સિંધુભવન રોડ પર થારની ટક્કરે બાઈકચાલક 18 વર્ષના યુવકનું મોત

  અકસ્માત સર્જ્યા બાદ આરોપી કાર ચાલક ફરાર થઇ ગયો, પોલીસે તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા અમદાવાદ એસ.જી. હાઈવે પર અકસ્માત સર્જનારા નબીરા તથ્ય પટેલની ઘટનાની યાદ હજુ તાજી છે, ત્યાં હવે સિંધુ ભવન નજીક હવે એક નબીરાએ એક બાઈક ચાલક યુવકને 50 ફૂટ સુધી હવામાં ફંગોળતા મોત થયાની ઘટના બની છે. માહિતી…

વોક ફોર હર-2 અભિયાનમાં 2.5 કરોડથી વધુ પગલાંઓનું દાન પ્રાપ્ત થયું

આશીર્વાદ ફાઉન્ડેશનને ભારત સહિત વિશ્વનાં આઠ દેશોમાંથી પગલાંઓનું દાન પ્રાપ્ત થયું જેમાં આશરે સાડા પાંચ હજારથી વધુ લોકોનો સમાવેશ થાય છે અમદાવાદ આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શહેરના અટલ બ્રિજ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેરિટી વોકને રાજ્યના આરોગ્ય અને ફેમિલી વેલફેર મંત્રી…

અનેક ચેતવણી છતાં લોકો એરપોર્ટ પર પ્રતિબંધિત વસ્તુઓ લઈ જાય છે

દરરોજ જોવા જઈએ તો પેસેન્જરની 323થી વધુ ચેક ઈન બેગ્સમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે અમદાવાદ અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સતત પેસેન્જરો નિયમ ભંગ કરતા નજરે પડી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે એરલાઈને ઘણીવાર રિમાઈન્ડર્સ આપ્યા હતા તેમ છતાં લોકો પ્રતિબંધિત વસ્તુઓને લઈને ટ્રાવેલ કરતા આવે છે. એટલું જ નહીં આ લોકો…

ફરિયાદી બલ્ગેરિયન યુવતીએ કેડિલા ફાર્મામાં ફરી નોકરી માગી

આ માટે યુવતીએ લેબર ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ કરી છે, 27 વર્ષની બલ્ગેરિયન યુવતી કંપનીમાં જે પોસ્ટ પર હતી તે ફરીથી માગી રહી છે અમદાવાદ કેડિલા ફાર્માસ્યુટિકલના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામેના રેપ કેસમાં સતત વળાંક આવી રહ્યા છે. જે બલ્ગેરિયન યુવતીએ મોદી સામે રેપનો આરોપ મૂક્યો છે તે હવે કેડિલા ફાર્મામાં પોતાનું પદ ફરીથી માગી…

લિંબાયતમાં પત્ની-બાળકને ઝેર આપી પતિએ ફાંસો ખાઈ લીધો

પોલીસને તપાસ દરમિયાન એક ચીઠી અને મોબાઈલ મળી આવ્યો છે, પોલીસ તેને સ્યુસાઈડ નોટ ગણાવી રહી છે સુરત સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે, જેમાં લિંબાયત વિસ્તારમાં રૂસ્તમ પાર્ક ખાતે એક પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આજે એક યુવકે પોતાની…

આઈટીએ રાજકોટની ઝૂંપડપટ્ટીમાંથી ટેક્સ ચોરીના પુરાવા મેળવ્યા

રાજકોટમાં લાડાણી રિયલ એસ્ટેટ કંપની દ્વારા ઈન્કમટેક્સની ચોરીનો બધો ડેટા એવી જગ્યાએ રખાયો હતો જેના વિશે કોઈને શંકા પણ ન જાય રાજકોટ ટેક્સ ચોરી કરવા માટે કંપનીઓ જાત જાતના નુસ્ખા અજમાવતી હોય છે અને તેને પકડવા માટે ઈન્કમટેક્સ વિભાગે નવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડે છે. આઈટી વિભાગે ટેક્નોલોજીની મદદથી 500 કરોડની ટેક્સ ચોરી પકડી…

હિન્દુસ્તાન ફાઈબર ક્લાસ ફેક્ટરીમાં ભીષણ આગથી લાખોનું નુકશાન

કંપનીમાં પીઓપી ફાઇબરનું મટીરીયલ હોવાને કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું વડોદરા વડોદરા નજીક આવેલી પોર જીઆઇડીસીમાં હિન્દુસ્તાન ફાઇબર ક્લાસ ફેક્ટરીમાં ગઈ મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતા સ્થળ પર પહોંચી જઈ સતત બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં સફળતા મળી હતી. નસીબ જોગે કોઈ જાનહાની થઈ…

આપના પ્રદેશ ઉપ પ્રમુખ નાથા ઓડેદરા સહિત 15નાં રાજીનામા

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરશે પોરબંદર લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, આ વચ્ચે અનેક નેતાઓના રાજીનામાં પડ્યા છે. હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહિત 15 જેટલા સમર્થકો સાથે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી ખોટી રીતે દબાણ કરતી હોવાનું કારણ દર્શાવ્યું છે. અહેવાલ અનુસાર,…

લાંચ માગનારા પાલનપુરના આરટીઓ ઈન્સ્પેક્ટર સહિત બે જબ્બે

વચેટિયાને નાણાં ચુકવ્યા પછી જ કામ થશે એમ કહી આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરે ૧૧૭૦૦ની લાંચ માગી હતી પાલનપુર આરટીઓમાં વાહનોના નામ ફેરબદલી સહિતના કામ માટે લાંચ માગવાના કેસમાં એસીબીએ અંકિત કુમાર નરેન્દ્ર ભાઇ પંચાલ , આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર , વર્ગ -૨ ,  આર.ટી.ઓ કચેરી , પાલનપુર અને એક વચેટિયા ભરત જીવાભાઇ પટેલને ૧૧૭૦૦/ રંગે હાથ ઝડપી લીધા છે. બનાવની વિગત…

પીરાણા સર્કલ પાસે ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું મોત

ઘટનાને પગલે લોકોના ટોળાઓ એક્ઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા અમદાવાદ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટનાના સમાચાર મળી રહ્યા છે જેમાં પીરાણા સર્કલ પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. રાજ્યમાં ડમ્પરચાલક દ્વારા અવારનવાર…

ઈમાનદાર વ્યક્તિને આપણો સમાજ બેવકૂફ સમજે છેઃ સીબીઆઈ કોર્ટ

અમદાવાદ સ્થિત સીબીઆઈ કોર્ટે કરપ્શનના એક કેસમાં ઈન્કમટેક્સના બે રિટાયર્ડ અધિકારીઓને ત્રણ વર્ષની જેલની સજા સુનાવી હતી અમદાવાદ દેશમાં ભ્રષ્ટાચારને રોકવા માટે અનેક રસ્તા અપનાવાઈ રહ્યા હોવા છતાં કરપ્શનનો જાણે કોઈ અંત નથી તેવું લાગે છે. સ્વયં સીબીઆઈ કોર્ટે કહેવું પડ્યું છે કે આજે ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે ઈમાનદાર વ્યક્તિને આપણો સમાજ બેવકૂફ…

ઢોરને રસ્તા પર રખડતા મૂકનારા ગૌપાલકને ત્રણ વર્ષની જેલની સજા

2019ના બનાવમાં કોર્ટે સેક્શન 308, સેક્શન 289 વગેરે કલમો લગાડી, ગૌપાલક સામે પશુઓની ઉપેક્ષા કરવાનો અને લોકો માટે જોખમી સ્થિતિ પેદા કરવાનો આરોપ લાગ્યો હતો અમદાવાદ ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યાના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. રસ્તા પર રખડતી ગાય કે આખલાના કારણે કોઈને ઈજા થઈ હોય અથવા મોત થયું હોય તેવી ઘણી ઘટનાઓ બનતી…

અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાનું પણ કોંગ્રેસમાંથી રાજીનામું

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું, કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે ગાંધીનગર લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો…

મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું

વર્ષ 2023માં સરકારે મૂડી ખર્ચ અને મજબૂત ઉત્પાદન પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર સુધારા કર્યા છે, જેની અર્થતંત્ર પર સારી અસર પડી હોવાનું મૂડીઝનું અનુમાન નવી દિલ્હી ઈન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થતંત્રને લઈને સકારાત્મક અનુમાન વ્યક્ત કર્યું છે. મૂડીઝે ભારતનો જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું છે. મૂડીઝ અનુસાર, વર્ષ 2023માં સરકારે મૂડી…

બ્રેકઅપની વાતથી નારાજ પ્રમિકાનો પ્રેમી પર ચપ્પુથી હુમલો

પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરાઈ અને બાદમાં પ્રેમિકા પૂનમ વિરૂદ્ધ આઈપીસી સેક્શન 324 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અમદાવાદ અમદાવાદ શહેરમાં પ્રેમિકાએ બ્રેકઅપની વાતથી નારાજ થઈ પ્રેમીને ચપ્પાનાં ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. આમ જોવા જઈએ તો લવમાં બ્રેકઅપ અને પેચઅપ સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ સમય પસાર થતા હવે…

જામનગર એરપોર્ટને 10 દિવસ માટે આંતરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરાયું

જામનગર એરપોર્ટ પર 25 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું આગમન વધી ગયું છે અને તેને 5 માર્ચ સુધી તેની પરવાનગી મળી જામનગર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ સમારોહને ધ્યાનમાં રાખીને જામનગરમાં રાષ્ટ્રીય સહિત આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ અને હસ્તીઓનો જમાવડો સર્જાયો છે. હવે આ સમારોહને ધ્યાનમાં રાખીને જ જામનગરના એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરી…

દિગ્ગજ નેતા નારણ રાઠવાનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાયા

નારણ રાઠવાની તેમના પુત્ર સંગ્રામસિંહ અને અન્ય કેટલાક કોંગ્રેસના નેતા સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા ગાંધીનગર ગાંધીનગર એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. હવે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના વધુ ત્રણ આગેવાનોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે. આગેવાનોએ…

રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન મહિલા હાઈકોર્ટમાં હાજર થઈ

ગુમ થયાના 34 દિવસ બાદ આજે યુવતી હાઈકોર્ટમાં હાજર થતાં કેસમાં નવો વળાંક આવ્યો અમદાવાદ અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન યુવતી આજે અચાનક જ ગુજરાત હાઈકોર્ટ પહોંચી હતી. થોડા દિવસો પહેલા જ રાજીવ મોદીને  ક્લીનચીટ મળી હતી, ત્યારે હવે યુવતી ફરી એકવાર હાઈકોર્ટમાં હાજર થતાં જ કેસમાં…

પરીક્ષાખંડમાં મોબાઈલ-સ્માર્ટ વોચ લાવશો તો પોલીસ ફરિયાદ થશે

વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે આચરાતી કુલ 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર કરાઈ ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ બદલ થનારી સજાનું કોષ્ટક જાહેર કરવામાં આવ્યું છે. છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે આચરાતી કુલ 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ…

સરકારી કર્મીના દેખાવનો પ્રશ્ન પૂછાતાં ઋષિકેશ પટેલે ચાલતી પકડી

છેલ્લાં ઘણાં સમયથી કર્મચારીઓ ‘હિત રક્ષક સમિતિ’ નામે રચાયેલા સંગઠન હેઠળ વિરોધ કરી રહ્યા અમદાવાદ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શુક્રવારે સરકારી કર્મચારીઓના દેખાવ અંગે સવાલો પૂછતાં અચાનક જ પત્રકાર પરિષદમાંથી જતા રહ્યા હતા. આ કારણસર મીડિયાના અનેક સવાલોના જવાબ મળ્યા ન હતા.  વાત એમ છે કે, 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરના સેક્ટર છમાં સત્યાગ્રહ છાવણી…