ગિરની સિંહ જોડી જય અને વીરુ ભલે વિખૂટી પડી પરંતુ તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે

જૂનાગઢ એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરીણામ મેળવી શક્યા નહીં. અત્યંત…

હીરામણિ પ્રાથમિક શાળામાં છત્રી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણીપ્રાથમિક શાળા(ગુજરાતી માધ્યમ)માં છત્રી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.  છત્રી સુશોભન કરવા માટે ચિત્ર શૈલીના ભાતીગળ ફોર્મ, અલ્પના આકરો, વર્લી કલા , મંડાલા ડિઝાઇન, પેપર કટીંગ તેમજ નકામી વસ્તુઓનો કલાત્મક ઉપયોગ કરી સુંદર છત્રી સુશોભન વિદ્યાર્થીઓએ કર્યું હતું. ભાગ લેનાર અને ઈનામ પ્રાપ્ત વિદ્યાર્થીઓને શાળાના આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા.

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ભાર વિનાનું ભણતર વિષય અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી

       હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ગુજરાત સરકાર દ્વ્રારા દર અઠવાડિકના શનિવારે ‘દફતર વગરનો દિવસ’ જાહેર કરવામાં આવ્યો એ અંતર્ગત વિવિધ રસપૂર્વક પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૭ના બાળકો એ ઉત્સાહભેર ભાગ લઇને વિવિધ-વિવિધ પ્રવૃત્તિ કરી જેવીકે બીજમાંથી છોડ અકુંરિત, આગ વગર ભોજન, પ્રાણીઓનું વર્ગિકરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરી.

વનતારા અને ગુજરાત વન વિભાગ બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવ વૈવિધ્ય જાળવવામાં સહાયરૂપ

કચ્છ (ગુજરાત) કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ બનવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ ‘વનતારા’ના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ (સ્પોટેડ ડિયર)ને આયોજનબદ્ધ રીતે વસાવ્યા છે. આ સહયોગી પહેલનો…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓએ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્રો મેળવ્યા

અમદાવાદ સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ,આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૧૦ નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પહેલા, બીજા તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ  ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર  જીતીને શાળાનું ગૌરવ વધાર્યું. વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ જનસહાયક…

હીરામણિ પ્રાથમિક શાળામાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ટ્રાફિક અવરનેસ માટે નાટક દ્વારા, સિમ્બોલ બતાવીને વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગે જાગૃત કર્યા હતા. તેમજ ઈમરજન્સી નંબરોની વિગતવાર માહિતી આપી હતી, જેથી સમાજમાં ટ્રાફિક અંગે જગૃતિ આવે, નાની ઉંમરના વિદ્યાર્થીઓ લાઈસન્સ વિના વાહન ન ચલાવે, પૂર ઝડપે ન ચલાવે, અકસ્માત ન સર્જાય એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો…

તીર્થધામ સારંગપુર પાસે દુર્ઘટનામાં હરિભક્તોનો અક્ષરવાસ

સારંગપુર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં કાર્યરત સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિ દિવ્યેશ પટેલની કારમાં બોચાસણ ખાતે દર્શન કરીને ગઈકાલે તા. 13-7-2025ની મોડી રાતે સારંગપુર પરત આવી રહેલા બે સંતો અને અન્ય ચાર યાત્રિકોને એક ગંભીર અકસ્માત નડ્યો છે. 13 જુલાઈની રાત્રે બોચાસણથી દર્શન કરીને પોતાની અર્ટિગો કાર દ્વારા સારંગપુર આવી રહેલા દિવ્યેશ પટેલ રાત્રે સવા અગિયાર વાગે…

હિતેશ પટેલ (પોચી)ની રેલવેની ZRUC તેમજ ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં નિમણૂક

અમદાવાદ ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વેસ્ટર્ન રેલવેની Zonal Railway Users Consultative Committee (ZRUC)માં સ્પેશ્યલ ઇન્ટ્રેસ્ટ કેટેગરી હેઠળ અમદાવાદના કાર્યકર હિતેશ પટેલ (પોચી)ની બે વર્ષ માટે સભ્ય તરીકે નિમણૂક કરી છે. આ ઉપરાંત, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની અમદાવાદ ટેલિફોન એક્સચેન્જ માટેની ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં પણ હિતેશ પટેલ (પોચી)ની સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી…

હીરામણિ સ્કૂલમાં ટીટેનસ-ડીપ્થેરીયા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું

ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાંહીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં 10 વર્ષ અને 16 વર્ષના બાળકો માટે ટીટેનસ-ડીપ્થેરીયા રસીકરણનું આયોજન આરોગ્ય વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તથા ધ અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓને ટી.ડી. વેક્સિન અપાઈ હતી. જેમાં સંસ્થાના સી.ઈ.ઓ. ભગવત અમીન તથા બંન્ને માધ્યમના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષાગીત અને ડાન્સ સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વરસાદી માહોલને વિદ્યાર્થીઓ લોકસાહિત્ય – સંગીતની સાથે માણે – જાણે આ હેતુથી હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ધો.8 થી 12 વિદ્યાર્થીઓની વર્ષાગીત અને ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. દરેક સ્પર્ધકોએ વર્ષાગીતો અને દુહાઓની રમઝટ બોલાવી માહોલ વરસાદી બનાવી દીધો હતો. આ સ્પર્ધામાં આચાર્યા ભારતી મિશ્રા, કો-ઓર્ડિનેટર ભરત…

દાણચોરી કાયદેસરના ઉદ્યોગો સામે ગંભીર જોખમ ઊભું કરે છે અને રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવે છેઃ અમદાવાદ કસ્ટમ્સ વિભાગના વડા

અમદાવાદ ગેરકાયદેસર વેપારઃ બનાવટ કરવા અને દાણચોરી સામે રાજ્ય સ્તરની કામગીરી વિષય પર ફિક્કી કાસ્કેડ દ્વારા યોજાયેલા એક સેમિનારમાં અમદાવાદ ઝોનના કસ્ટમ્સના ચીફ કમિશ્નર અને આઈઆરએસ પ્રણેશ પાઠકે જણાવ્યું હતું કે “ભારતનું અર્થતંત્ર વિકસી રહ્યું છે અને વૈશ્વિક વ્યાપાર વધી રહ્યો છે ત્યારે આધુનિક દાણચોરી નેટવર્ક માટેઆપણો દેશ વધુને વધુ ગુનેગારો માટે આકર્ષણનું કેન્દ્ર બની…

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે KFS ઇસ્ટમાં આયુર્વેદ સત્રનું આયોજન

અમદાવાદ  હીરાપુર સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઇસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે “આયુર્વેદની શક્તિ દ્વારા આરોગ્ય અને સુખાકારી” વિષય પર એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું સંચાલન અખંડાનંદ આયુર્વેદિક કોલેજના ડૉ. અજિતસિંહ ગોહિલે કર્યું હતું, જેઓ આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાત છે. ડૉ. ગોહિલે સરળ આયુર્વેદિક પદ્ધતિ, દિનચર્યા અને કુદરતી ઉપચારો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં નશામુક્ત ભારત વિષય આધારિત ચિત્રસ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નશામુક્ત ભારત પખવાડિયાની ઉજવણી દ્રારા જનજાગૃતિ ના ભાગરૂપે વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ નશા ની આડ અસર, બગડતી જિંદગી ઉપર વેધક કટાક્ષ કર્યો હતો, અને સૌને કોઈ પણ પ્રકારનો નશો ન કરવા નો સંદેશ આપ્યો હતો. સ્પર્ધા  માંથી 10 વિજેતા…

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે SGVP ગુરુકુળ, અમદાવાદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

તા.14 જૂન,2025 વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ આરોગ્યધામ, હીરામણિ સ્કૂલ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ચિરીપાલ ગ્રુપના સહયોગથી  રક્તદાન શિબિરનું આયોજન SGVP ગુરુકુળ, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં કુલ 65 રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટ ના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરૂણ અમીન, હીરામણિ સ્કૂલના…

એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા ખાતે 550થી વધુ બાળકો માટે ‘કલરવર્સ 2025’ સમર કેમ્પનું આયોજન

ભારત એપેક્સોન ના સામાજિક પ્લેટફોર્મ એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા આહાન લર્નિંગ સેન્ટર્સ ખાતે ‘કલરવર્સ 2025’ થીમ પર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ, પુણે અને અમદાવાદ સ્થિત 15 સેન્ટર્સમાં 550થી વધુ બાળકોએ આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કેમ્પ દરમિયાન બાળકો માટે વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓ જેમ કે ડોટ પેઈન્ટિંગ, બ્લો પેઈન્ટિંગ, ફિંગર પેઈન્ટિંગ, પાંદડા અને માટીથી…

નારાયણાનું JEE એડવાન્સ 2025 માં ઉત્કૃષ્ટ પરિણામ

નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના 10 ઓલ ઈન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી 5 સ્થાન મેળવ્યું નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના 100 ઓલ ઈન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી 43 સ્થાન મેળવ્યું JEE એડવાન્સ્ડ 2025 માં ટોચના 10 માંથી 5 રેન્ક મેળવીને નારાયણાએ ફરી એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. અપ્રતિમ શૈક્ષણિક પ્રતિભા દર્શાવતા, નારાયણાએ ઓપન કેટેગરીમાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 3, 4,…

વિશ્વ પર્યાવરણ દિવસ 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ દ્વારા વિવિધ રોપાઓનું વાવેતર

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ, વસ્ત્રાલ, અમદાવાદના કમાન્ડન્ટ રતુલ દાસના નેતૃત્વમાં “એક પૌધા મા કે નામ” અભિયાન હેઠળ કેમ્પસમાં વિવિધ સ્થળોએ જામફળ, લીંબુ, લીમડો, ગુલમહોર, પીપળ જેવા વિવિધ જાતોના 200 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, બટાલિયનના તમામ અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો…

ઓગણવિડ ખાતે 600 અબોલ જીવો રહી શકે તેવા સ્વાવલંબી આશ્રય સ્થાનનું ઉદઘાટન

અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જએનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી અમદાવાદ શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુન દેસાઈ, શ્રી સધીમાં…

પર્યાવરણ પખવાડિયું: અમદાવાદ જિલ્લો બીબીપુર રમત સંકુલ ખાતે સ્વચ્છતા અભિયાન

ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા બીબીપુર રમત સંકુલ ખાતે ખેલાડીઓ, એડમીન સ્ટાફ અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો…