સ્ટેટ રેન્કિંગ ટીટીમાં બીજા દિવસે અપસેટની હારમાળા, બિનક્રમાંકિત અભિલક્ષ મેન્સ ક્વા.ફાઇનલમાં

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શુક્રવારે અપસેટની હારમાળા સર્જાઈ હતી અને કેટલાક ક્રમાંકિત ખેલાડીઓ બહાર થઈ હયા હતા. આ ટુર્નામેન્ટ 26મી થી 29મી જૂન દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ…

ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સ્થાનિક ખેલાડી આરવ અને નૈરિતનો વિજય

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં ગુરુવારે સ્થાનિક ખેલાડી આરવ સિંઘવીએ અંડર-17 અને અંડર-19માં તેની ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચો જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટનો 26મી જૂનથી પ્રારંભ થયો છે. 26મી થી 29મી જૂન દરમિયાન આ…

ગાંધીધામમાં બીજી સ્ટેટ રેન્કિંગ ટીટીમાં ચિત્રાક્ષ અને રાધાપ્રિયા ફેવરિટ

ગાંધીધામ  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન ના નેજા હેઠળ અને કચ્ચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન ના ઉપક્રમે યોજાનારી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 નો 26મી જૂન થી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ન ચિત્રાક્ષ ભટ્ટ  અને ગાંધીનગર ની રાધાપ્રિયા ગોયેલ અનુક્રમે મેન્સ અને વિમેન્સ કેટેગરી માં ફેવરિટ તરીકે…

WTT કન્ટેન્ડર સ્કોપજે 2025 ખાતે સિલ્વર જીતીને માનવ અને માનુષ શાહે ફાધર્સ ડે મનાવ્યો

ગુજરાતના ટેબલ ટેનિસ સ્ટાર માનવ ઠક્કર અને માનુષ શાહ માટે આ વર્ષનો ફઆધર્સ ડે યાદગાર બની રહ્યો હતો કેમ કે તેમણે પ્રતિષ્ઠિત WTT કન્ટેન્ડર સ્કોપજે 2025 ખાતે શનિવારે સિલ્વર મેડલ જીત્યો હતો. વિશ્વમાં 11મો ક્રમાંક ધરાવતી ભારતીય જોડીએ મેન્સ ડબલ્સ કેટેગરીમાં શાનદાર દેખાવ કર્યો હતો અને તેઓ રનર્સ અપ રહ્યા હતા. આ ટુર્નામેન્ટ નવમી થી…

યુટીટી સીઝન 6: દિયા ચિતાલેએ દબંગ દિલ્હીને છેલ્લી ઘડીએ જીત અપાવી, ડેમ્પો ગોવા ચેલેન્જર્સે પીબીજી પુણે જગુઆર્સને હરાવ્યું

અમદાવાદ ઇન્ડિયનઓઇલ યુટીટી સીઝન 6 માં શુક્રવારે અમદાવાદના ઇકેએ એરેના ખાતે રમાયેલી મેચોમાં, દબંગ દિલ્હી ટીટીસીએ છેલ્લી ઘડીએ કોલકાતા થંડરબ્લેડ્સને હરાવીને રોમાંચક જીત નોંધાવી, જ્યારે ડેમ્પો ગોવા ચેલેન્જર્સે પીબીજી પુણે જગુઆર્સને હરાવ્યું. દિયા ચિતાલે દિલ્હીની જીતની નાયિકા બની, જેમણે અંતિમ મેચમાં અનન્યા ચંદેને સીધી ગેમમાં હરાવીને ટીમને 8-7 થી નિર્ણાયક વિજય અપાવ્યો. બીજી તરફ, ગોવા…

મોખરાના ક્રમની ફિલઝાહને હરાવી રાધાપ્રિયાએ વિમેન્સ ટાઇટલ જીત્યું, અંડર-15માં બિનક્રમાંકિત વિવાન ચેમ્પિયન

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર રોડ, ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શનિવારે સાતમા ક્રમની ગાંધીનગરની રાધાપ્રિયા ગોયેલે  અપસેટ સર્જીને સુરતની મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને 4-2થી હરાવીને વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું. ગાંધીનગરની…

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદના ચિત્રાક્ષે મેન્સ ટાઇટલ જીત્યું, અંડર-19માં બિનક્રમાંકિત પૂજન વિજેતા

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર રોડ, ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શુક્રવારે અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે અમદાવાદના જ ધૈર્ય પરમારને 4-1થી હરાવીને મેન્સ ટાઇટલ જીતી લીધું હતું. ત્રીજી ગેમને બાદ  કરતાં મોખરાના ક્રમના ચિત્રાક્ષે…

અપસેટની હારમાળા સર્જાઈ, બોયઝ અંડર-19માં બિનક્રમાંકિત પૂજન ચંદારાણા સેમિફાઇનલમાં

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં મેન્સ ઇવેન્ટમાં બિનક્રમાંકિત રિયાને બીજા ક્રમના પ્રથમને હરાવ્યો ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં ગુરુવારે વિવિધ અપસેટ સર્જાયા હતા જેમાં સ્થાનિક ખેલાડી અને બિનક્રમાંકત પૂજન ચંદારાણાએ બોયઝ અંડર-19માં સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો….

ભાવનગરના જિજ્ઞેશ અને ઓમ જયસ્વાલનો મેઇન ડ્રોમાં પ્રવેશ

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં બુધવારે ભાવનગરના સૌથી અનુભવી એવા જિજ્ઞેશ જયસ્વાલે તેમની બંને ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચ જીતીને મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો.  ટુર્નામેન્ટ ભાવનગરના સિસદર રોડ ખાતેના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચોથીથી સાતમી…

ભાવનગરમાં રાજ્ય ટેબલ ટેનિસની સીઝન શરૂ થશે

ગાંધીધામ બહુપ્રતિક્ષિત અને કઠિન રાજ્ય ટેબલ ટેનિસની સીઝન મંગળવારથી મિર્કોસાઇન ૧લી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫ ની શરૂઆત સાથે શરૂ થશે, જેનું આયોજન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (બીડીટીટીએ) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) ના નેજા હેઠળ ૪ થી ૭ જૂન દરમિયાન એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિદસર રોડ, ભાવનગર ખાતે કરવામાં આવશે….

સુરતમાં ૧૮ મેથી એલિટ પર્ફોર્મન્સ ટીટી કેમ્પ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) દ્વારા, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટ અને તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી ૧૮ થી ૩૦ મે દરમિયાન સુરતની તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાનાર તાપ્તી વેલી બીજા એલિટ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ કેમ્પ ૨૦૨૫ માટે ૩૫ જેટલા ટોચના રાજ્ય ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આ હાઇ-પર્ફોર્મન્સ કેમ્પ કોમનવેલ્થ ચેમ્પિયનશિપ અને સાઉથ…

માનવ, માનુષ અને હરમિત વર્લ્ડ ટીટીમાં રમવા આતુર

આઇટીટીએફ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં ત્રણ ગુજરાતીનો સમાવેશ ગાંધીધામ ગુજરાતના ત્રણ સ્ટાર પેડલર માનવ ઠક્કર, માનુષ શાહ અને હરમિત દેસાઈનો આઇટીટીએફ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ફાઇનલ્સ 2025 માટેની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 17થી 25મી મે દરમિયાન કતારના દોહા ખાતે યોજાનારી આ ચેમ્પિયનશિપમાં આ ત્રણ ખેલાડીઓ ભારતને સફળતા અપાવવા તથા શાનદાર…

સિનિયર નેશનલ ટીટીમાં ગુજરાતની વિમેન્સે ઐતિહાસિક મેડલ નિશ્ચિત કર્યો

સુરત ગુજરાતની કેપ્ટન ક્રિત્વિકા સિંહા રોયની શાનદાર રમતની મદદથી ગુજરાતની વિમેન્સ ટીમે અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ઉંચા ક્રમની તામિલનાડુની ટીમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આમ તેણે એક મેડલ નિશ્ચિત કરી દીધો હતો.સિનિયર નેશનલ્સના 86 વર્ષના ઇતિહાસમાં ગુજરાતની વિમેન્સ ટીટી ટીમ…

સુરતમાં યુટીટી 86મી સિનિયર નેશનલ ટીટી ચેમ્પિયનશિપનું કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલના હસ્તે ઉદઘાટન

સુરત ટેબલ ટેનિસની વર્ષની સૌથી મોટી ઇવેન્ટ યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપને રવિવારે ભારત સરકારના જળ શક્તિના માનનીય પ્રધાન સી આર પાટીલે ખુલ્લી મૂકી હતી. આમ તેમણે આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. સુરતના પંડિય દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રવિવારે યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં શ્રી પાટીલે ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું.આ…

ગુજરાતના હરમિત, માનવ અને માનુષની ત્રિપુટીની ઘરઆંગણે ટાઇટલ પર નજર

ગુજરાત પહેલી વાર સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરશે સુરત,તા જેની લાંબા સમયી રાહ જોવાતી હતી તે યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નો 19મી જાન્યુઆરીથી અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય (પીડીપીયુ) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રારંભ થનારો છે અને તમામની નજર ભારતના ત્રીજા ક્રમના તથા વર્તમાન ચેમ્પિયન સ્થાનિક ખેલાડી હરમિત…

માનુષે પ્રથમ સિનિયર નેશનલ રેન્કિંગ ટાઇટલ જીત્યું

ગાંધીધામ આરબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા વડોદરા ગુજરાતના માનુષ શાહે 5 થી 12 ડિસેમ્બર, 2024 દરમિયાન કેરળના ત્રિવેન્દ્રમના જિમી જ્યોર્જ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સ સિંગલ્સની ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો છે.  ફાઇનલમાં માનુષે બંગાળના અંકુર ભટ્ટાચારજીના મજબૂત પડકારને 4-2થી જીતી લીધો અને આ દિવસને યાદગાર બનાવ્યો. મેચમાં માનુષે નિર્ણાયક ક્ષણો દરમિયાન…

સૌપ્રથમ પ્રાઇઝમની ટીટી ટુર્નામેન્ટમાં માલવ, વિશ્રુતિ ચેમ્પિયન

ગાંધીધામ ગ્રૂપ-એમાં અંતિમ ક્રમે રહ્યા બાદ સુરતની વિશ્રુતિ જાદવે ઇતિહાસ રચીને જોરદાર વળતો પ્રહાર કરીને અહીં યોજાયેલી સૌ પ્રથમ ગુજરાત સ્ટેટ સબ જુનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનિશપમાં ગર્લ્સ ઇવેન્ટમાં ટાઇટલ જીતી લીધું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના (કેડીટીટીએ)ના ઉપક્રમે આ ટુર્નામેન્ટ અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપર, ગાંધીધામ…

ગુજરાતના માનવે ઓલ-ઇન્ડિયા ઇન્ટર ઇન્સ્ટિટ્યુશનલ ટીટી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો

ગાંધીધામ ભારતીય ક્રમાંક 4 અને પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરી રહેલા ગુજરાતના ટેબલ ટેનીસ ખેલાડી માનવ ઠક્કરએ 24 થી 29 નવેમ્બરથી દરમ્યાન ચંદીગઢ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RB) દ્વારા આયોજિત 51મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-ઈન્સ્ટિટ્યુશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સની ફાઇનલમાં હારી જતા સિલ્વર મેળવ્યો છે. ફાઈનલમાં ચોથા ક્રમાંકિત અને સુરતના ખેલાડનો બીજા ક્રમાંકિત જી. સાથિયાન સામે 3-4 (11-6,12-14, 6-11, 11-9, 10-12, 13-11, 10- 12) થી પરાજય થયો હતો. 24 વર્ષીય માનવે અગાઉ સેમિફાઇનલમાં પીએસપીબીના…

ઇટાલી ખાતે ડબલ્યુટીટી ફીડર માં ગુજરાતની કૃત્વિકા અને યશસ્વિની એ ડબલ્સ નું ટાઇટલ જીત્યું 

ઇટાલી ખાતે  22 થી 27 ઓક્ટોબર દરમ્યાન આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) ફીડર કેગ્લિના 2024માં ગુજરાતની ટોચની ખેલાડી કૃત્વિકા સિન્હા રોય અને તેની જોડીદાર યશસ્વિની ઘોરપડે એ વિમેન્સ ડબલ્સનો ટાઇટલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.   બીજી ક્રમાંકિત ભારતીય જોડીએ ચેમ્પિયન બનવા માટે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ કોરિયાની યૂ સિવૂ અને કિમ હેયુનને 3-1 (11-9, 9-11,…

ગોવા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના ધ્રુવ અને દાનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યા

ગોવા ગુજરાતના બે યુવા ખેલાડીઓ ધ્રુવ ભંભાણી અને દાનિયા ગોડિલે 18 થી 25 ઓક્ટોબર દરમિયાન ગોવા ખાતે  આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં પોડિયમ પર સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. અંડર-11 બોય્ઝ કેટેગરીમાં 14માં ક્રમાંકિત અને કચ્છના 10 વર્ષીય ધ્રુવે તેના પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં સારો દેખાવ કરતાં ત્રીજા ક્રમાંકિત અને  દિલ્હીના અરુણીમ અગ્રવાલ…