અભિલાષે કારકિર્દીનું પ્રથમ ટાઇટલ જીત્યું સુરત ખાતેની રેન્કિંગ ટીટીમાં અભિલાષ મેન્સ ટાઇટલ જીત્યો

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે અમદાવાદના અભિલાષ રાવલે 14 વર્ષના ઇંતેજારનો અંત લાવીને તથા ટાઇટલ નહીં જીતવાના તમામ અફસોસ અને સંઘર્ષને પાછળ રાખીને…

જિયાને હરાવીને ચાર્મી અંડર-19ની સેમિફાઇનલમાં બિનક્રમાંકિત હેત ઠાકરએ તેની વિજયકૂચ જાળવી રાખી

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મી ત્રિવેદીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદી (અમદાવાદ)ને 3-1થી…

સુરતમાં સ્ટેટ ટીટીમાં પ્રથમ દિવસે 13મા ક્રમના હેતે અપસેટ સર્જી ચોથા ક્રમના પૂજનને હરાવ્યો

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના હેત ઠક્કરે કેટલાક અવિસ્મરણીય શોટ રમીને મેજર અપસેટ સર્જતા ચોથા ક્રમના પૂજન ચંદારાણાને બોયઝ અંડર-19ની પ્રથમ રાઉન્ડની…

ટોપનોચને હરાવીને મલ્ટિમેચ માર્વેલ્સ GSL ચેમ્પિયન

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં બુધવારે અત્યંત રોમાંચક બનેલી ફાઇનલમાં મલ્ટિમેટ માર્વેલ્સે 16 પોઇન્ટથી પાછળ રહેવા છતાં ટોપનોચ એચિરવર્સને 130-119થી હરાવીને જીએસએલનું પ્રથમ ટાઇટલ જીતી લીધું હતું. ઇવેન્ટના ધીમા પ્રારંભ બાદ ટોપનોચ એચિવર્સે તેના સુકાની પાયસ જૈનની મદદથી શાનદાર પ્રદર્શન…

GSL II: મલ્ટિમેટ માર્વેલ્સ, ટોપનોચ એચિવર્સનો ફાઇનલમાં પ્રવેશ

અમદાવાદ  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં ઓલિમ્પિયન હરમિત દેસાઈએ અગાઉના પરાજય બાદ વળતો પ્રહાર કરતાં હરમિતની આગેવાની હેઠળની મલ્ટિમેટ માર્વેલ્સની રોમાંચક બનેલી સેમિફાઇનલમાં કટારિયા કિંગ્સને 137-131થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પ્રારંભથી જ માર્વેલ્સ અને કિંગ્સ વચ્ચે જોરદાર રસાકસી…

GSLમાં મલ્ટિમેટ અજેય, ટોપનોચ અને કટારિયા કિંગ્સનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી મંગળવારે અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં ઓલિમ્પિયન હરમિત દેસાઈની મદદથી મલ્ટિમેટ માર્વેલ્સે તેની વિજયકૂચ આગળ ધપાવીને 578 પોઇન્ટ હાંસલ કરી લીધા હતા. મંગળવારે મલ્ટિમેટની ટીમે ભાયાણી સ્ટાર્સ સામે 145-138થી વિજય હાંસલ કર્યો હતો. ભાયાણી સ્ટાર્સ 532 પોઇન્ટ સાથે હાલમાં ચોથા ક્રમે છે….

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા “ફિડે સોશિયલ ચેસ વર્ષ-૨૦૨૫”ની ઉજવણી

અમદાવાદFIDE ના 2025 ના “સોશિયલ ચેસ” ના વર્ષ ના ભાગ રૂપે, દર મહિને ચેસ સમાજમાં સકારાત્મક અસર કેવી રીતે કરી શકે છે તેની ઉજવણી કરવા માટે સમર્પિત છે. આ ઓગસ્ટમાં, અમે ચેસમાં મહિલાઓ પર પ્રકાશ પાડ્યો – એક મહિના સુધી ચાલનારી વૈશ્વિક ઉજવણી જેનો હેતુ આપણે બધાને ગમતી રમત દ્વારા મહિલાઓ અને છોકરીઓને સશક્ત બનાવવાનો…

GSL: તાપ્તિ ટાઇગર્સ, ટોપનોચ એચિવર્સ અને મલ્ટિમેટ માર્વેલ્સનો વિજયી પ્રારંભ

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)નો સોમવારે અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રારંભ થયો હતો. પ્રારંભિક દિવસના પ્રથમ સત્રમાં વર્તમાન ચેમ્પિયન તાપ્તિ ટાઇગર્સ, ટોપનોચ એચિવર્સ અને મલ્ટિમેટ માર્વેલ્સે અનુક્રમે ભાયાણી સ્ટાર્સ, કટારિયા સ્ટાર્સ અને શામલ સ્કવોડની ટીમને હરાવી હતી.લીગના સૌથી વયસ્ક ખેલાડી એન્થની અમલરાજ (તાપ્તિ)…

વડોદરાના પ્રથમ અને વેદ પુરુષ ક્વાર્ટર ફાઇનલમાં

સમા ઈન્ડોર કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન વડોદરા સ્થાનિક ખેલાડીઓ પ્રથમ મડલાણી અને વેદ પંચાલે શાનદાર પ્રદર્શન કરી પુરુષ વિભાગના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વડોદરાના સમા સ્પોર્ટ્સ ઈન્ડોર કોમ્પ્લેક્સ ખાતે 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન (TTAB) દ્વારા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) ના આશ્રય હેઠળ આયોજિત યુટીટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ…

વડોદરા પેડલર્સ મેઈન ડ્રોમાં પ્રવેશ્યા

વડોદરા શહેરના ત્રણ પેડલર્સ – પલાશ કોઠારી, ધ્યેય વસાવડા અને ઝૈદ શેખે જુનિયર બોયઝ (અંડર-17) ક્વોલિફાઇંગ રાઉન્ડમાં શાનદાર દેખાવ કરી યુટિટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025ના મેઈન ડ્રોમાં સ્થાન મેળવ્યું છે. આ ટુર્નામેન્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (TTAB) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના તાબા હેઠળ 19થી 21 ઓગસ્ટ દરમિયાન…

આજથી વડોદરા ખાતે પાંચમી સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટનો પ્રારંભ 

વડોદરા અમદાવાદના પુરુષ વર્ગના ટોપ સીડ ખેલાડી ધૈર્ય પરમાર યુટિટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં ફેવરિટ ગણાશે. આ સ્પર્ધાનું આયોજન વડોદરાની ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (TTAB) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના આશ્રય હેઠળ 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વડોદરાના સમા સ્પોર્ટ્સ ઈન્ડોર કોમ્પ્લેક્સ, વી.એમ.એસ.એસ. સમા ખાતે કરવામાં આવ્યું છે. આ…

વડોદરામાં 8 ઓગસ્ટથી સીઝનની પ્રથમ રાષ્ટ્રીય રેન્કિંગ TT યોજાશે

વડોદરા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) એ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) ને મેગા ઇવેન્ટ ફાળવ્યા બાદ, ગુજરાતભરના ટેબલ ટેનિસ પ્રેમીઓ માટે એક ભવ્ય સમય છે કારણ કે વડોદરા 1લી UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરશે, જે બદલામાં ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (TTAB) ને સોંપવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ…

રાધાપ્રિયાનું ટાઇટલ પર પ્રભુત્વ, સફળતાપૂર્વક જાળવી રાખ્યું, દેવ અને પ્રથાને બેવડા ટાઇટલ

આણંદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ અને આણંદ ડિસ્ટ્રિક્ટટ ટેબલ ટેનિસ એસોસિયેશન (એડીટીટીએ)ના ઉપક્રમે 10 થી 13મી જુલાઈ દરમિયાન અહીંના યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (બાકરોલ, આણંદ) ખાતે યોજાયેલી રોટોમેગ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ગાંધીનગરની રાધાપ્રિયા ગોયેલે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરીને વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. તેણે ફાઇનલમાં…

પ્રથમને હરાવીને ચિત્રાક્ષ ભટ્ટે મેન્સ ટાઇટલ જીતી લીધું

આણંદ ખાતેની સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અંડર-19માં આયુષ અને અંડર-17માં અભિલક્ષ વિજેતા આણંદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ અને આણંદ ડિસ્ટ્રિક્ટટ ટેબલ ટેનિસ એસોસિયેશન (એડીટીટીએ)ના ઉપક્રમે 10થી 13મી જુલાઈ દરમિયાન અહીંના યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (બાકરોલ, આણંદ)ખાતે આયોજિત રોટોમેગ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં અમદાવાદના બીજા ક્રમાંકિત ચિત્રાક્ષ ભટ્ટે શાનદાર…

આણંદ સ્ટેટ રેંકિંગ : માલવ, આયુષ અને અભિલક્ષે અપસેટ સર્જ્યા

આણંદ અમદાવાદના માલવ પંચાલ અને અભિલક્ષ પટેલ તથા સુરતના આયુષ તન્નાએ બોયસના અંડર-19 વિભાગમાં આણંદ ખાતે ચાલી રહેલી રોટોમેગ 3જી ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2025માં મોટો ઉલટફેર કર્યો હતો. અંડર-19ના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં બિનક્રમાંકિત એવા માલવ પંચાલે ભાવનગરના અને બીજા ક્રમાંકિત  પૂજન ચંદારણાને 3-1થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. ક્વાર્ટરમાં અમદાવાદના અન્ય બિનક્રમાંકિત ખેલાડી…

સ્ટેટ ટીટીમાં તક્ષ કોઠારી મેઇન ડ્રોમાં પ્રવેશ્યો

આણંદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ અને આણંદ ડિસ્ટ્રિક્ટટ ટેબલ ટેનિસ એસોસિયેશન (એડીટીટીએ)ના ઉપક્રમે દસથી 13મી જુલાઈ દરમિયાન અહીંના યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (બાકરોલ, આણંદ) ખાતે યોજાયેલી રોટોમેગ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુરુવારે પ્રથમ દિવસે પોતાની બંને ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચો જીતીને સુરતના પ્રતિભાશાળી ખેલાડી તક્ષ કોઠારીએ મેઇન ડ્રોમાં પ્રવેશ…

ગાંધીધામ સ્ટેટ રેન્કિંગ ટીટીમાં દેવ ભટ્ટની બેવડી સિદ્ધિ

ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં રાજકોટના ઉભરતા સ્ટાર દેવ ભટ્ટે અંડર-15 અને અંડર-13 એમ બે ટાઇટલ જીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. આ ટુર્નામેન્ટ 26મી થી 29મી જૂન દરમિયાન અહીંના સ્વ. એમ. પી….

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં બીજા દિવસે અપસેટની હારમાળા, બિનક્રમાંકિત અભિલક્ષ મેન્સ ક્વા.ફાઇનલમાં

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શુક્રવારે અપસેટની હારમાળા સર્જાઈ હતી અને કેટલાક ક્રમાંકિત ખેલાડીઓ બહાર થઈ હયા હતા. આ ટુર્નામેન્ટ 26મી થી 29મી જૂન દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ…

ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સ્થાનિક ખેલાડી આરવ અને નૈરિતનો વિજય

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં ગુરુવારે સ્થાનિક ખેલાડી આરવ સિંઘવીએ અંડર-17 અને અંડર-19માં તેની ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચો જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટનો 26મી જૂનથી પ્રારંભ થયો છે. 26મી થી 29મી જૂન દરમિયાન આ…

ગાંધીધામમાં બીજી સ્ટેટ રેન્કિંગ ટીટીમાં ચિત્રાક્ષ અને રાધાપ્રિયા ફેવરિટ

ગાંધીધામ  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન ના નેજા હેઠળ અને કચ્ચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન ના ઉપક્રમે યોજાનારી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 નો 26મી જૂન થી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ન ચિત્રાક્ષ ભટ્ટ  અને ગાંધીનગર ની રાધાપ્રિયા ગોયેલ અનુક્રમે મેન્સ અને વિમેન્સ કેટેગરી માં ફેવરિટ તરીકે…