સાંસદ નરહરિ અમીન દ્વારા 21 થી 23, નવેમ્બરે વિવિધ રમતોનો સાંસદ ખેલ મહોત્સવ યોજાયો
રાજ્યસભાનાં સાંસદ નરહરિ અમીન દ્વારા આયોજીત સાંસદ ખેલ મહોત્સવ તા.21,22,23 નવેમ્બર,2025 દરમિયાન યોજવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારની શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. તા.21-11-25 ના રોજ હીરામણિ સ્કૂલ ખાતે યોજાયેલ કબડ્ડી, વૉલીબોલ અને ખો-ખો સ્પર્ધામાં 56 ટીમોનાં 686 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તા.22-11-25 ના રોજ હીરામણિ સ્કૂલ ખાતે રસ્સા ખેંચ, યોગાસન, લીંબુ ચમચી,…
