રિલાયન્સ રિટેલે પ્રિયંકા ચોપરા જોનાસની બ્રાન્ડ એનોમલી હસ્તગત કરી, બ્યૂટી પોર્ટફોલિયોના વિસ્તરણને વેગ આપશે

~ ભારત અને વૈશ્વિક બજાર વૃદ્ધિને વેગ આપવા માટે ‘એનોમલી‘ના ટ્રેડમાર્ક્સ અને ડિજિટલ એસેટ્સ હસ્તગત કર્યા ~ ~ રિટેલ નેટવર્ક અને ‘ટીરા‘ દ્વારા ઓમનીચેનલ વ્યાપના વિસ્તારને ઝડપી બનાવશે ~ મુંબઈ રિલાયન્સ રિટેલ લિમિટેડે (આર.આર.એલ.) આજે પ્રિયંકાની ગ્લોબલ હેરકેર બ્રાન્ડ એનોમલી હસ્તગત કરવાની જાહેરાત કરી છે, જેમાં તેના ટ્રેડમાર્ક્સ, બ્રાન્ડ એસેટ્સ અને ડિજિટલ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. આ અધિગ્રહણ રિલાયન્સ રિટેલના ઝડપથી વિકસતા બ્યૂટી પોર્ટફોલિયોના નોંધપાત્ર વિસ્તરણને દર્શાવે છે…

એસ ડિઝાઇનર્સે દ્વારા અમદાવાદ પ્લાન્ટનું વાર્ષિક 4,000 મશીનોનાં ઉત્પાદનનું લક્ષ્ય

અમદાવાદના પંચરત્ન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે તેની નવી અત્યાધુનિક એસેમ્બલી સુવિધાનો પ્રારંભ અમદાવાદ એસ ડિઝાઇનર્સ લિમિટેડ (“Ace” અથવા “ADL”), એ ‘એસ માઇક્રોમેટિક ગ્રુપ’ની ફ્લેગશિપ કંપની છે, જે પ્રીસીઝન મેટલવર્કિંગ મશીન ટૂલ્સના ઉત્પાદન, માર્કેટિંગ અને સર્વિસિંગ ક્ષેત્રે કાર્યરત અગ્રણી ભારતીય કંપનીઓનું સંગઠન છે, એ આજે અમદાવાદના પંચરત્ન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે તેની નવી અત્યાધુનિક એસેમ્બલી સુવિધાના શુભારંભની જાહેરાત…

ડોલર સામે રૂપિયામાં મોટું ગાબડું, રેકોર્ડ નીચા સ્તરે બંધ

આજે ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો. ડોલરની મજબૂતી અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે રૂપિયામાં ઘટાડો થયો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 3 ટકા વધીને $ 115 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું. એસવીએન,નવી દિલ્હી  આજે ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો. રૂપિયો 0.3 ટકા ઘટીને 94.8450 પર બંધ થયો ….

ઓડીની નવી ઇલેક્ટ્રિક કાર ઘરમાં વીજળી પણ આપશે

ઓડીએ તેની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર Q4 ઇ- ટ્રોન લોન્ચ કરી એક નવું મોડેલ રજૂ કર્યું છે. કારની રેન્જમાં વધારો થયો છે, અને તે તમારા ઘરને પણ પાવર આપી શકે છે. આ કાર ChatGPT ને પણ સપોર્ટ કરે છે. વધુમાં, આ કારમાં ઘણી અન્ય પ્રભાવશાળી સુવિધાઓ છે​ એસવીએન,નવી દિલ્હી ઓડીએ તેની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક SUV…

અમદાવાદ નજીક શેલામાં 387 રૂમ્સ અને 32થી વધુ વેન્યુ સાથે ધ ફોરમ હોટલ એન્ડ કન્વેન્શનનો પ્રારંભ

​ આ પ્રોપર્ટીમાં 40,000 ચોરસ ફૂટનો ભવ્ય પિલરલેસ બોલરૂમ આકર્ષણનું કેન્દ્ર બનશે અમદાવાદ ગુજરાતના હોસ્પિટાલિટી અને ઇવેન્ટ સેક્ટરને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં ‘ધ ફોરમ હોટલ એન્ડ કન્વેન્શન’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી પ્રોપર્ટી ૧૯૫ ભવ્ય રૂમ્સ અને સ્યુટ્સ ધરાવે છે, જે તેની બાજુમાં જ આવેલી ‘વિન્ડહામ અમદાવાદ શેલા’ સાથે આંતરિક રીતે…

8મા પગાર પંચથી 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ, લઘુતમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા

આઠમા પગાર પંચે હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે, જેમાં પંચની ટીમ અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે નવી દિલ્હી દેશના 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આઠમા પગાર પંચે હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી…

ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગો પુન: કાર્યરત કરવા માટે ગેસના ભાવોની સ્થિરતા તેમજ પૂરતા પુરવઠાની પ્રતિબદ્ધતા

અમદાવાદ ગુજરાત ગેસ લિમિટેડે (મોરબીમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના અધિકૃત સપ્લાયર) તાજેતરના ભૂ-રાજકીય વિક્ષેપોની વચ્ચે અવિરત ગેસ પુરવઠો અને ભાવોની સ્થિરતા સુનિશ્ચિત કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર મજબૂત રીતે સાબિત કરી છે. ગુજરાત ગેસ દ્વારા મોરબી સિરામિક વિસ્તારની ગેસની જરૂરિયાતને સંપૂર્ણત: પૂરી કરી શકે એ માટે વ્યાપક ગેસ નેટવર્ક ઉભું કર્યું છે….

રિલાયન્સના 31મી માર્ચ, 2026 ના રોજ પૂરા થતા ક્વાર્ટર/વર્ષ માટે એકત્રિત (કન્સોલિડેટેડ) પરિણામો

વિક્રમી વાર્ષિક એકત્રિત આવક ₹ 1,175,919 કરોડ, વાર્ષિક ધોરણે 9.8% નો વધારો વિક્રમી વાર્ષિક એકત્રિત EBITDA ₹ 207,911 કરોડ, વાર્ષિક ધોરણે 13.4% નો વધારો વિક્રમી વાર્ષિક એકત્રિત PAT ₹ 95,610 કરોડ, વાર્ષિક ધોરણે 18.3% નો વધારો જિયો પ્લેટફોર્મ્સનું 4Q FY26 EBITDA વાર્ષિક ધોરણે 17.9% વધીને ₹ 20,060 કરોડ થયું, માર્જિન 230 bpsવધ્યું જિયોનો કુલ ગ્રાહક…

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત ‘TIME100 Next’ને ભારત રજૂ કરશે

પ્રથમ ‘TIME100 Next India’  ડિસેમ્બર 2026માં એક એડિટોરિયલ લિસ્ટ સાથે ભવ્ય સમારંભમાં વિવિધ ક્ષેત્રોના 100 ઉભરતા ભારતીય આગેવાનોને સન્માનિત કરાશે ન્યૂ યોર્ક, 23 એપ્રિલ 2026 — રિલાયન્સ સાથેની ભાગીદારીમાં ટાઇમ તેના ‘TIME100 Next’ ફ્રેન્ચાઇઝીની નવી આવૃત્તિ ‘TIME100 Next India’ લોન્ચ કરશે. આ પહેલ ભવિષ્યને આકાર આપી રહેલા કાર્યો કરતા અને વિઝન ધરાવતા ભારતીય લીડર્સની આગામી પેઢીને સન્માનિત કરશે. ગુરુવારે ન્યૂયોર્કમાં આયોજિત વાર્ષિક TIME100 સમારંભ દરમિયાન સ્ટેજ પરથી ટાઇમના ચીફ…

ગીફ્ટ સિટીમાં 35+ દેશોમાં NRIs યુએસ ડોલરમાં રોકાણ-લિંક્ડ વીમા સોલ્યુશન્સ ઍક્સેસ કરી શકશે

અમદાવાદ ગિફ્ટ સિટીમાં પોલિસીબજાર NRIs માટે રોકાણને પહેલા કરતા વધુ સરળ બનાવવા માટે તેની ઓફરોનો વિસ્તાર કરી રહ્યું છે. ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) માં તેની હાજરી દ્વારા, પોલિસીબજાર  35+ દેશોમાં NRIs ને યુએસ ડોલરમાં રોકાણ-લિંક્ડ વીમા સોલ્યુશન્સ ઍક્સેસ કરવા સક્ષમ બનાવી રહ્યું છે. ગિફ્ટ સિટી તેના વૈશ્વિક રિઇન્સ્યોરર્સ કામગીરી માટે એક આધાર તરીકે પણ ઉભરી રહ્યું છે. ગિફ્ટ સિટીનો પોલિસી બજારના  NRI ગ્રાહક…

ખેડૂતોની સમૃદ્ધિના લક્ષ્ય સાથે યુનિવિઆ દ્વારા ડીલર્સ પાર્ટનરશીપ આધારિત ક્રાંતિકારી મોડેલ રજૂ કરાયું

કંપનીની બીજ, પાક સંરક્ષણ અને પાક પોષણ વિભાગોને આવરી લેતી 55થી વધુ બ્રાન્ડ અમદાવાદ અમદાવાદ સ્થિત યુનિવિઆ પ્રાઇવેટ લિમિટેડે એગ્રિ-ઇનપુટ ક્ષેત્રમાં એક નવી દિશા દર્શાવતા ડીલર્સ પાર્ટનરશીપ આધારિત મોડેલની જાહેરાત કરી છે. આજે અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કંપનીએ પોતાના ડીલર્સને રિયલ સેન્સમાં ગ્રોથ પાર્ટનર્સ માનીને કંપનીની ઇકિવિટી આપી છે. ગુજરાત અને રાજસ્થાનના અંદાજે 50 ડીલર્સને…

બીએમડબલ્યુની 720+ કિમીની રેન્જ અને ભવ્ય કેબિન અનુભવ સાથે ઈવી કાર

BMW 7 સિરીઝ ફેસલિફ્ટ: વૈશ્વિક સ્તરે લોકપ્રિય BMW 7 સિરીઝને એક નવો ચહેરો મળ્યો છે, અને આ લક્ઝરી સેડાન તેના ઇલેક્ટ્રિક અવતારમાં બજારમાં ધમાલ મચાવશે, જે 720 કિલોમીટરથી વધુની સિંગલ ચાર્જ રેન્જ ધરાવે છે મુંબઈ BMW 7 સિરીઝ ફેસલિફ્ટ મોડેલ લોન્ચ: છેલ્લા 50 વર્ષથી વિશ્વભરના લક્ઝરી સેડાન પ્રેમીઓમાં પ્રિય રહેલી સાતમી પેઢીની BMW 7 સિરીઝના ફેસલિફ્ટ…

IPL જોવું  પાપ  છે ? ટિકિટ પર 40% GST ચૂકવવો પડે છે , ટીમોએ સરકારને ટેક્સ ઘટાડવા અપીલ કરી

IPL મેચ જોવાનું સસ્તું થઈ શકે છે. IPL ટીમોએ સરકારને ટિકિટ પર 40 % GST ઘટાડીને 18 % કરવા વિનંતી કરી છે એસવીએન,નવી દિલ્હી  સ્ટેડિયમમાંથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચો જોવાનું સસ્તું થઈ શકે છે , કારણ કે સરકાર તેના પર લાગતો GST ઘટાડી શકે છે. હકીકતમાં , IPL ટીમોએ નાણા મંત્રાલયને વિનંતી કરી…

ભારત માટે ખરાબ સમાચાર, કોર સેક્ટરનો વિકાસ ધીમો પડ્યો, બે વર્ષમાં સૌથી નબળું પ્રદર્શન

માર્ચમાં દેશના મુખ્ય મુખ્ય ઉદ્યોગોના ઉત્પાદનમાં 0.4 ટકાનો ઘટાડો થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 4.5 ટકાનો વધારો હતો. માર્ચ 2025 માં આઠ મુખ્ય ઉદ્યોગો ( ICI) ના સંયુક્ત સૂચકાંકમાં વાર્ષિક ધોરણે 0.4 ટકાનો ઘટાડો થયો હતો એસવીએન,નવી દિલ્હી  માર્ચ મહિનામાં આઠ મુખ્ય ઉદ્યોગોના ઉત્પાદનમાં 0.4 ટકાનો ઘટાડો થયો હતો . આ કોલસો…

ચીની કંપનીએ ઇલેક્ટ્રિક કાર રજૂ કરી જે ટાયર ફાટવા છતાં પણ કાબુ ગુમાવશે નહીં

ચીનની ઓટોમોબાઇલ કંપની ચાંગન તેના નેવો બ્રાન્ડ હેઠળ, એક ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે જે ટાયર ફાટવા છતાં પણ નિયંત્રણ ગુમાવશે નહીં. આ કાર ઉત્તમ સલામતી સુવિધાઓથી સજ્જ છે. આ કારનું નામ Q06 છે . ગ્રાહકોને આકર્ષવા માટે કંપની કારમાં ઘણી શાનદાર સુવિધાઓ આપવામાં આવી છે એસવીએન,શાંઘાઈ ચીની ઓટોમોબાઈલ કંપની ચાંગને તેના Nevo બ્રાન્ડ હેઠળ નવી ઇલેક્ટ્રિક મિડસાઇઝ SUV, Q06…

AACA દ્વારા આયોજીત “Media AdVantage 2026” ટોક-શો ઈન્ટીગ્રેટેડ મીડિયા પ્લાન બ્રાન્ડ માટે મેજીક ક્રીએટ કર્યું

અમદાવાદ: અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલ્ફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા 35 વર્ષના Festival of Advertising ના ભાગરૂપે AACA મીડિયા એડવાન્ટેજ ટોક-શો માં અન્ડરસ્ટેન્ડીંગ ધી પાવર ઓફ મીડિયા વિષય પર પ્રિન્ટ, રેડિયો, ટેલીવિઝીન, આઉટડોર અને ડીજીટલ એડવર્ટાઈઝીંગ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. જેમાં દેશના અગ્રણી મીડિયા એક્સપર્ટ્સ દ્વારા દરેક મીડિયાના યુનિક સ્ટ્રેન્થ અને બ્રાન્ડ ગ્રોથ માટે તેના યોગ્ય…

From Shubh to Smart: Reliance Jewels Reimagines Akshaya Tritiya for a New India

Making gold and diamond jewellery more accessible with compelling value-led offers Mumbai  Reliance Jewels, one of India’s most trusted jewellery brands, ushers in Akshaya Tritiya with a fresh, value-led approach – introducing new gold and diamond collections designed to make festive buying smarter and more accessible. Customers can avail gold jewellery at a flat 9% making…

રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના MeitYના સી-ડેક દ્વારા ઇ-સેફહર (e-safeHer)નો પ્રારંભ

ગ્રામીણ ભારતમાં 10 લાખ સાયબર સખીઓ તૈયાર કરવા માટે સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ કાર્યક્રમ નવી દિલ્હી રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળની વૈજ્ઞાનિક સંસ્થા સી-ડેક, હૈદરાબાદ દ્વારા ગઇકાલે ‘ઇ-સેફહર’ (e-safeHer) લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ એક સાયબર સુરક્ષા જાગૃતિ માટેનો તાલીમ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતની 10 લાખ મહિલાઓને ડિજિટલ ઇકોસિસ્ટમમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસ સાથે સહભાગી થવા માટે…

શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે, ટાટા ગ્રુપના બે શેરમાં 12% સુધીનો ઉછાળો જોવા મળ્યો

આજે શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત તૂટી જવાથી પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ ભંગ થવાનું અને ફરી દુશ્મનાવટ શરૂ થવાનું જોખમ વધ્યું છે. આનાથી બજારમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, ટાટા ગ્રુપના બે શેરમાં 12 % સુધીનો ઉછાળો આવ્યો છે એસવીએન, નવી દિલ્હી  શેરબજારમાં તીવ્ર ઘટાડા વચ્ચે, આજે ટાટા ગ્રુપના બે શેરમાં…

બેંક ઓફ બરોડા -રિલાયન્સ જિયોએ ફીચર ફોન માટે  ‘બોબ વર્લ્ડ લાઇટ’ એપ લોન્ચ કરી

ભારતમાં ડિજિટલ સમાવેશને વેગ મળશે, ફીચર ફોન માટેનું પ્રથમ વ્યાપક મોબાઈલ બેંકિંગ સોલ્યુશન મુંબઈ બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જિયોએ આજે ‘બોબ વર્લ્ડ લાઇટ’ લોન્ચ કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે, જિયોફોન પ્રાઇમા 4G ડિવાઇસ પર ઉપલબ્ધ આ એપ્લિકેશન ખાસ કરીને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે તૈયાર કરવામાં આવેલી પ્રથમ વ્યાપક મોબાઈલ બેંકિંગ એપ છે. ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સર્વસમાવેશક અભિગમને પ્રોત્સાહન આપવા અને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે ડિજિટલ પેમેન્ટ્સ સુલભ બનાવવાના વિઝનને અનુરૂપ આ ક્ષેત્રની પ્રથમ પહેલ દેશભરના કરોડો લોકો સુધી અડચણ વગરની અને વ્યાપક ડિજિટલ બેંકિંગ સેવાઓ પહોંચાડશે. આ એપ બેંક ઓફ બરોડાના વર્તમાન ગ્રાહકો તેમજ અન્ય કોઈપણ બેંકના ગ્રાહકો માટે એક સરળ અને અનુકૂળ જાતે ઉપયોગમાં લઈ શકે તેવી પ્રક્રિયા થકી ઉપલબ્ધ થશે. સ્માર્ટફોન પર જ ચાલતી પરંપરાગત મોબાઈલ બેંકિંગ એપ્સથી વિપરીત, બોબ વર્લ્ડ લાઇટ એપ સસ્તા ફીચર ફોન પર રોજિંદી બેંકિંગ સેવાઓની સંપૂર્ણ સુવિધા પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે, જેનાથી અર્ધ-શહેરી અને ગ્રામીણ ભારતમાં તેની પહોંચનો વિસ્તાર થશે. આ એપ હળવા અને ઓછા બેન્ડવિડ્થવાળા માળખા પર આધારિત છે, જે કીપેડ નેવિગેશન અને સુરક્ષિત એક્સેસની સુવિધા આપે છે, જેનાથી ડિજિટલ બેંકિંગ સરળ, અવરોધરહિત અને સુલભ બને છે. બોબ વર્લ્ડ લાઇટ મોબાઈલ બેંકિંગ એપ હાલમાં યુપીઆઇ આધારિત સ્કેન એન્ડ પે તથા પૈસા મોકલવા, બિલ પેમેન્ટ અને રિચાર્જ તેમજ પ્રોફાઇલ મેનેજમેન્ટ જેવી સુવિધાઓ આપે છે, જેમાં આગામી સમયમાં વધુ સુવિધાઓ ઉમેરવામાં આવશે. આ ભાગીદારી હેઠળ આ એપ જિયોફોન પ્રાઇમા 4G ડિવાઇસિસમાં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી આવશે અને હોમ સ્ક્રીન પરથી સીધી જ એક્સેસ કરી શકાશે. હાલના જિયોફોન પ્રાઇમા 4G વપરાશકર્તાઓ જિયોસ્ટોર પરથી ‘બોબ વર્લ્ડ લાઇટ’ એપ મેળવી શકે છે. આ ભાગીદારી વિશે વાત કરતા, બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO ડૉ. દેબદત્ત ચંદે જણાવ્યું હતું કે, “બેંક ઓફ બરોડામાં ડિજિટલ સમાવેશીકરણને વેગ આપવો એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહી છે. હાલમાં બોબ વર્લ્ડ મોબાઈલ બેંકિંગ રિટેલ ગ્રાહકોને સેવા આપે છે અને બોબ વર્લ્ડ બિઝનેસ મર્ચન્ટ્સ, એસ.એમ.ઇ. અને કોર્પોરેટ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. બોબ વર્લ્ડ લાઇટ લોન્ચ કરવા માટે જિયો સાથેની અમારી ભાગીદારી એ સ્માર્ટફોન ઇકોસિસ્ટમની બહાર ડિજિટલ બેંકિંગનો વિસ્તાર કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.” આ ભાગીદારી અંગે બોલતા રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના પ્રેસિડેન્ટ ડૉ. (માનદ) સુનીલ દત્તે જણાવ્યું હતું કે, “જિયોમાં અમારું ધ્યાન હંમેશા દરેક ભારતીય સુધી ડિજિટલ સેવાઓની પહોંચ વિસ્તારવા પર રહ્યું છે, જેમાં વ્યાપક સ્તર અને પરવડે તેવી કિંમત કેન્દ્રસ્થાને છે. જિયોફોને આ વિઝનને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જેણે ભારતભરના લાખો વપરાશકર્તાઓના હાથમાં સસ્તા ઉપકરણો અને ડિજિટલ સેવાઓ પહોંચાડી છે, સાથે જ તે ડિજિટલ લોકશાહીકરણ અને સમાવેશીકરણ માટે એક શક્તિશાળી સાધન તરીકે પણ કામ કરી રહ્યું છે. “ દેશભરમાં જિયોની ડિજિટલ પહોંચ અને હાજરી તેમજ બેંક ઓફ બરોડાના મજબૂત રાષ્ટ્રવ્યાપી નેટવર્ક, વૈવિધ્યસભર ગ્રાહક આધાર અને સર્વસમાવેશક, સુલભ તથા પરવડે તેવી બેંકિંગ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો લાભ આપતી આ પહેલથી સમગ્ર ભારતમાં ડિજિટલ બેંકિંગ સેવાઓના વ્યાપમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.