ભારત સરકારનો મોટો નિર્ણય: Apple અને Googleને 7 ચીની એપ્સ હટાવવાનો આદેશ

ઈ-રિક્શાની બેટરીને દૂરથી બંધ કરવાની ફરિયાદો બાદ કેન્દ્ર સરકારની કાર્યવાહી નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડેટા સુરક્ષા, રાષ્ટ્રીય હિત અને ઈલેક્ટ્રિક વાહનોની સલામતીને ધ્યાનમાં રાખીને Apple અને Googleને તેમના એપ સ્ટોરમાંથી 7 ચીની બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) એપ્સ હટાવવાનો આદેશ આપ્યો છે. BAT-BMS, Lossigy અને Epoch-i-ion સહિતની એપ્સ અંગે એવી ફરિયાદો સામે આવી હતી કે તેનો…

36 વર્ષમાં 300થી વધુ ફાઇવ સ્ટાર હોટલોને ચકમો આપનાર ઠગ ઝડપાયો

તમિલનાડુના 69 વર્ષીય બિંગસન જ્હોનની અજોડ કહાની; “મને તો માત્ર ફાઇવ સ્ટાર હોટલ અથવા જેલનું જ ભોજન ગમે છે” એવી કબૂલાત ચેન્નાઈ દેશભરની 300થી વધુ ફાઇવ અને સેવન સ્ટાર હોટલોમાં નકલી ઓળખના આધારે રહી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર તમિલનાડુના 69 વર્ષીય બિંગસન જ્હોનની આખરે ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 36 વર્ષથી ક્યારે લક્ઝરી હોટલ તો…

રામ મંદિર ચઢાવા વિવાદમાં રાજકીય ગરમાવો, વિનય કટિયારનો દાવો: ‘ચંપત રાય સહિત કેટલાક લોકો જેલ જઈ શકે’

અયોધ્યામાં SITની તપાસ તેજ; બેંક કર્મચારીઓની પૂછપરછ, નાણાકીય દસ્તાવેજોની પણ ચકાસણી અયોધ્યા અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિના મામલે તપાસ વધુ તેજ બની છે. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને બજરંગ દળના સ્થાપક વિનય કટિયારે આપેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે. કટિયારે દાવો કર્યો કે ચઢાવાની રકમમાં ગેરવહીવટ થયો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે…

બેંગલુરુ નજીક ખાણમાં ભેખડ ધરાશાયી થતાં 7 મજૂરનાં મોત, 6 ઘાયલ

રામનગર જિલ્લાના દુર્ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ; બેદરકારીના આરોપો વચ્ચે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ બેંગલુરુ કર્ણાટકના બેંગલુરુ નજીક આવેલા રામનગર જિલ્લામાં ગુરુવારે એક પથ્થરની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મડાપટ્ટણા ગામ સ્થિત એક ખાણમાં અચાનક વિશાળ ભેખળ તૂટી પડતાં સાત મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય છ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે….

3 જુલાઈએ દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

IMDની આગાહી: 85 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે પવન, અનેક વિસ્તારોમાં વીજળી અને કરા પડવાની પણ શક્યતા નવી દિલ્હી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સક્રિય બનતાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારત હવામાન વિભાગ (IMD)એ 3 જુલાઈ માટે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ, તેજ પવન, વાવાઝોડું અને આકાશી વીજળી પડવાની…

નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય પરિષદની બેઠકમાં ગુજરાતના આરોગ્ય હિતના મુદ્દાઓ ઉઠાવાયા

રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ભેળસેળ સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના નિયંત્રણ માટે કેન્દ્ર સમક્ષ રજૂઆત નવી દિલ્હી નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ (CCHFW)ની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ…

જનરલ ધીરજ કુમાર સેઠ બન્યા ભારતના નવા સેનાપ્રમુખ

આર્મર્ડ કોર્પ્સમાંથી ત્રણ દાયકાઓ બાદ મળ્યું સેનાનું સર્વોચ્ચ નેતૃત્વ; 31 ઑગસ્ટ, 2028 સુધી સંભાળશે જવાબદારી નવી દિલ્હી: ભારતીય સેનામાં નેતૃત્વ પરિવર્તનના ભાગરૂપે જનરલ ધીરજ કુમાર સેઠે મંગળવાર, 30 જૂન, 2026ના રોજ ભારતના નવા સેનાપ્રમુખ (ચીફ ઑફ આર્મી સ્ટાફ) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લીધું છે, જેઓ ચાર દાયકાથી વધુ સમય સુધી…

નીટ યુજી 2026: એક પ્રશ્ન રદ થતાં 20 લાખ વિદ્યાર્થીઓને મળશે 4 બોનસ ગુણ

પ્રોવિઝનલ આન્સર કીમાં ફિઝિક્સનો એક પ્રશ્ન ડ્રોપ, 28 જૂન સુધી આન્સર કીને ઉમેદવારો પડકારી શકશે એસવીએન. નવી દિલ્હી: નીટ યુજી 2026ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતાં દેશભરના આશરે 20 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ફિઝિક્સ વિષયનો એક પ્રશ્ન રદ (ડ્રોપ) કર્યો છે. પરિણામે પરીક્ષામાં સામેલ થયેલા તમામ ઉમેદવારોને…

મોદી સરકારમાં ટૂંક સમયમાં કેબિનેટ ફેરબદલની અટકળો તેજ

મીડિયા અહેવાલોમાં નવા ચહેરાઓને તક મળવાની અને કેટલાક વર્તમાન મંત્રીઓના વિભાગ બદલાવાની ચર્ચા; સત્તાવાર જાહેરાતનો ઈંતેજાર નવી દિલ્હી કેન્દ્રની મોદી સરકારમાં ટૂંક સમયમાં કેબિનેટ ફેરબદલ થઈ શકે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં તેજ બની છે. વિવિધ મીડિયા અહેવાલો અને સૂત્રોના હવાલાથી એવી ચર્ચા ચાલી રહી છે કે આગામી એક-બે દિવસમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન…

તેરમાના જમણ દરમિયાન જીવતો ઘરે પરત ફર્યો યુવક

ગાઝિયાબાદમાં ચોંકાવનારી ઘટના; મૃત માની અંતિમ સંસ્કાર કરાયેલા વ્યક્તિ અચાનક ઘરે પહોંચતા સૌ સ્તબ્ધ ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદના વૈશાલી વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જેને કારણે પરિવારજનો, પોલીસ અને સ્થાનિક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કલ્પના એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય ગિરધર સિંહ બિષ્ટને મૃત માનીને તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા….

48 વર્ષીય હાથીણી માણિકીને સારવાર માટે વંતારામાં લવાઈ

આસામથી જામનગર સુધીની સફર બાદ હવે મળશે વિશેષ સારવાર અને કાયમી આશ્રય જામનગર વર્ષોથી શારીરિક પીડા અને અનેક આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલી 48 વર્ષીય હાથીણી માણિકીને હવે નવી જિંદગીની આશા મળી છે. આસામમાં રહેતી માણિકીને અદ્યતન સારવાર અને લાંબા ગાળાની સંભાળ માટે જામનગર સ્થિત વંતારા ખાતે લાવવામાં આવી છે. વર્ષોથી પીડાદાયક હતી ચાલ માણિકી…

આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત, 1 જુલાઈથી ઈમેલ અપડેટ કરવાની સેવા થશે મફત

UIDAIની જાહેરાત; 31 ડિસેમ્બર 2026 સુધી મોબાઈલ એપ મારફતે ઈમેલ આઈડી અપડેટ કરવા કોઈ ફી નહીં લેવાય નવી દિલ્હી: આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશની ઓળખ વ્યવસ્થાનું સંચાલન કરતી Unique Identification Authority of India (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સેવા આગામી છ મહિના માટે મફત કરવાનો નિર્ણય લેવામાં…

દિલ્હીમાં BS-VI વાહન માલિકોને મોટી રાહત, PUC પ્રમાણપત્રની માન્યતા ત્રણ વર્ષ કરવાની તૈયારી

નવી ગાડીઓ માટે દર વર્ષે પ્રદૂષણ ચકાસણીની ઝંઝટ ઘટશે, જૂની ગાડીઓ માટે નિયમો વધુ કડક બનશે નવી દિલ્હી વાહન માલિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં BS-VI ધોરણની ખાનગી ગાડીઓ માટે ‘પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ સર્ટિફિકેટ’ (PUC)ની માન્યતા વધારવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. પ્રસ્તાવ મુજબ છ વર્ષ સુધી જૂની BS-VI ખાનગી ગાડીઓ માટે…

લખનૌના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ: 14 વિદ્યાર્થીઓનાં મોત

“મેં મારી આંખે 14 મૃતદેહ જોયા છે”, કહેતા કહેતા રડી પડ્યા બ્રજેશ પાઠક લખનૌ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગતા 14 વિદ્યાર્થીઓનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. આગ જે ઇમારતમાં લાગી હતી તેમાં એનિમેશન કોચિંગ સેન્ટર ચાલતું હતું. ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ…

રસ્તા પર પગપાળા ચાલવું બની જોખમી સફર, 6 વર્ષમાં 1.8 લાખથી વધુ રાહદારીઓનાં મોત

2019થી 2024 દરમિયાન દર વર્ષે સરેરાશ 30 હજારથી વધુ પગપાળા જતા લોકોનાં અકસ્માતમાં મોત, નેશનલ હાઈવે પર સૌથી વધુ જોખમ નવી દિલ્હી: ભારતમાં રસ્તા પર વાહનો સાથે ચાલતા પગપાળા લોકો માટે સુરક્ષા મોટો પડકાર બની ગઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2019થી 2024 દરમિયાન દેશમાં 1.8 લાખથી વધુ પગપાળા લોકોના માર્ગ અકસ્માતોમાં…

આંધ્રપ્રદેશમાં સોનાનો મોટો ભંડાર મળ્યો: જોન્નાગિરીમાં 50 ટન સોનાના જથ્થાનો અંદાજ

કુર્નૂલ જિલ્લામાં સોનાની વિશાળ ખાણની પુષ્ટિ; ચાર અન્ય સ્થળોએ પણ માઇનિંગની તૈયારી, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની સંભાવના નવી દિલ્હી/અમરાવતી: વિશ્વભરમાં સોનાની વધતી માંગ અને સતત વધી રહેલા ભાવ વચ્ચે ભારત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી વિસ્તારમાં અંદાજે 50 ટન સોનાનો ભંડાર હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ…

NEET રિ-એક્ઝામ પહેલા NTAની મોટી ચૂક: નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવાયું

એડમિટ કાર્ડમાં ટેક્નિકલ ખામીથી વિદ્યાર્થી અને પરિવાર પરેશાન; NTAએ ભૂલ સ્વીકારી સુધારેલા કાર્ડનું આપ્યું આશ્વાસન નવી દિલ્હી NEET UG 2026ની રિ-એક્ઝામ પૂર્વે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે. નાગપુરના એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર તરીકે ભારતના બદલે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબી સ્થિત એક શાળાનું કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થી અને તેના…

NEET પરીક્ષા મામલે ટેલિગ્રામ પરનો અસ્થાયી પ્રતિબંધ યથાવત, દિલ્હી હાઈકોર્ટનું કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન

પ્રશ્નપત્ર લીક અને ગેરરીતિઓ અટકાવવા લેવાયેલા પગલાંને કોર્ટની મંજૂરી, ટેલિગ્રામની અરજી ફગાવાઈ નવી દિલ્હી NEET પરીક્ષા પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા મેસેજિંગ પ્લેટફોર્મ Telegram પર લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. ટેલિગ્રામ દ્વારા આ પ્રતિબંધને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવી અરજી ફગાવી દીધી…

પૂર્વ PMના પુત્ર સાથે ₹7.80 કરોડની સાયબર ઠગાઈ, સમયસર ફરિયાદથી ₹4 કરોડ ફ્રીઝ

નરેશ ગુજરાલના નામે વૉટ્સએપ મેસેજ મોકલી કર્મચારી પાસેથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા નવી દિલ્હી દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દ્ર કુમાર ગુજરાલના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ સાથે આશરે ₹7.80 કરોડની સાયબર ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાયબર ગુનેગારોએ નરેશ ગુજરાલના ફોટાનો દુરુપયોગ કરીને તેમના એક વિશ્વાસુ કર્મચારીને વૉટ્સએપ પર સંદેશ મોકલ્યો હતો અને…

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર અને NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મેગા મોક ડ્રિલ

21 જૂનની પરીક્ષા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની થશે આખરી ચકાસણી, 22 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા નવી દિલ્હી: 21 જૂને યોજાનારી NEET-UG 2026ની રિ-એક્ઝામને લઈને National Testing Agency (NTA) અને કેન્દ્ર સરકારે સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, પેપર લીક અથવા અનિયમિતતા અટકાવવા માટે દેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો પર શનિવારે વિશાળ સ્તરે મોક ડ્રિલ…