અમદાવાદ: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા, લગ્નની લાલચ અને દુષ્કર્મના આરોપ; 10 દિવસ હોટેલમાં ગોંધી રાખનાર કાસમની ધરપકડ

26 વર્ષીય યુવતીને ઓઢવની હોટેલમાં રાખી ત્રણ વખત દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ; મોબાઇલ ફોન છીનવી પરિવારનો સંપર્ક પણ અટકાવ્યો હોવાની ફરિયાદ અમદાવાદ: સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી યુવતીને પ્રેમ અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના આરોપસર ઘાટલોડિયા પોલીસે કાસમ સમસુદ હસન અંસારી નામના યુવકની ધરપકડ કરી છે. આરોપીએ 26 વર્ષીય યુવતીને ઓઢવ વિસ્તારની એક હોટેલમાં 10…

IITEમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન કાર્યક્રમ યોજાયો: 26 ભારતીય અને 2 આંતરરાષ્ટ્રીય પેટન્ટને સફળતા મળી

પદ્મશ્રી પ્રો. અનિલ ગુપ્તાએ સામાજિક પરિવર્તન અને માનવકલ્યાણને કેન્દ્રમાં રાખીને નવીનતા વિકસાવવા યુવાનોને પ્રેરિત કર્યા; 400થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સહભાગિતા ગાંધીનગર: ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થા (IITE), ગાંધીનગર અને ગુજરાત નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિકાસ સપ્તાહ-2026 અંતર્ગત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન કાર્યક્રમનું આયોજન 14 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડોક્ટરલ સ્ટડીઝ ઇનોવેશનના…

સરકારી હોસ્પિટલોમાં નેત્ર સારવારને મળશે આધુનિક ટેકનોલોજીનું બળ: 18 અદ્યતન ફેકો મશીનો મંજૂર

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય; અમદાવાદ, સુરત, ભાવનગર સહિત રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોને નવી સુવિધા મળશે, મોતિયાના ઓપરેશનમાં દર્દીઓને લાભ થશે અમદાવાદ રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં નેત્ર રોગોની આધુનિક સારવાર તથા મોતિયાના ઓપરેશન…

ઉત્તર ગુજરાતની બે GMERS હોસ્પિટલમાં MRI સુવિધાનું લોકાર્પણ, 14 સરકારી હોસ્પિટલોમાં મશીનો સ્થાપિત થશે

વડનગર અને ધારપુર-પાટણની હોસ્પિટલોમાં AI ટેકનોલોજીથી સજ્જ 1.5 ટેસ્લા MRI સિસ્ટમ શરૂ; દર્દીઓને સ્થાનિક સ્તરે સચોટ નિદાન અને સારવારમાં મળશે મદદ ગાંધીનગર ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ આધુનિક અને સુલભ બનાવવાના હેતુથી વડનગરની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા પાટણના ધારપુર ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અત્યાધુનિક MRI સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના…

એકતાનગરમાં રોશનીનો જાદુઈ મહોત્સવ: ‘એકતા પ્રકાશ પર્વ-2026’માં ભારતની સંસ્કૃતિ અને આધુનિક વિકાસની ઝાંખી

7.6 કિલોમીટરના વિસ્તારમાં 17 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધી પ્રકાશોત્સવનું આયોજન; ઇન્ડોરના ચાર પ્રાદેશિક ઝોન અને આઉટડોરના 11 મુખ્ય સેક્શન બનશે પ્રવાસીઓ માટે આકર્ષણ એકતાનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વારસો, રાષ્ટ્રીય ગૌરવ અને આધુનિક વિકાસને પ્રકાશની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા રજૂ કરતો ‘એકતા પ્રકાશ પર્વ-2026’ 17 ઓક્ટોબર, 2026થી 15 જાન્યુઆરી, 2027 સુધી યોજાશે….

હીરામણિ સ્કૂલમાં ગરબા મહોત્સવની રંગેચંગે ઉજવણી

ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ થઈ ગરબાના તાલે ઝૂમ્યા; શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો અમદાવાદ: હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિ અને લોકકળાની રંગતને જીવંત બનાવી હતી. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં…

IITE ગાંધીનગર ખાતે ‘Gandhi Still Living in Us’ થીમ હેઠળ વિશેષ પ્રદર્શન યોજાયું

ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સર્જનાત્મક કૃતિઓ દ્વારા ગાંધીવિચારોને વાચા આપી; સહભાગીઓને પ્રશંસાપત્રો એનાયત કરાયા ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE), ગાંધીનગરના સેન્ટ્રલ લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ ડિવિઝન દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતીના પાવન અવસરે ‘Gandhi Still Living in Us’ થીમ હેઠળ તારીખ ૧ થી ૧૦ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન એક વિશેષ…

આણંદમાં નિર્માણ પામી રહેલી ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા

રાજ્યના છેવાડાના માનવી સુધી નિઃશુલ્ક અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા: બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરી લોકાર્પણ કરવા મંત્રીની સૂચના આણંદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ગ્રાન્ટ અને સહયોગથી આણંદ ખાતે નિર્માણ પામી રહેલી ૩૫૦ બેડ ક્ષમતા ધરાવતી અત્યાધુનિક સિવિલ હોસ્પિટલના બાંધકામની પ્રગતિની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્થળ મુલાકાત…

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો ગુજરાતના નાગરિકોનો હક: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

નવરાત્રિ દરમિયાન રાજ્યભરમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન કાર્યરત રહેશે; 1,407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસમાં 328ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ, 5નાં લાયસન્સ સસ્પેન્ડ ગાંધીનગર: નવરાત્રિ પર્વ દરમિયાન અને ત્યારબાદ પણ રાજ્યના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળમુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ…

સ્વચ્છ રસોડું, શુદ્ધ ભોજન અને પારદર્શક વ્યવસ્થા: સુરતની પહેલને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બિરદાવી

મોટા વરાછાની ચુંદડી અને મૌસમ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ સ્વચ્છતા તથા ગ્રાહક વિશ્વાસની પહેલને પ્રોત્સાહન આપ્યું; રસોડામાં CCTV અને ગુણવત્તાયુક્ત સામગ્રીની સ્પષ્ટ માહિતીની કરી પ્રશંસા સુરત, મોટા વરાછા: સ્વચ્છ રસોડું, ગુણવત્તાયુક્ત ભોજન અને ગ્રાહકો સાથે પારદર્શક વ્યવહાર—આ ત્રણ બાબતોને વ્યવસાયની નૈતિક જવાબદારી સમજીને અમલમાં મૂકતા રેસ્ટોરન્ટ સંચાલકો અન્ય માટે પ્રેરણારૂપ બની શકે છે. આ અભિગમને પ્રોત્સાહન…

સરદાર સાહેબની 151મી જન્મજયંતિએ એકતાનગર રોશનીથી ઝળહળી ઊઠશે , 17 ઓક્ટોબરથી ‘એકતા પ્રકાશ પર્વ-2026’

ત્રણ મહિના સુધી ચાલનારા પ્રકાશોત્સવમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના સાત કિલોમીટરના માર્ગ પર આકર્ષક લાઇટિંગ કરાશે સરદાર સરોવર ડેમનો ડાયનેમિક લાઇટ એન્ડ સાઉન્ડ શો બનશે મુખ્ય આકર્ષણ; SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાની દેશવાસીઓને એકતાનગરની મુલાકાત લેવા અપીલ એકતાનગર ભારતની રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ગૌરવના વૈશ્વિક પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર…

યંગ ફેડરેશનના ‘સેવા સંકલ્પ અભિયાન’ની પૂર્ણાહુતિ: 526 બહેનોને 16 પ્રકારની આર્ટ અને કૌશલ્યની નિઃશુલ્ક તાલીમ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં તાલીમાર્થી બહેનોને પ્રોત્સાહન • મહિલાઓને સ્વરોજગાર, ઘરઆધારિત વ્યવસાય અને આર્થિક આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો પ્રયાસ સુરત મહિલાઓને કૌશલ્યવાન બનાવી સ્વરોજગાર અને આર્થિક આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાના હેતુથી યંગ ફેડરેશન દ્વારા આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નિઃશુલ્ક કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. 158-કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી…

કામરેજમાં મેગા હેલ્થકેર પ્રોજેક્ટને અદ્યતન વીજ માળખું મળશે : 66 KV સબસ્ટેશન સ્થાપવા આરોગ્ય મંત્રી પાનશેરીયાની બેઠક

1,500 બેડની જનરલ બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપરાંત 500થી વધુ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોનું નિર્માણ થશે દક્ષિણ ગુજરાતમાં અદ્યતન આરોગ્ય સેવાઓ, મેડિકલ શિક્ષણ અને મેડિકલ ટુરિઝમને નવી દિશા આપવાનો પ્રયાસ સુરત: કામરેજ વિધાનસભા ક્ષેત્રમાં આકાર લઈ રહેલા મેગા હેલ્થકેર પ્રોજેક્ટને અદ્યતન વીજ માળખાથી સજ્જ કરવાના હેતુથી રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ GETCO અને…

સુરતમાં શ્રમિકોનું ‘ગાંવ ચલો’ આંદોલન તેજ: 10 લાખથી વધુ કામદારોના પલાયનથી ટેક્સટાઈલ ઉદ્યોગ પર સંકટનાં વાદળો!

સાપ્તાહિક રજા અને 12 કલાકની ડ્યૂટી સામે શ્રમિકોનો વિરોધ; વિવાદ વકરતાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ સુરત દોડી આવ્યા, ઉદ્યોગકારોમાં ચિંતા વધી સુરત ડાયમંડ સિટી સુરતની ઓળખ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગમાં શ્રમિકોના અસંતોષે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સાપ્તાહિક રજા ન મળતી હોવાના અને લાંબા કામના કલાકો સહિતના શોષણના આક્ષેપો સાથે પરપ્રાંતીય શ્રમિકોએ ‘ગાંવ ચલો’ આંદોલન…

ચાલુ વાહને મૂવી, વીડિયો કોલ અને મોબાઈલ પર વાતો કરવી! ગુજરાતમાં ટ્રાફિકના બેફામ વર્તન સામે હાઈકોર્ટ લાલઘૂમ

‘હેલ્મેટના નિયમોનો અમલ કેમ નહીં?’ ગુજરાત હાઈકોર્ટની સરકાર અને પોલીસને આકરી ટકોર; 650 ટ્રાફિક જવાનોની ભરતી અને TRB જવાનોને વિશેષ તાલીમ આપવા સરકારની રજૂઆત અમદાવાદ ગુજરાતમાં ટ્રાફિકની કથળતી સ્થિતિ અને માર્ગ સુરક્ષાના નિયમોના થઈ રહેલા ઉલ્લંઘન સામે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા, હેલ્મેટના નિયમોના…

હીરામણિ કે.જી. વિભાગમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં ભૂલકાંઓએ વિવિધ આકર્ષક વેશભૂષા ધારણ કરી પ્રતિભા દર્શાવી; પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને રાષ્ટ્રપ્રેમનો આપ્યો સંદેશ અમદાવાદ હીરામણિ કે.જી. વિભાગના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં નાના ભૂલકાંઓની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન (વેશભૂષા સ્પર્ધા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાળકોએ વિવિધ આકર્ષક વેશભૂષા ધારણ કરીને પોતાની…

એચસીજી ફાઉન્ડેશનના ‘આરંભ ગરબા 4.0’માં પરંપરા અને સેવાકાર્યનો અનોખો સંગમ

ગરબાની રમઝટ સાથે કેન્સર, હૃદયરોગ અને ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને સહાય કરવાનો સંકલ્પ; અત્યાર સુધીમાં 2,500થી વધુ દર્દીઓને મદદ મળી છે અમદાવાદ ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને સંગીતની રંગત સાથે માનવસેવાનો ઉમદા સંદેશ આપતા એચસીજી ફાઉન્ડેશન દ્વારા ‘આરંભ ગરબા 4.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. 8 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં…

સુરતના વિકાસને નવી ગતિ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ કર્યું

દિવાળી પહેલાં સુરતને મળશે વધુ એક બ્રિજની ભેટ; યોગીચોક, પુણા અને મોટા વરાછા વચ્ચેની કનેક્ટિવિટી બનશે વધુ સુગમ, ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત સુરત સુરત શહેરના વધતા જતા શહેરી વિસ્તાર અને વાહનવ્યવહારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારે સુરતના નાગરિકોને વધુ…

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ડેન્ગ્યુગ્રસ્ત જવાનોની સારવારની સમીક્ષા કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરેડમાં ભાગ લેવા આવેલા 87 જવાનો છેલ્લા 10 દિવસમાં સિવિલમાં દાખલ; 50ને રજા, 37 જવાનો સારવાર હેઠળ સારવાર દરમિયાન એક જવાનનું દુઃખદ અવસાન; બીમારીમાં ભારે કસરતને કારણે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની આશંકા, અંતિમ કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત પરેડમાં ભાગ લેવા ગુજરાત આવેલા સુરક્ષા દળોના…

સૈન્યમાં 19 ફેબ્રુઆરીથી અગ્નિવીર ભરતી રેલી

અમદાવાદ ભરતી કચેરી દ્વારા 21 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે ગોધરામાં ભરતી રેલીનું આયોજન અમદાવાદ સૈન્ય ભરતી કચેરી, અમદાવાદ દ્વારા અગ્નિવીરના વિવિધ હોદ્દાઓ માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી 19 ફેબ્રુઆરી 2027થી 2 માર્ચ 2027 દરમિયાન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા ખાતે યોજાશે. આ ભરતી રેલીમાં અગ્નિવીર (સામાન્ય…