હીરામણિ સાંધ્યજીવન કુટિર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ તા.08-09-2025 ના રોજના વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે, અમદાવાદ મેડિકલ સાયંસીસ દ્વારા એજીંગ પ્રોસેસ સંદર્ભ હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલોને વૃદ્ધની ઉંમર સાથે રોજ બરોજની કસરતો કરવા વિષે ઝીણવટપૂર્વક સમજ આપવામાં આવી હતી.

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓ દ્વારાશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. કે.જી. વિભાગના ભૂલકાંઓ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને આયાબેનની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું વિદ્યાર્થીઓના ઉત્સાહ તેમજ શિક્ષકો પ્રત્યેની સન્માનની ભાવના બદલ…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં 5મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે આ શિક્ષણદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद मे पलतें हैं । આ પંક્તિને ચરિતાર્થ કરતાં શિક્ષકદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓએ આચાર્ય, કો-ઓર્ડિનેટર, શિક્ષક, ક્લાર્ક તથા સેવક કર્મચારીની ભૂમિકા ભજવી…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે શાળાનાં પ્યૂન, ક્લાર્ક, આચાર્ય, કો-ઓર્ડિનેટર અને સી.ઈ.ઓ.ની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા…

હીરામણિ સ્કૂલ ધો.1 થી 7ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ હીરામણિ સ્કૂલ ધો.1 થી 7 (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકોદ્વ્રારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી એટલે કે 5 સપ્ટેમ્બર સંદર્ભે શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થી આચાર્યા, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષક, ક્લાર્ક, પ્યૂન, આયાબેન બન્યા હતાં. શિક્ષકો બનેલા વિદ્યાર્થીઓએ મનગમતા વિષયને ભણાવી આજનો દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો…

વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કરતું વિજ્ઞાન પ્રદર્શન હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયું

અમદાવાદ હીરામણિ શિક્ષણ સંકુલમાં તા.29-08-2025ના રોજ એન્યુઅલ રેજુવેનેટ વાર્ષિક ઈન્ટર સ્કૂલ સાયન્સ પ્રદર્શન-2025 નું આયોજન શાળા કેમ્પસમાં કરવામાં આવેલ. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમને કેળવવાના હેતુથી દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળા દ્વારા થાય છે. આ પ્રદર્શનમાં અમદાવાદ શહેરની નામાંકિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની કૂલ 46 શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા 72 પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. જેમાં…

જોધપુર વોર્ડમાં IOC પેટ્રોલ પંપ થી ડી માર્ટ માર્ગ નું સ્વ.પિનાકીન ચંદ્રકાંત મહેતા માર્ગ નામાભિધાન

અમદાવાદ જોધપુર વોર્ડમાં આવેલ પેટ્રોલ પંપ થી ડી માર્ટ માર્ગને સ્વ પિનાકીન ચંદ્રકાંત મહેતા માર્ગ નું નામાભિધાન કરવામાં આવ્યું.. Dr ચંદ્રકાંત મહેતા જેઓ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, લેખક અને પત્રકાર તરીકે જાણીતા છે તેમના સ્વ. પુત્ર પિનાકીન ચંદ્રકાંત મહેતા જેઓ ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ હતા તેથી ડી માર્ટ થી જોધપુર ગામ તરફના માર્ગને સ્વ. પિનાકીન ચંદ્રકાંત…

મનસુખ સુવાગીયા લિખિત ‘જળક્રાંતિ ગ્રંથ’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 31મી ઓગષ્ટના રોજ વિમોચન

અમદાવાદ સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે અને જળક્રાંતિ આવી છે, તેવા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને જળક્રાંતિના પ્રણેતા મનસુખ સુવાગીયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન તા. 31મી ઓગષ્ટ, 2025ના રોજ રવજી વસાણી અને વલ્લભ કાકડિયાની આગેવાનીમાં લેઉવા પટેલની 19 સંસ્થાઓના ઉપક્રમે…

હીરામણિ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા શિલ્પકલા સ્પર્ધા (ગણપતિજીની મૂર્તિ) બનાવવાનું આયોજન

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએ ગણેશ ચતુર્થીના પર્વનિમિત્તે કલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુ થી “શિલ્પકલાની સ્પર્ધા” (ગણપતિજીની મૂર્તિ) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ-૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇ રચનાત્મક તેમજ ઘરમાં સરળતાથી મળી રહે તેવાં પદાર્થો જેવા કે કાળી અથવા લાલ માટી, મોલ્ડીંગ આર્ટ ક્લે…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ગીતા શ્લોક ગાન સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે “ગીતા શ્ર્લોક ગાન” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્ર્લોકો નું સુંદર ગાન ધોરણ- ૧ થી ૮ નાં ૨૨૩ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ કરી તેનો…

હીરામણિ પ્રાથમિક શાળામાં ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ માટી, ક્લે, પાંદડાંનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની વિવિધ મૂર્તિઓ બનાવી હતી, અને તેની સાથે-સાથે આસ્થા ભી સરંક્ષણ ભી ના સૂત્ર સાથે પર્યાવરણ બચાવવાનો સમાજને સંદેશો પાઠવ્યો હતો.

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ GLS દ્વારા યોજાયેલી યંગ તરંગ ૨૦૨૫સ્પર્ધામાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું

આજરોજGLS (ફેકલ્ટી ઓફ કોમર્સ) દ્વારા યોજાયેલ યંગ તરંગ ૨૦૨૫ સ્પર્ધામાં હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ના વિધાર્થીઓએ એડોમેનિયા સ્પર્ધા ( પ્રોડક્ટ એડવર્ટિઝ ની મૌલિક રજૂઆત) માં ભાગ લઈ ને પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું છે. જે બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન,અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ ભાગ્યેશ જોષી તથા કો ઓર્ડીનેટર્…

બરડા અભયારણ્યમાં વાઈલ્ડલાઈફ વિવિધતા સમૃદ્ધ બનાવવા વાનતારા – ગુજરાત વન વિભાગે હાથ મિલાવ્યા

પોરબંદર (ગુજરાત) બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે. આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઇકોલોજીકલ યોગ્યતા અને સહાયક…

સત્યઆર્ટગેલેરીમાં વિવેક દેસાઈનાં ફોટોગ્રાફીનું એક્ઝીબિશન – ‘લંબી કહાનિયાં’

એક્ઝીબિશન તા. 1 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે અમદાવાદ માનવીની દૈનિક જીવનશૈલીને સહજતાથી દર્શાવતા વિવેક દેસાઈનાં ફોટોગ્રાફી એક્ઝિબિશન- ‘લંબી કહાનીયાં’નો સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટમાં આરંભ થયો છે. આ પ્રદર્શનમાં કુલ ૫૦ ફોટોગ્રાફસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશન તા.1 સપ્ટેમ્બર, 2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન ખુલ્લું રહેશે. ‘લંબી કહાનીયાં’ ફોટોગ્રાફી…

બી.એ.પી.એસ. અક્ષરફાર્મ આણંદમાં ભારતનો ૭૯મો સ્વતંત્રતા દિવસ મનાવાયો

અમદાવાદ તા.૧૫ ઓગષ્ટ, ૨૦૨૫ બી.એ.પી.એસ. અક્ષરફાર્મ આણંદમાં ભારતનો ૭૯મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં, ચરોતર પ્રદેશ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રના આ આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર અક્ષરફાર્મ પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે…

હીરામણિ સ્કૂલકેમ્પસમાં 79 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન

અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણિ સ્કૂલ કેમ્પસમાં તારીખ 15 ઓગસ્ટ 2025 ના રોજ 79 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારૂલ યુનિવર્સિટીનાં ઉપપ્રમુખ પારૂલ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું .મુખ્યમહેમાન પારુલ પટેલે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે અહિંસા, પ્રેમ, કરુણા અને ભાઈચારાના…

ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂરનાં શૌર્ય અને પરાક્રમને બિરદાવવા ઓપરેશન સિંદૂર સ્વાભિમાન યાત્રાનું યોજાઈ

ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂરનાં શૌર્ય અને પરાક્રમને બિરદાવતા શ્રી હાર્દિકસિંહ ડોડીયા અને તેમની ટીમ દ્વારા તા. ૧૬ ઓગસ્ટ થી ૨૯ ઓગસ્ટ સુધી નડાબેટ થી દાંડી સુધી “ઓપરેશન સિંદૂર સ્વાભિમાન યાત્રા”નું  આયોજન કરવામાં આવ્યું છે.જેની ફ્લેગ ઓફ સેરેમની તા. ૧૫ ઓગસ્ટ ના રોજ રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ…

વનતારા દ્વારા કન્ઝર્વેશન મેડિસિન પર વિશેષ પશુચિકિત્સા તાલીમનું આયોજન

દેશભરમાંથી 54 પશુચિકિત્સકો વન્યજીવ આરોગ્ય અને સંરક્ષણને સુદીર્ઘ બનાવવા માટે તાલીમમાં જોડાયા જામનગર (ગુજરાત)  અનંત અંબાણી દ્વારા સ્થાપિત ભારતની અગ્રણી વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ એન્ડ કન્ઝર્વેશનની પહેલ ‘વનતારા’ દ્વારા આજે ગુજરાતના જામનગરમાં આવેલી પોતાની અત્યાધુનિક ફેસિલિટી ખાતે ‘ઇન્ટ્રોડક્શન ટુ કન્ઝર્વેશન મેડિસિન’ વિષય પર એક વિશેષ પશુચિકિત્સા તાલીમ અભ્યાસક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્દઘાટન સમારંભમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી, આઇએફએસ ડો. વી. ક્લેમેન્ટ બેન; ઉત્તરાખંડ સરકારના પૂર્વ પીસીસીએફ અને સીડબ્લ્યુએલડબ્લ્યુ દિગ્વિજયસિંહ ખાટી; વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ વરિષ્ઠ પ્રોફેસર અને વડા ડો. પ્રદીપ કે. મલિક; અને જીઝેડઆરઆરસીના ડાયરેક્ટર ડો. બ્રિજકિશોર ગુપ્તા સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોએ…

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગાંધીનગર ખાતે NEP-2020ની 5મી વર્ષગાંઠની ઉજવણીરૂપે ‘શિક્ષણ સપ્તાહ’ સંપન્ન

ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE)ના સેન્ટર ઓફ એજ્યુકેશન દ્વારા નવી શિક્ષણ નીતિ (NEP-2020)ના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 જુલાઈથી 2 ઓગસ્ટ, 2025 દરમિયાન એક સપ્તાહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય NEP-2020 દ્વારા શિક્ષણ ક્ષેત્રે થયેલા સુધારાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો અને ભવિષ્યની દિશા પર પ્રકાશ પાડવાનો હતો. આ…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં અભિનય કલા દ્વારા જાહેરખબરોની રજૂઆત કરવાની સ્પર્ધા યોજાઈ

       હીરામણી સેકન્ડરી સ્કુલ ઇંગ્લીશ મીડીયમ માં  ધોરણ 8 થી 12  મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અભિનય કલાનો વિકાસ થાય તે આશયથી  ક્રિએટિવ જાહેરખબરોની અભિનય કલા ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.  વિદ્યાર્થીઓએ ગ્રુપમાં એક ચોક્કસ સમય મર્યાદામાં કોઈપણ વસ્તુની જાહેર ખબર સ્ટેજ ઉપર રજૂ કરવાની હતી, જેમાં અભિનય, ડાયલોગ, કલાત્મક વેશભૂષા દ્વારા વિદ્યાર્થીઓએ સ્ટેજ ઉપર ક્રિએટિવ…