અભિલાષે કારકિર્દીનું પ્રથમ ટાઇટલ જીત્યું સુરત ખાતેની રેન્કિંગ ટીટીમાં અભિલાષ મેન્સ ટાઇટલ જીત્યો

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે અમદાવાદના અભિલાષ રાવલે 14 વર્ષના ઇંતેજારનો અંત લાવીને તથા ટાઇટલ નહીં જીતવાના તમામ અફસોસ અને સંઘર્ષને પાછળ રાખીને…

જિયાને હરાવીને ચાર્મી અંડર-19ની સેમિફાઇનલમાં બિનક્રમાંકિત હેત ઠાકરએ તેની વિજયકૂચ જાળવી રાખી

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મી ત્રિવેદીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદી (અમદાવાદ)ને 3-1થી…

ભારતની સૌથી વધુ જોવાયેલી ઈ-સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ BGMS લાઈવ કોમેન્ટરી અને વોચ પાર્ટી સાથે ગુજરાતીમાં

ચાહકો લાઈવ ગુજરાતી કોમેન્ટરી સાથે ૧૬૪ મેચ જોઈ શકે છે કારણ કે ૪૮ ટીમો એકબીજા સામે ટકરાઈ રહી છે; ગુજરાતી ફીડ પહેલા દિવસે ૧,૬૫,૦૦૦ દર્શકોને આકર્ષે છે નવી દિલ્હી ઈ-સ્પોર્ટ્સને તેમની પોતાની ભાષામાં ચાહકોની નજીક લાવતા એક પગલામાં, બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા માસ્ટર્સ સિરીઝ (BGMS) ડ્યુઓલિંગો ઈંગ્લિશ ટેસ્ટ (DET) દ્વારા સહ-નિર્મિત સીઝન ૪ માટે તેની પહેલી…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે શાળાનાં પ્યૂન, ક્લાર્ક, આચાર્ય, કો-ઓર્ડિનેટર અને સી.ઈ.ઓ.ની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા…

નેશનલ ડેફ સિનિયર અને નેશનલ ડેફ જુનિયર -સબ જુનિયર ચેમ્પિનશિપ અંતર્ગત વોલીબોલ સ્પર્ધા

નડિયાદ મેજર ધ્યાનચંદ ના જન્મદિવસ નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી રૂપે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફ આયોજીત 27 મી નેશનલ ડેફ સિનિયર ચેમ્પિનશિપ અને 10મી નેશનલ ડેફ જુનિયર -સબ જુનિયર ચેમ્પિનશિપ અંતર્ગત વોલીબોલ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે તારીખ 29 થી 31 ઓગસ્ટ 2025…

સુરતમાં સ્ટેટ ટીટીમાં પ્રથમ દિવસે 13મા ક્રમના હેતે અપસેટ સર્જી ચોથા ક્રમના પૂજનને હરાવ્યો

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના હેત ઠક્કરે કેટલાક અવિસ્મરણીય શોટ રમીને મેજર અપસેટ સર્જતા ચોથા ક્રમના પૂજન ચંદારાણાને બોયઝ અંડર-19ની પ્રથમ રાઉન્ડની…

હીરામણિ સ્કૂલ ધો.1 થી 7ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ હીરામણિ સ્કૂલ ધો.1 થી 7 (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકોદ્વ્રારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી એટલે કે 5 સપ્ટેમ્બર સંદર્ભે શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થી આચાર્યા, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષક, ક્લાર્ક, પ્યૂન, આયાબેન બન્યા હતાં. શિક્ષકો બનેલા વિદ્યાર્થીઓએ મનગમતા વિષયને ભણાવી આજનો દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો…

બરોડા બીએનપી પારિબા બિઝનેસ કોન્ગ્લોમરેટ્સ ફંડ સાથે ભારતના લિગસી બિઝનેસમાં હિસ્સો મેળવવાનું લક્ષ્ય

મુંબઈ  શું તમે ભારતના વિખ્યાત વારસાગત વ્યવસાયોમાં હિસ્સો મેળવવાની કલ્પના કરી છે? અનેક રોકાણકારો માટે આ સ્વપ્ન મૃગજળ જ રહ્યું છે. ભારતના વ્યાપારિક સમૂહોએ ઐતિહાસિક રીતે વિવિધ પેઢીઓમાં સ્વીકૃતિ તથા વૈવિધ્યીકરણ માટેની નોંધપાત્ર ક્ષમતા દર્શાવી છે જેનાથી તેઓ ટકી શક્યા છે અને તેમનો આર્થિક પ્રભાવ* વધારી શક્યા છે. દાયકાઓથી આ વર્ષો જૂના સાહસો અનેક પેઢીઓ સુધી વિસ્તરેલા…

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી

અમદાવાદ        હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ભૂલકાંઓ રંગબેરંગી કલરીંગ કપડાં પહેરીને આવ્યા હતા. ભૂલકાંઓએ ભગવાન ગણેશની આરતી ઉતારીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. સંસ્થા દ્વારા બાળકોને ભગવાન ગણપતિજીને પ્રિય એવા લાડુ અને ચવાણું નાસ્તામાં આપવામાં આવ્યા હતાં.

સુરતમાં આજથી છઠ્ઠી સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ, તમામની નજર ફ્રેનાઝ, ફિલઝાહ પર રહેશે

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે ત્યારે તમામની નજર સ્થાનિક ખેલાડી ફ્રેનાઝ છિપીયા અને ફિલઝાહ ફાતીમા કાદરી પર રહેશે. આ બંને ખેલાડી ટાઇટલ…

ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે

https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ગાંધીનગર ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઈ પણ ખેલાડી બે રમત કરતા…

જિયોનો આઇ.પી.ઓ. 2026માં આવશેઃ મુકેશ અંબાણીએ રિલાયન્સની એ.જી.એમ.માં આપી માહિતી

મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ડિજિટલ સેવાઓ આપતી કંપની જિયોએ 2026ના પ્રથમ છમાસિક ગાળા સુધીમાં લિસ્ટિંગના લક્ષ્ય સાથે, આઇ.પી.ઓ. માટે અરજી કરવાની યોજનાની પુષ્ટિ કરી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કંપની ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહી છે. આ યોજના આવશ્યક મંજૂરીઓને આધીન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન…

UKK જુનિયર ચેમ્પિયનશિપ: રાષ્ટ્રીય રમત દિવસ પર ખો-ખોને પાયાના સ્તરે પ્રોત્સાહન આપવાની પહેલ

~ 32 શાળાઓ મેડલ, ઈનામની રકમ અને ટાઇટલ ગૌરવ માટે સ્પર્ધા કરશે, રેડ રોઝ પબ્લિક સ્કૂલ, સાકેત ખાતે બે દિવસીય ટુર્નામેન્ટ યોજાશે~ નવી દિલ્હી રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે આજે રાજધાનીમાં UKK જુનિયર ચેમ્પિયનશિપ-દિલ્હી 2025 શરૂ થઈ. 29 અને 30 ઓગસ્ટના રોજ રેડ રોઝ પબ્લિક સ્કૂલ, સાકેત ખાતે યોજાનારી બે દિવસીય ટુર્નામેન્ટ, ભારતની સૌથી લોકપ્રિય સ્વદેશી…

ICAI ની GCC સમિટ સિરીઝની બીજી આવૃત્તિમાં ૧૮ રાજ્યોના ૪૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) સમિટ 2025 ની બીજી આવૃત્તિનો આજે GIFT સિટીમાં આરંભ થયો હતો. દેશના 18 રાજ્યોમાંથી 400 થી વધુ પ્રતિનિધિઓ GCC સમિટ 2025 ની બીજી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. આ સમીટ તા. 29 અને 30 ઓગસ્ટ, 2025 ના રોજ ચાલશે. GCC સમિટ 2025 ની…

વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કરતું વિજ્ઞાન પ્રદર્શન હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયું

અમદાવાદ હીરામણિ શિક્ષણ સંકુલમાં તા.29-08-2025ના રોજ એન્યુઅલ રેજુવેનેટ વાર્ષિક ઈન્ટર સ્કૂલ સાયન્સ પ્રદર્શન-2025 નું આયોજન શાળા કેમ્પસમાં કરવામાં આવેલ. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમને કેળવવાના હેતુથી દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળા દ્વારા થાય છે. આ પ્રદર્શનમાં અમદાવાદ શહેરની નામાંકિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની કૂલ 46 શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા 72 પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. જેમાં…

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી અને અર્જુન ક્લબે રાષ્ટ્રીય રમતગમત દિવસ 2025 ઉજવ્યો

અમદાવાદ  ગુજરાત – ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી (TSU) અને અર્જુન ક્લબના સહયોગથી, 28 અને 29 ઓગસ્ટના રોજ બે દિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને કેમ્પસમાં રમતગમતની પ્રવૃત્તિઓ અને ઇમર્સિવ શિક્ષણ અનુભવો પ્રદાન કરવામાં આવ્યા.  પ્રથમ દિવસે વિવિધ સ્પર્ધાઓ જેવી કે રોબરી કેઓસ, ખો-ખો, મોડિફાઇડ વોલીબોલ અને ફિટનેસ રિલે સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના માધ્યમથી “એક ઘંટા ખેલ…

ટ્રાન્સસ્ટેડિયા એકેડેમી દ્વારા PSL સીઝન 6માં ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઇ

અમદાવાદઃ અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા એકેડેમી દ્વારા  બહુપ્રતિક્ષિત પ્રીમિયર સ્કૂલ લીગ (PSL) સીઝન 6માં ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.   ૨૭થી ૨૯ ઓગસ્ટ દરમિયાન EKA એરેના ખાતે આયોજીત ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ૩૫થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો અને ૩૦૦૦થી વધારે દર્શકોએ આ ટુર્નામેન્ટ નિહાળી હતી. ટુર્નામેન્ટમાં તો U-14માં ગર્લ્સમાં આનંદનિકેતન સરખેજ વિજેતા જ્યારે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન રનરઅપ રહી…