ગુજરાતની સરહદી સુરક્ષાની સમીક્ષા માટે 10 સિનિયર IPS અધિકારીઓ મેદાનમાં ઉતરશે: 20 સરહદી ગામોમાં બે દિવસ રાત્રિરોકાણ કરશે

પોલીસ અધિકારીઓ 26 અને 27 નવેમ્બરે કચ્છ, વાવ-થરાદ અને પાટણનાં સરહદી ગામોની મુલાકાત લેશે ; સ્થાનિકોના ઘરે રોકાઈ ગ્રામજનો અને પોલીસ જવાનોની સમસ્યાઓ સાંભળશે સરકારના ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત પોલીસની વિશેષ પહેલ; બોર્ડર પેટ્રોલિંગ, સુરક્ષા માળખા અને એજન્સીઓની સજ્જતાનું ગ્રાઉન્ડ લેવલ પર નિરીક્ષણ કરાશે અમદાવાદ: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને…

ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી 30 નવેમ્બરથી શરૂ થશે: ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,780 મળશે

બજારભાવ ટેકાના ભાવ કરતાં ઓછો હોવાથી રાજ્ય સરકારનો નિર્ણય; ખેડૂત દીઠ મહત્તમ 2,500 કિલો મગની ખરીદી કરાશે, ચુકવણી સીધી આધાર લિંક બેંક ખાતામાં થશે ગાંધીનગર ગુજરાતના મગ ઉત્પાદક ખેડૂતોને તેમની ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે અને બજારમાં ઓછા ભાવે પાક વેચવાની ફરજ ન પડે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ…

દિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે સફારી પાર્કમાં પ્રવાસીઓનો ધસારો: 80 હજારથી વધુ લોકોએ માણ્યું એશિયાઈ સિંહોનું દર્શન

ગીર, દેવળિયા સહિત સૌરાષ્ટ્રના પાંચ સફારી સ્થળોએ વન વિભાગને રૂ.1.59 કરોડથી વધુની આવક; ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓની સંખ્યામાં 68.13 ટકાનો ઉછાળો અમદાવાદ/જૂનાગઢ: ગુજરાતના ગૌરવ અને વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા એશિયાઈ સિંહોના દર્શન માટે વર્ષ 2026ના દિવાળી વેકેશન દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગીરના જંગલથી લઈને ગિરનાર, આંબરડી અને બરડા…

ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાઓને સરકારી જમીન વિનામૂલ્યે ફાળવાશે, પાંચ વર્ષ માટે નિયમોમાં ખાસ છૂટછાટ

નવસારી, વાપી સહિત 9 નવરચિત મહાનગરોને મોટી રાહત: મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, પાણી-ગટર વ્યવસ્થા સહિત 11 પ્રકારની જાહેર સુવિધાઓ માટે જમીન મળશે; જમીન ખરીદવાના આર્થિક ભારણમાંથી મુક્તિ મળશે ગાંધીનગર ગુજરાતમાં શહેરી વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓનું માળખું ઊભું કરવા માટે હવે…

સૈનિક કલ્યાણ ફંડના સંગ્રહમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે

₹25 લાખના લક્ષ્યાંક સામે રાજકોટ જિલ્લામાં ₹90 લાખનું ફંડ એકત્રિત; 29 દાતાઓનું ટ્રોફી, સ્મૃતિચિહ્ન અને શિલ્ડ આપી સન્માન કરાયું રાજકોટ સશસ્ત્ર દળ ધ્વજ દિવસ નિમિત્તે એકત્રિત કરવામાં આવતા સૈનિક કલ્યાણ ફંડના સંગ્રહમાં રાજકોટ જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવેલા ₹25 લાખના લક્ષ્યાંક સામે જિલ્લામાંથી કુલ…

શિક્ષક અભિરૂચિ કસોટી-2026ની મુખ્ય પરીક્ષામાં પારદર્શકતા અને ગુણવત્તા જાળવવા રાજ્ય પરીક્ષા બોર્ડની વિશેષ વ્યવસ્થા

CCTV મોનિટરિંગ, ફ્લાઈંગ સ્ક્વોડ અને તજજ્ઞ પરીક્ષકોની નિમણૂક સાથે પરીક્ષા પ્રક્રિયા હાથ ધરાઈ; TAT-HSના પરિણામ અંગે ફેલાયેલી ગેરસમજ દૂર કરવા બોર્ડે રજૂ કરી સ્પષ્ટતા ગાંધીનગર : શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2026 (TAT-HS)ની ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની પ્રક્રિયામાં પારદર્શકતા, સુદૃઢ વ્યવસ્થા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ સ્તરે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં…

હવે ગુજરાતમાં ખાનગી વાહનોના દસ્તાવેજોની પણ ટોલ પ્લાઝા પર થશે ચકાસણી, નિયમભંગ બદલ ઈ-ચલણ આવશે

ઈ-ડિટેક્શન સિસ્ટમના વ્યાપમાં ખાનગી વાહનોનો સમાવેશ : કેમેરાથી નંબર પ્લેટ સ્કેન કરી PUC, વીમા અને રજિસ્ટ્રેશનની માન્યતા તપાસાશે ગાંધીનગર ગુજરાતમાં હવે ખાનગી વાહનચાલકોએ પણ પોતાના વાહનના દસ્તાવેજો અપડેટ રાખવા પડશે. રાજ્યમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટોલ પ્લાઝા પર કાર્યરત ઈ-ડિટેક્શન (E-Detection) સિસ્ટમનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ…

આયુષ્માન ભારત યોજનાના ક્લેઇમ સબમિશનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં પ્રથમ

‘સ્કેન એન્ડ શેર’ ડિજિટલ રજિસ્ટ્રેશનમાં રાજ્યમાં બીજું સ્થાન; અમદાવાદ સિવિલ હોસ્પિટલને બે રાજ્યકક્ષાના એવોર્ડથી સન્માનિત કરાઈ અમદાવાદ: આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ડિજિટલ હેલ્થ સુવિધાઓના અમલીકરણમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે રાજ્યસ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY-MA) હેઠળ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ક્લેઇમ સબમિશન કરવા બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને…

SIRની મુસદ્દા મતદાર યાદીમાં નામ ન હોય તો ફોર્મ-6 ભરી શકાશે

અગાઉ મતદાર તરીકે નોંધાયેલા હોય તો પણ નવેસરથી નામ ઉમેરવા ફોર્મ-6 રજૂ કરી શકાશે; માત્ર અગાઉ નોંધાયેલા હોવાના આધારે ખોટી ઘોષણા ગણાશે નહીં કે કલમ-31 હેઠળ કાર્યવાહી પણ નહીં થાય ગાંધીનગર: મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં જેમનાં નામ સામેલ નથી તેવા મતદારો માટે ભારતના ચૂંટણી પંચે…

આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પાછળ પાંચ વર્ષમાં ₹858 કરોડથી વધુનો ખર્ચ, 58 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ

પ્રિ-મેટ્રિક યોજનામાં 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹438.27 કરોડની સહાય, પોસ્ટ-મેટ્રિક હેઠળ 32,226 વિદ્યાર્થિનીઓને ₹420.28 કરોડની મદદ; ઉચ્ચ શિક્ષણ માટે આવકમર્યાદા ₹2.50 લાખથી વધારી ₹6 લાખ કરાઈ ગાંધીનગર ગુજરાતમાં આદિજાતિ સમાજના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને આર્થિક મુશ્કેલીઓને કારણે તેમનું ભણતર અધૂરું ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ યોજનાઓના માધ્યમથી આર્થિક સહાય…

ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ: હાઈવેની હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સઘન ચેકિંગ

ભેળસેળિયા અને અસ્વચ્છ ખાદ્ય એકમો સામે સરકારની લાલ આંખ; 19 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં ફૂડ સેફ્ટી મેગા ડ્રાઈવ, શંકાસ્પદ ખાદ્યચીજોના સેમ્પલ લેવાશે, નિયમભંગ બદલ લાયસન્સ પણ રદ થઈ શકશે એસવીએન. અમદાવાદ: રાજ્યના નાગરિકો અને મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે ગુજરાત સરકાર હવે ખાદ્ય સુરક્ષાના મુદ્દે એક્શન મોડમાં આવી છે. રાજ્યભરમાં ખાદ્ય…

દિવાળીના વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો રેકોર્ડબ્રેક ધસારો: 8 સ્થળોએ 38 લાખથી વધુ લોકોએ પ્રવાસન માણ્યું

અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યનાં ઐતિહાસિક પ્રવાસન સ્થળો, ધાર્મિક યાત્રાધામો અને આધુનિક પ્રવાસન આકર્ષણો પર દેશ-વિદેશના પ્રવાસીઓનો રેકોર્ડબ્રેક ધસારો નોંધાયો છે. દિવાળીના નવ દિવસના તહેવારી સમયગાળા દરમિયાન ગુજરાતનાં આઠ મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લેતાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રે નવો કીર્તિમાન…

વડનગરમાં 19 અને 20 નવેમ્બરે તાના-રીરી મહોત્સવની સંગીતમય ઉજવણી: પદ્મશ્રી તેજેન્દ્ર નારાયણ સહિત દેશના ખ્યાતનામ કલાકારો સુરાવલી રેલાવશે

વડનગર/મહેસાણા ગુજરાતની સમૃદ્ધ શાસ્ત્રીય સંગીત પરંપરા અને ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરતો પ્રતિષ્ઠિત ‘તાના-રીરી મહોત્સવ-2026’ આવતીકાલથી ઐતિહાસિક નગરી વડનગરમાં શરૂ થશે. ગુજરાતની સુપ્રસિદ્ધ સંગીત બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં 19 અને 20 નવેમ્બર દરમિયાન બે દિવસીય સંગીત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશના નામાંકિત શાસ્ત્રીય સંગીતકારો અને લોકકલાકારો પોતાની કલાની સુરાવલીઓથી સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ…

આદિજાતિ ખેડૂતોને હવે રવિ પાકમાં પણ બિયારણ-ખાતરની સહાય મળશે: 48,190 ખેડૂતોને લાભ આપવાનો નિર્ણય

ગાંધીનગર ગુજરાતના આદિજાતિ ખેડૂતોની આવક વધારવા અને ખેતીને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ હવે આદિજાતિ ખેડૂતોને ખરીફ ઋતુની સાથે રવિ ઋતુમાં પણ મળશે. આ નિર્ણયના પરિણામે ખેડૂતોને રવિ પાકની વાવણી માટે પણ બિયારણ અને ખાતરની સહાય ઉપલબ્ધ થશે. ચાલુ વર્ષ…

ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન

ગાંધીનગર: રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ‘ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત બજારમાં વેચાતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોને માહિતગાર કરવામાં આવશે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને કોઈપણ…

હીરામણિ નર્સરી-કે.જી.ના ભૂલકાંઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોના ચહેરા પર રેલાવ્યું સ્મિત

બાળગીતો, ભજનો અને વડીલોની જીવનકથાઓ વચ્ચે બે પેઢીઓ વચ્ચે સર્જાયો લાગણીસભર સેતુ; બાળકોએ વડીલો પ્રત્યે આદર, પ્રેમ અને કાળજી રાખવાનો સંદેશ મેળવ્યો અમદાવાદ: હીરામણિ સ્કૂલના નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓએ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ની મુલાકાત લઈને ત્યાં વસવાટ કરતા વડીલો સાથે આનંદ અને લાગણીસભર સમય વિતાવ્યો હતો. બાળકોની નિર્દોષ હાસ્યની કિલકારીઓ, મધુર બાળગીતો અને ભક્તિભાવપૂર્ણ ભજનોથી વૃદ્ધાશ્રમનું…

HIV પોઝિટિવ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરની વહેલી ઓળખ માટે GCRIની નવી પહેલ: 1,542 મહિલાઓનું HPV DNA ટેસ્ટિંગ

નિયમિત HIV સારવાર સાથે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગને જોડ્યું; 319 મહિલાઓમાં HPV સંક્રમણની પુષ્ટિ, 94 મહિલાઓમાં કેન્સર પૂર્વેની સ્થિતિ મળી આવી, જ્યારે એક મહિલામાં પ્રારંભિક તબક્કાનું કેન્સર ઓળખાયું ગાંધીનગર HIV સાથે જીવતી મહિલાઓને સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ના વધતા જોખમથી સુરક્ષિત રાખવા માટે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા એક મહત્વપૂર્ણ અને નવીન પહેલ…

શિયાળુ વાવેતર પહેલાં ખેડૂતો સાવધાન! અધિકૃત લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી જ ખેતીની સામગ્રી ખરીદવા અનુરોધ

બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં છેતરપિંડીથી બચવા ખેતી નિયામકની માર્ગદર્શિકા; વેપારીનું નામ, સરનામું, લાયસન્સ નંબર અને લોટ નંબર સહિતની વિગતો ધરાવતું સહીવાળું પાકું બિલ મેળવવું ફરજિયાત ગાંધીનગર: શિયાળુ પાકની વાવણીની સિઝન નજીક આવી રહી છે ત્યારે રાજ્યના ખેડૂતો બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીની તૈયારીઓમાં લાગી ગયા છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો સાથે છેતરપિંડી…

ગુજરાત સરકારે ૨૦૨૭ની બેંક રજાઓના જાહેરનામામાં સુધારો કર્યો: આંબેડકર જયંતીની તારીખ અંગેની ભૂલ સુધારાઈ

અગાઉના જાહેરનામામાં ૧૪ એપ્રિલ, ૨૦૨૬ દર્શાવાયું હતું; હવે બુધવાર, ૧૪ એપ્રિલ, ૨૦૨૭ના રોજ બેંકોમાં જાહેર રજા રહેશે ગાંધીનગર ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૭ માટે બેંકોની જાહેર રજાઓ અંગે અગાઉ બહાર પાડેલા જાહેરનામામાં થયેલી એક મહત્વપૂર્ણ ભૂલ સુધારીને નવું જાહેરનામું બહાર પાડ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીની જાહેર રજાની તારીખ, વાર અને શક…