછી એક ગાડીઓની ટક્કર થતા આગ લાગી હતી. આ અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં…

હરણી બોટ દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો

14 નિર્દોષ લોકોના ભોગ લેનાર હરણી બોટ દુર્ઘટનાના બનાવમાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે વડોદરાહરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાના બનાવમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.14 નિર્દોષ લોકોના ભોગ લેનાર હરણી બોટ દુર્ઘટનાના બનાવમાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કોટીયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક બિનિત…

વિરોધ પ્રદર્શન કરનારી છાત્રાને મહિલા પોલીસ કર્મીએ વાળ ખેંચીને ઢસડી

તેલંગાણા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થી જૂથ દ્વારા હાઇકોર્ટના નિર્માણ માટે યુનિ.ની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન ઘટના બની હૈદ્રાબાદહૈદરાબાદમાં તેલંગાણા હાઈકોર્ટના નિર્માણ માટે કૃષિ યુનિવર્સિટીની જમીનની ફાળવણીના વિરોધ દરમિયાન સ્કૂટર પર સવાર એક મહિલા પોલીસકર્મીએ વિદ્યાર્થીનીનો પીછો કર્યો અને તેના વાળ ખેંચી તેને ઢસડી હતી. આ ઘટનાનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો….

ગુજરાતના પાંચ આઈપીએસ સહિત અનેક પોલીસમેનને મેડલ મળશે

આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે નવી દિલ્હી75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને સેવા મેડલોની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે.ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર…

સુપ્રીમ કોર્ટને પ્રથમ વખત ત્રણ દલિત જજ મળશે

જસ્ટિસ વરાલેની નિયુક્તિ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ફરી એક વખત 34 થઈ જશે નવી દિલ્હીકેન્દ્ર સરકારે ગઈકાલે કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીબી વરાલેને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પ્રમોટ કરવાની નોટિફિકેશન જારી કરી દીધી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં ત્રણ દલિત જજ થઈ જશે.આ સંદર્ભમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય…

સાઉદી અરેબિયામાં 70 વર્ષમાં પહેલીવાર લીકર શોપ ખુલશે

આ શોપમાંથી શરાબ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે રિયાધસાઉદી અરેબિયામાં 70 વર્ષમાં પહેલીવાર લીકર શોપ ખોલવા જઈ રહી છે. આ લીકર શોપ રાજધાની રિયાધમાં ખોલવામાં આવશે જ્યાં માત્ર બિન-મુસ્લિમ રાજદ્વારીઓને જ શરાબ વેચવામાં આવશે. બુધવારે એક રાજદ્વારીએ જણાવ્યું હતું કે આ સામાજિક ઉદારીકરણ તરફનું બીજું પગલું છે.રિયાધમાં આ લીકર શોપ…

ઈમેનુએલ મેક્રોન ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ

જયપુર અને દિલ્હીની મુલાકાત દરમિયાન ફ્રાન્સ ભારત સાથે અનેક બાબતોની ચર્ચા કરશે નવી દિલ્હીફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ વખતે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વખતે મુખ્ય અતિથિ છે. મેક્રોં આજે જયપુર આવી પહોંચશે. જ્યાં આમેરના કિલ્લાની મુલાકાત લેશે. અહીં તેમની મુલાકાત વડાપ્રધાન મોદી સાથે થશે.આ મુલાકાત…

કેનેડાની ચૂંટણીઓમાં ભારતે હસ્તક્ષેપ કર્યાનો ટ્રૂડો સરકારનો આક્ષેપ

કેનેડાના એક સેન્ટ્રલ કમિશને આ મામલાની 29 જાન્યુઆરીથી તપાસ શરુ કરવાનુ નક્કી કર્યુ છે અને 3 મે સુધીમાં તેનો અહેવાલ સુપરત કરશે ઓટાવાકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારનુ ભારત વિરોધી વલણ યથાવત છે.પહેલા ભારત પર કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યા બાદ હવે ટ્રુડો સરકારે ભારત પર કેનેડાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરવાનો હાસ્યાસ્પદ…

માલીમાં સોનાની ખાણમાં સુરંગ ધસી પડતાં 70થી વધુનાં મોત

ગત સપ્તાહે સર્જાયેલી આ દુર્ઘટનાની જાણકારી હવે સામે આવી, ગોઝારા બનાવમાં સેંકડો લોકો લાપતા બોમાકો(માલી)દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકીના એક આફ્રિકાના માલીમાં સોનાની ખાણમાં સુરંગ ધસી પડવાથી 70 કરતા વધારે લોકોના મોત થયા છે.ગત સપ્તાહે સર્જાયેલી આ દુર્ઘટનાની જાણકારી હવે સામે આવી છે અને સરકારે પણ તેને સમર્થન આપ્યુ છે. હજી પણ આ ગોઝારા બનાવમાં…

ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની નિકાસ શરૂ કરશે

જાન્યુઆરી 2022 માં ભારત અને ફિલિપિન્સ વચ્ચે 375 મિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર થયા હતા જે અંતર્ગત ડિલિવરી કરાશે નવી દિલ્હીભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં ટૂંક સમયમાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) ના ચેરમેન ડો. સમીર વી. કામતે જણાવ્યું હતું કે, ભારત આ વર્ષે માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક…