વર્લ્ડ કપની ફાઈનલ હાર્યા બાદ ઉમેશ યાદવની કારકિર્દી પર પ્રશ્નાર્થ
યાદવની હાલની ઉંમર 35 વર્ષ છે, ઉમેશે મેચની બે ઈનિંગ્સમાં માત્ર બે વિકેટ મેળવી નવી દિલ્હીઆઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023ની અંતિમ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. સતત બીજી સિઝનમાં હારથી ચાહકો ખૂબ જ નારાજ છે અને રોહિત એન્ડ કંપનીની આકરી ટીકા કરી રહ્યા છે. મેચ દરમિયાન કેટલાક ખેલાડીઓને બાદ કરતાં…
