ગૌરીવ્રત નિમિત્તે મંગલદીપ વિદ્યાલય અને શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 889 વિદ્યાર્થીનીઓને સાડીનું વિતરણ
પરંપરા, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે અનોખી પહેલ; માતા ગૌરીના આશીર્વાદથી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરાઈ અમદાવાદ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી મંગલદીપ વિદ્યાલય અને શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગૌરીવ્રત નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાની કુલ 889 વિદ્યાર્થીનીઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યો સાથે દીકરીઓને જોડવાના ઉદ્દેશથી…
